Redmi Note 14 Series: રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનનું ટીઝર રિલિઝ, જાણો ભારતમાં કયારે લોન્ચ થશે

Redmi Note 14 Series Launch: રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે અને ટુંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. ચીનમાં આ સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Redmi Note 14 Series Launch: રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે અને ટુંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. ચીનમાં આ સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Redmi Note 14 Series | Redmi Note 14 Smartphone | Redmi Note 14 Price | Redmi Note 14 Features | Redmi Note 14 Camera | Redmi Phone | Xiaomi Phones

Redmi Note 14 Series Launch Date: રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન સૌથી પહેલા ચીનમાં લોન્ચ થયા બાદ હવે ટુંક સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે. (Photo: @ZionsAnvin)

Redmi Note 14 Launch in India: રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થવાની ભારતમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. કંપનીએ રેડમી નોટ 14 સ્માર્ટફોન સીરિઝ લોન્ચ કરવાની પહેલા તેનું ટીઝર રિલિઝ કર્યું છે. આ ટીઝરમાં અપકમિંગ રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને ખાસિયતો વિશે ખુલાસો થયો નથી. જો કે આ લેટેસ્ટ સ્માર્ટફોન આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરાયેલ Redmi Note 13 સીરિઝનું અપગ્રેડેડ વર્ઝન હોવાના સંકેત આપે છે, જેમાં 200 એમપી કેમેરાનો સમાવેશ થઈ શકે છે.

Advertisment

Redmi Note 14 Series Teaser Release : રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનન ટીઝર રિલિઝ

રેડમી નોટ કંપનીએ નવો રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોનનું ટીઝર રિલિઝ કર્યું છે. તમને જણાવી દઇયે કે, ચીનમાં રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ચીનમાં લોન્ચ થયેલી રેડમી નોટ 14 સીરિઝમાં 3 સ્માર્ટફોન - રેડમી નોટ 14, રેડમી નોટ 14 પ્રો અને રેડમી નોટ 14 પ્રો પ્લસ હતા. હવે આ ત્રણેય સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ શકે છે.

રેડમી ઈન્ડિયા એ એક્સ (ટ્વિટર) પર એક ટીઝર રિલિઝ કર્યું છે, જેની ટેગલાઇન છે - noteworthy reveal. જેનો અર્થ છે રેડમી પોતાના આગામી નોટ સ્માર્ટફોન સિરિઝને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અલબત્ત, કંપનીએ અત્યાર સુધી માત્ર ટીઝર રિલિઝ કર્યું છે. અપકમિંગ સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે ખુલાસો કર્યો નથી.

Advertisment

Redmi Note 14 Series Launch Date : રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?

લીક રિપોર્ટ્સ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન ડિસેમ્બર 2024માં લોન્ચ થઇ શકે છે. કંપની ટુંક સમયમાં રેડમી નોટ 14 સીરિઝની લોન્ચ તારીખ જાહેર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

https://twitter.com/XiaomiIndia/status/1858530501654425962

Redmi A4 5G Launch: રેડમી એ4 5જી લોન્ચ

રેડમી નોટ 14 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની પહેલા આજે શાયોમી કંપની રેડમી એ4 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. રેડમી એ4 5જી કંપનીનો બજેટ સ્માર્ટફોન છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ