Redmi Pad Pro 5G, Redmi Pad SE 4G Price: શાઓમી એ ભારતમાં પોતાના 2 લેટેસ્ટ બજેટ ટેબ્લેટ રેડમી પેડ પ્રો 5જી અને રેડમી પેડ એસઇ 4જી લોન્ચ કર્યા છે. શાઓમી કંપનીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં ભારતમાં બે લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યા છે. આ બંને શાઓમી ટેબ્લેટ શાનદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન સાથે આવે છે. ઉપરાંત રેડમી સ્માર્ટ પેન અને રેડમી પેડ એસઇ 4જી કવર લોન્ચ કર્યા છે. ચાલો જાણીયે કિંમત અને ખાસિયત વિશે
રેડમી પેડ એસઇ 4જી લોન્ચ (Redmi Pad SE 4G Launched)
રેડમી પેડ એસઇ 4જી ટેબ્લેટમાં 8.7 ઇંચની એચડી+ એલસીડી સ્ક્રીન, 6650mAh બેટરી અને મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યા છે. આ ટેબ્લેટમાં સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સપોર્ટ પણ છે. રેડમી પેડ એસઇ 4જી ટેબ્લેટ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસ બેંક ક્રેડિટ કાર્ડ પર 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 8 ઓગસ્ટથી ખરીદી શકાય છે.

રેડમી પેડ એસઇ 4જી સ્પેસિફિકેશન્સ (Redmi Pad SE 4G specifications)
રેડમી પેડ એસઇ 4જીમાં 8.7 ઇંચ (1340 x 800 પિક્સલ) એચડી + ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને ૧૮૦ હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને પીક બ્રાઇટનેસ 600 નિટ સુધી છે. આ ટેબ્લેટમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
રેડમી પેડ એસઇ 4જીમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો G85 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે ગ્રાફિક્સ માટે 1000MHz ARM Mali-G52 2EEMC2 GPU આપવામાં આવ્યું છે. આ રેડમી ટેબ્લેટમાં 4 જીબી રેમ સાથે 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. આ ટેબ્લેટ ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS સાથે આવે છે.
રેડમી પેડ એસઇ 4જી ટેબ્લેટમાં એપર્ચર એફ/2.0 અને એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. આ ડિવાઇસમાં એપર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. રેડમી પેડ એસઇ 4જીમાં ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 211.58 x 125.48 x 8.8mm છે અને તેનું વજન 370 ગ્રામ છે.
રેડમી પેડ એસઇ 4જીમાં 3.5 એમએમ હેડફોન જેક, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP53) સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે આ ટેબલેટમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ટેબલેટને પાવર આપવા માટે 6650mAh બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
રેડમી પેડ એસઇ 4જી કિંમત (Redmi Pad SE 4G Price)
રેડમી પેડ એસઇ 4જી ટેબ્લેટના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11999 રૂપિયા છે. આ ટેબલેટને ફોરેસ્ટ ગ્રીન, ઓશન બ્લૂ અને અર્બન ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. રેડમી પેડ એસઇ 4જી સાથે આવતું કવર 999 રૂપિયામાં મળી રહ્યું છે. તેનો ઉપયોગ ક્વિક સ્ટેન્ડ તરીકે પણ થઈ શકે છે.
આ ટેબ્લેટ ફ્લિપકાર્ટ, શાઓમીની વેબસાઇટ અને શાઓમી રિટેલ સ્ટોર્સ પરથી 8 ઓગસ્ટથી ખરીદી શકાશે. આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ દ્વારા ટેબ્લેટ 1000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર મેળવી શકાય છે.
રેડમી પેડ પ્રો 5જી લોન્ચ (Redmi Pad Pro 5G Launch)
રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટના ફીચર્સની વાત કરીયે તો લાર્જ 12.1 ઇંચ 2.5K ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ અને ડોલ્બી વિઝન એટમોસ સાથે ક્વોડ સ્પીકર આવે છે. તેમાં 16 કલાક સુધી વિડિયો પ્લેબેક અને 5G કનેક્ટિવિટી માટે 10000mAh બેટરી આવે છે.
રેડમી પેડ પ્રો 5જી ફીચર્સ (Redmi Pad Pro 5G Features)
Redmi Pad Pro 5G એ Xiaomi HyperOS દર્શાવતું પ્રથમ ટેબ્લેટ છે, જે Xiaomi સ્માર્ટફોન્સ સાથે સરળ ક્રિયાપ્રતિક્રિયા માટે પણ પરવાનગી આપે છે. તેના દ્વારા યુઝર્સ તેમની મોબાઇલ સ્ક્રીનને ટેબલેટ પર ઓપરેટ કરી શકે છે, ફાઇલને સરળતાથી શેર કરી શકે છે અને કોપી-પેસ્ટ જેવી ક્રોસ-ડિવાઇસ કામગીરી કરી શકે છે.
શાઓમી કંપનીએ જણાવ્યું હતું કે, ઇન્ટરકનેક્ટિવિટી ફીચર્સ હાલ શાઓમી 14 સીરિઝ સુધી મર્યાદિત છે અને ટૂંક સમયમાં જ ઇકોસિસ્ટમમાં વધુ સ્માર્ટફોન્સ શાઓમી અને Redmi બંને માટે ઉપલબ્ધ થશે.
રેડમી પેડ પ્રો 5જી કિંમત (Redmi Pad Pro 5G Prices)
રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટના 8 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ 22999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટના 8 જીબી રેમ અને 256 જીબી વેરિયન્ટ 24999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઉપરાંત રેડમી પેડ પ્રો ટેબ્લેટ 6 જીબી અને 128 જીબી વેરિયન્ટમાં 19999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો | Vivo V40 SE 4G સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત
રેડમી પેડ પ્રો 5જી ટેબ્લેટ 3 કલર – ગ્રેફાઇટ ગ્રે, ક્વિક સિલ્વર અને મિસ્ટ બ્લુમાં ઉપલબ્ધ છે, જેમાં Wi-Fi+5G અથવા Wi-Fi-ઓન્લી મોડલ્સના વિકલ્પો છે. ઉપરાંત યુઝર્સ રેડમી પેડ પ્રો 5જીનો મહત્તમ ઉપયોગ કરવા માટે રેડમી સ્માર્ટ કીબોર્ડ અને રેડમી સ્માર્ટ પેનને પણ પસંદ કરી શકે છે. બંને એસેસરીઝ અલગથી વેચવામાં આવશે.





