Redmi Pad 2 ટેબ્લેટ 9000mAh બેટરી સાથે લોન્ચ, કિંમત કેમેરા અને ફીચર્સની તમામ વિગત વાંચો

Redmi Pad 2 Launch Price : રેડમી પેડ 2 ટેબલેટ 9000mAh મોટી બેટરી અને 6nm મીડિયાટેક હેલિયો G100 Ultra ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો રેડમી ટેબ્લેટની કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત

Written by Ajay Saroya
June 06, 2025 12:47 IST
Redmi Pad 2 ટેબ્લેટ 9000mAh બેટરી સાથે લોન્ચ, કિંમત કેમેરા અને ફીચર્સની તમામ વિગત વાંચો
Redmi Pad 2 Launch In India: રેરડમી પેડ 2 ટેબ્લેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. (Photo: Social Media)

Redmi Pad 2 Launch: રેડમી કંપનીએ પસંદગીના વૈશ્વિક બજારોમાં પોતાનું લેટેસ્ટ ટેબલેટ રેડમી પેડ 3 લોન્ચ કર્યું છે. શાઓમીનું આ નવું ટેબલેટ બે કલરમાં આવે છે. રેડમી પેડ 2માં 11 ઇંચની સ્ક્રીન, 9000mAhની મોટી બેટરી અને મીડિયાટેક હેલિયો જી100 અલ્ટ્રા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. રેડમી પેડ 2 માં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. જાણો Redmiના આ લેટેસ્ટ ટેબલેટની કિંમત અને ફીચર્સ વિશે…

Redmi Pad 2 Price : રેડમી પેડ 2 કિંમત

રેડમી પેડ 2ના 4 જીબી રેમ અને 128 જીબી (વાઇ-ફાઇ ઓન્લી) વેરિઅન્ટની યુરોપમાં કિંમત 169 જીબીપી (લગભગ 18,0000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી (વાઇ-ફાઇ ઓન્લી) વેરિઅન્ટની કિંમત 219 જીબીપી (લગભગ 25,000 રૂપિયા) છે.

તો 4G કનેક્ટિવિટી સાથે આવાત રેડમી પેડ 2 ટેબ્લેટના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 219 બ્રિટિશ પાઉન્ડ (લગભગ) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 259 જીબીપી (લગભગ 30,000 રૂપિયા) છે. આ ટેબ્લેટ ગ્રેફાઇટ ગ્રે અને મિન્ટ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કંપનીએ 18 જૂને ભારતમાં રેડમી પેડ 2 લોન્ચ કરવાની જાણકારી આપી છે.

Redmi Pad 2 Specifications : રેડમી પેડ 2 સ્પેસિફિકેશન્સ

રેડમી પેડ 2 ટેબલેટ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HyperOS 2 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 11 ઇંચ (1,600×2,560 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 274પીપી પિક્સેલ ડેન્સિટી અને 500 એનઆઇટી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 16:10 છે અને તે 360હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે.

ટેબ્લેટ 6nm મીડિયાટેક હેલિયો G100 Ultra ચિપસેટ સાથે આવે છે. તેમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે.

ફોટો અને વીડિયો માટે રેડમી પેડ 2 સ્માર્ટફોનમાં અપાર્ચર એફ/ 2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપાર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ રેડમી ટેબલેટને પાવર આપવા માટે 9000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 234 કલાક સુધીનો મ્યુઝિક પ્લેબેક ટાઇમ અને 86 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ ડિવાઇસનું માપ 254.58×166.04×7.36 એમએમ છે અને વજન 510 ગ્રામ છે.

રેડમી પેડ 2 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. હેન્ડસેટમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ટેબમાં એક્સેલેરોમીટર, હોલ સેન્સર અને વર્ચ્યુઅલ એમ્બિયન્ટ લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. રેડમી પેડ 2 રેડમી સ્માર્ટ પેનને પણ સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ