Redmi Note 14 Pro 5G, Redmi Note 14 Pro+ 5G Launched: રેડમીએ પોતાના રેડમી નોટ 14 પ્રો+ 5જી અને રેડમી નોટ 14 પ્રો 5જી સ્માર્ટફોનને ભારતમાં નવા અવતારમાં લોન્ચ કર્યા છે. રેડમી નોટ 14 પ્રો 5જી સીરીઝને ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપનીએ આ ફોનને નવા કલર વેરિએન્ટમાં રજૂ કર્યા છે. રેડમી નોટ 14 પ્રો 5જી અને રેડમી નોટ 15 પ્રો + 5જીમાં કલર ઓપ્શન સિવાય તેની કિંમત અને ફિચર્સ ઓરિજિનલ વેરિઅન્ટ જેવા જ છે. આવો અમે તમને આ બંને રેડમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
રેડમી નોટ 14 પ્રો 5જી સિરીઝ શેમ્પેઇન ગોલ્ડ કલર વેરિઅન્ટ
રેડમી નોટ 14 પ્રો + 5જી અને રેડમી નોટ 14 પ્રો 5જી સ્માર્ટફોનના નવા શેમ્પેઇન ગોલ્ડ કલર વેરિઅન્ટનું ભારતમાં વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, શાઓમીની વેબસાઇટ અને ઓથોરાઇઝ્ડ શાઓમી રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે.
રેડમી નોટ 14 પ્રો+ 5જી શેમ્પેઇન ગોલ્ડ કલરના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પની કિંમત 32,999 રૂપિયા છે.
જ્યારે શેમ્પેઇન ગોલ્ડ રેડમી નોટ 14 પ્રો 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. રેડમી પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સ્માર્ટફોનને 9 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર પણ લઇ શકાય છે.
રેડમી નોટ 14 પ્રો 5જી સ્માર્ટફોનને ડિસેમ્બરમાં ભારતમાં સ્પેક્ટર બ્લૂ, ફેન્ટમ પર્પલ અને ટાઇટન બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
રેડમી નોટ 14 પ્રો + 5જી અને રેડમી નોટ 14 પ્રો 5જી સ્પેસિફિકેશન્સ
રેડમી નોટ 14 પ્રો + 5જી અને રેડમી નોટ 14 પ્રો 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત શાઓમી હાઇપરઓએસ 2 સાથે આવે છે. આ ફોનમાં 4 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ મળશે. હેન્ડસેટમાં 6.67 ઇંચની 1.5K (1,220×2,712 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની પીક બ્રાઇટનેસ 3000 નીટ્સ અને 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ છે. રેડમી નોટ 14 પ્રો+ 5જી સ્નેપડ્રેગન 7એસ જેન 3 ચિપસેટથી સંચાલિત છે જ્યારે રેડમી નોટ 14 પ્રો 5જીમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટ્રા ચિપસેટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Suzuki Alto 2025 મોડલ લોન્ચ, ADAS સેફ્ટી, કિંમત સાત લાખથી ઓછી, જાણો ફિચર્સ
આ બંને રેડમી સ્માર્ટફોનમાં આઇપી68 રેટિંગ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Redmi Note 14 Pro+ 5Gમાં 6200mAhની વિશાળ બેટરી આપવામાં આવી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. નોટ 14 પ્રો 5જીમાં 5500mAhની બેટરી આપવામાં આવી છે જેમાં 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.