Redmi Pad Pro 5G launched : રેડમીએ ચીનમાં પોતાનું નવું મિડ બજેટ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. રેડમી પેડ પ્રો 5જી કંપનીનું નવું ટેબ છે જે ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટમાં 12.1 ઇંચની મોટી ડિસ્પ્લે, 5G કનેક્ટિવિટી અને 10000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એપ્રિલ 2024માં કંપનીએ રેડમી પેડ પ્રોના 4 જી વેરિઅન્ટ પણ રજૂ કર્યું હતું. રેડમીના આ નવા પેડમાં શું છે ખાસ? આવો અમે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ.
રેડમી પેડ પ્રો 5G કિંમત
રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટને ચીનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ડિવાઇસની 6 જીબી રેમ અને 128 જીબી ઓપ્શનને 1,999 ચાઇનીઝ યુઆન (લગભગ 23,000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 2,399 યુઆન (લગભગ 27,600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટેબ્લેટ ડાર્ક ગ્રે કલરમાં શાઓમીની ચાઇના વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
રેડમી પેડ પ્રો 5G સ્પેસિફિકેશન્સ
રેડમી પેડ પ્રો 5જીમાં 12.1 ઇંચની 2.5K (2,560 x 1,600 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 180 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. ડિવાઈસ 600 નીટ્સ પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – બેટરીવાળો સેમસંગ ગેલેક્સી એમ35 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
રેડમી પેડ પ્રો 5G ટેબ્લેટમાં સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ટેબલેટ એન્ડ્રોઇડ 14 આધારિત શાઓમી હાઇપરઓએસ સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે રેડમી પેડ પ્રો 5જીમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ટેબ્લેટને પાવર આપવા માટે કંપનીએ 10000mAhની બેટરી આપી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આ ટેબલેટમાં 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ટેબ્લેટમાં ડોલ્બી એટમોસ સાથે ક્વાડ સ્પીકર્સ મળે છે. ટેબનું વજન 566 ગ્રામ છે અને તે 280 x 181.85 x 7.52 એમએમ છે.





