/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Redmi-Pad-13-Pro-Plus-In-Gujarati.jpg)
Redmi Pad 13 Pro Plus : 8000mAh બેટરીવાળું રેડમી પેડ થયું સસ્તું, જાણો કિંમત અને ખાસીયત
Redmi Pad 13 Pro Plus In Gujarati : શાઓમીએ ભારતમાં તેના રેડમી પૅડ (Redmi Pad) ટેબલેટની કિંમતમાં ઘટાડો કર્યો છે. રેડમી પેડ દેશમાં કંપનીનું બીજું ટેબલેટ છે. Redmi Pad ટેબલેટમાં 10.61 ઇંચની LCD ડિસ્પ્લે છે. આ ઉપકરણમાં 128 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 8000 એમએએચ બેટરી જેવી સુવિધાઓ છે. આ Redmi ટેબલેટ હવે ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ Redmi ટેબલેટની નવી કિંમત વિશે બધું જાણો...
રેડમી પેડની કિંમત
Xiaomi એ નવા બજેટ Redmi ટેબલેટનું 3 GB RAM અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹ 14,999માં લોન્ચ કર્યું છે. હવે તેને 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 17,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેને ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સાથે 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 19,999 રૂપિયાની જગ્યાએ 16,999 રૂપિયામાં ખરીદવાની તક છે.
આ સિવાય આ ડિવાઈસને એક્સચેન્જ ઓફરમાં પણ ખરીદી શકાય છે. નવી કિંમતો સાથે આ ટેબલેટ એમેઝોન ઈન્ડિયા, ફ્લિપકાર્ટ અને શાઓમીના ઓનલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
આ પણ વાંચો: Aadhaar – Pan Link: પ્રોપર્ટી ખરીદનારને આવકવેરા વિભાગ મોકલી રહ્યું છે નોટિસ
રેડમી પૅડ : બેંક ડિસ્કાઉન્ટ ઑફર્સ
કંપનીએ Redmi પૅડના બેઝ વેરિઅન્ટ પર રૂ. 1000નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય વેરિઅન્ટ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. HDFC બેંક ક્રેડિટ કાર્ડ, EMI અને ICICI નેટ બેંકિંગ દ્વારા 31 ડિસેમ્બર સુધી ટેબલેટ ખરીદવા પર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે.
આ ટેબલેટ ગ્રેફાઇટ ગ્રે, મૂનલાઇટ સિલ્વર અને મિન્ટ ગ્રીન કલરમાં આવે છે.
રેડમી પેડ ફીચર્સ
રેડમી પૅડમાં 10.61 ઇંચની LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન (2000 x 1200 પિક્સેલ્સ) છે. સ્ક્રીનની પિક્સેલ ઘનતા 220 ppi છે. ડિસ્પ્લે રિફ્રેશ રેટ 90Hz છે અને પીક બ્રાઈટનેસ 400 nits છે. ડિવાઇસમાં MediaTek Helio G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Mali-G57 MC2 GPU ગ્રાફિક્સ માટે ઉપલબ્ધ છે.
Redmi ના આ ટેબલેટમાં 3 GB/4 GB/6 GB રેમ વિકલ્પો છે. આ ટેબલેટમાં 64 GB અને 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. સ્ટોરેજ વધારવા માટે, 1TB સુધી માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ ઉપલબ્ધ છે. આ ઉપકરણ એન્ડ્રોઇડ 12 આધારિત MIUI 13 સાથે આવે છે.
આ પણ વાંચો: Tax On Credit card EMI : ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ પર કેટલો ટેક્સ વસૂલાય છે? શું નો કોસ્ટ EMI ખરેખર ફ્રી હોય છે?
રેડમી પૅડમાં અપર્ચર F/2.0 સાથે 8 મેગાપિક્સલનો રિયર કૅમેરો છે જે ઑટોફોકસ સાથે આવે છે. આ કેમેરાથી 30fps પર વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. ટેબ્લેટમાં અપર્ચર F/2.3 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેલ્ફી સેન્સર છે. રેડમી પૅડમાં 8000mAh બેટરી છે જે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઈસમાં ફેસ અનલોક, ડોલ્બી એટમોસ સાથે ક્વાડ સ્પીકર સેટઅપ જેવા ફીચર્સ છે. ઉપકરણના પરિમાણો 250.5 × 158.1 × 7.1 mm અને વજન 445 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે, આ ટેબલેટમાં Wi-Fi 802.11 ac dual-band, Wi-Fi Direct, USB Type-C પોર્ટ, OTG, Bluetooth 5.2 જેવા ફીચર્સ છે.
નોંધનીય છે કે Xiaomiએ તાજેતરમાં ભારતમાં Redmi 13C અને Redmi 13C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સિવાય Redmi Note 13 Pro+ પણ જાન્યુઆરી 2024માં ભારતમાં પ્રવેશ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us