Redmi Note 13 Pro+ 5G World Champions Edition Launched: રેડમી નોટ 13 પ્રો + 5જી વર્લ્ડ ચેમ્પિયન એડિશન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. રેડમી કંપની દ્વારા પોતાનો નવો સ્પેશિયલ એડિશન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. રેડમી નોટ 13 પ્રો + 5જી વર્લ્ડ ચેમ્પિયન્સ એડિશન શાઓમી એ આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (એએફએ) સાથે ભાગીદારીમાં બનાવ્યું છે. આ સ્માર્ટફોનમાં રિયર પર બ્લૂ અને વ્હાઇટ સ્ટ્રાઇપ્સ સાથે ડ્યુઅલ ટોન ડિઝાઇન આપવામાં આવી છે. રેડમીના આ હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7200 અલ્ટ્રા પ્રોસેસર, 5000mAhની બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
રેડમી નોટ 13 પ્રો+ 5જી કિંમત (Redmi Note 13 Pro+ 5G Price)
રેડમી નોટ 13 પ્રો+ 5જી વર્લ્ડ ચેમ્પિયન્સ એડિશનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા છે. આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ સાથે ફોન 3000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદવાની આકર્ષક ઓફર છે. શિઓમીના આ ફોનને એક્સચેન્જમાં ખરીદવા પર ડિસ્કાઉન્ટ પણ મળશે. નવા સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, એમેઝોન, શાઓમી રિટેલ સ્ટોર્સ અને શાઓમીની વેબસાઇટ પર 15 મેથી શરૂ થશે.
રેડમી નોટ 13 પ્રો+ 5જી સ્પેસિફિકેશન (Redmi Note 13 Pro+ 5G Specifications)
રેડમી નોટ 13 પ્રો+ 5જી વર્લ્ડ ચેમ્પિયન્સ એડિશન માટે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન સાથે હાથ મિલાવ્યા છે. કંપની દ્વારા દેશમાં 10 વર્ષ પૂરા થવા પર આ સ્પેશિયલ એડિશન રજૂ કરવામાં આવી છે અને 10 નંબર પણ તેની રિયર પેનલ પર લિંક છે.
રેડમી નોટ 13 પ્રો+ 5જી વર્લ્ડ ચેમ્પિયન્સ એડિશનમાં AFA ની બ્રાન્ડિંગ આપવામાં આવ્યા છે અને નીચેની તરફ કેમ્પેઓન મુન્ડિયલ 22 લખેલું છે. આ સ્માર્ટફોન સાથે એક એક્સક્લુઝિવ બોક્સ અને AFA બ્રાન્ડિંગ વાળી એસેસરીઝ મળે છે. આ સ્માર્ટફોનમાં બ્લૂ કલર ચાર્જિંગ કેબલ અને AFA લોગો સાથે એડપ્ટર આપવામાં આવ્યું છે. ઉપરાંત સિમ ઇજેક્ટર પણ ફૂટબોલ શેપનું છે અને તેના પર AFAનો લોગો પણ છે. હેન્ડસેટને વોલપેપર્સ અને સ્પેશિયલ આઈકોન સાથે કસ્ટમાઇઝ્ડ UI મળે છે.

આ પણ વાંચો | નથિંગ ફોન 2A નવા અવતારમાં લોન્ચ, માત્ર ભારતમાં જ વેચાશે, ખરીદી પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જનો ડબલ ફાયદો
રેડમી નોટ 13 પ્રો+ 5જી ફીચર્સ (Redmi Note 13 Pro+ 5G Features)
રેડમી નોટ 13 પ્રો પ્લસ 5જી વર્લ્ડ ચેમ્પિયન્સ એડિશન સ્માર્ટફોન માં અન્ય ફીચર્સ સ્ટાન્ડર્ડ રેડમી નોટ 13 પ્રો પ્લસ જેવા જ છે. તેમાં 6.67 ઇંચની એમોલેડ સ્ક્રીન છે જે 1.5K રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7200 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેન્સર છે, જેમાં 200 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. મોબાઇલ ફોનને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP68 રેટિંગ મળે છે. ડિવાઇસને પાવર આપવા માટે 120W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરીમાં આપવામાં આવી છે.





