Redmi બે શાનદાર સ્માર્ટફોન થયા સસ્તા, 50MP ટ્રિપલ કેમેરા અને અદભૂત ફીચર્સ, જાણો નવી કિંમત

Redmi Note 12 4G, Redmi 12 4G Price Cut : રેડમી કંપનીએ રેડમી નોટ 12 4જી અને રેડમી 12 4જી સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. તમને 50MP ટ્રિપલ કેમેરા અને શાનદાર ફીચર્સ વાળો સ્માર્ટફોન ઓછી કિંમતે ખરીદવાની તક મળી છે.

Written by Ajay Saroya
Updated : March 09, 2024 08:32 IST
Redmi બે શાનદાર સ્માર્ટફોન થયા સસ્તા, 50MP ટ્રિપલ કેમેરા અને અદભૂત ફીચર્સ, જાણો નવી કિંમત
રેડમી નોટ 12 4જી સ્માર્ટફોન (Photo - www.mi.com)

Redmi Note 12 4G, Redmi 12 4G Price Cut: શાઓમીની સબ-બ્રાન્ડ રેડમી એ ભારતમાં બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. દેશમાં રેડમી 12 4G સ્માર્ટફોનના 6 GB અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. Redmi Note 12 4G સ્માર્ટફોનની કિંમતમાં 1000 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. Redmiના આ બંને ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા છે. ચાલો તમને જણાવીએ રેડમીના આ બે ફોનની લેટેસ્ટ કિંમત વિશે…

રેડમી નોટ 12 4જી ફીચર્સ (Redmi Note 12 4G Features)

રેડમી નોટ 12 4G સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 685 પ્રોસેસર છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે હેન્ડસેટમાં 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.

રેડમી નોટ 12 4G હેન્ડસેટમાં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ ડિવાઇસમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં 3.5 mm હેડફોન જેક છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

રેડમી 12 4જી ફીચર્સ (Redmi 12 4G Features)

રેડમી 12 4G સ્માર્ટફોન મોટી સ્ક્રીન અને બેટરી લાઈફ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટ IP53 સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

રેડમીના આ સ્માર્ટફોન માં 6.79 ઇંચની FullHD+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. સુરક્ષા માટે, હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ છે. આ ફોન MediaTek Helio G88 પ્રોસેસર સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો | Xiaomi 14 Ultra ભારતમાં ક્યારે લોન્ચ થશે? જાણો સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત

રેડમી નોટ 12 4જી અને રેડમી 12 4જી લેટેસ્ટ કિંમત (Redmi Note 12 4G And Redmi 12 4G Smartphone Latest Price)

રેડમી કંપનીએ તેના બે સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. હવે રેડમી નોટ 4જી સ્માર્ટફોનને 13900 રૂપિયાના બદલે 12999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેવી જ રીતે રેડમી 12 4જી સ્માર્ટફોનની કિંમત હવે 10499 રૂપિયા થઇ છે જે અગાઉ 10999 રૂપિયા હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ