ડબ્બા ટીવીને બાય-બાય! ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ

Redmi Smart Fire TV 32 2024 Edition : શાઓમીએ ભારતમાં પોતાનું નવું રેડમી સ્માર્ટ ફાયર ટીવી લોન્ચ કર્યું છે. રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 ઇંચ 2024 એડિશન દેશનું લેટેસ્ટ ટીવી છે

Written by Ashish Goyal
June 06, 2024 20:06 IST
ડબ્બા ટીવીને બાય-બાય! ઓછી કિંમતમાં લોન્ચ થયું રેડમીનું નવું સ્માર્ટ ટીવી, જાણો તમામ ફીચર્સ
રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 ઇંચ 2024 એડિશન દેશનું લેટેસ્ટ ટીવી છે

Redmi Smart Fire TV 32 2024 Edition : શાઓમીએ ભારતમાં પોતાનું નવી રેડમી સ્માર્ટ ફાયર ટીવી લોન્ચ કર્યું છે. રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 ઇંચ 2024 એડિશન દેશનું લેટેસ્ટ ટીવી છે. જણાવી દઈએ કે હાલમાં જ ચીની કંપનીએ Xiaomi સ્માર્ટ ટીવી A32 2024 એડિશન ભારતમાં ઉપલબ્ધ કરાવ્યું હતું. નવા રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશન સ્માર્ટ ટીવીની વાત કરીએ તો આ ટીવી બજેટ પ્રાઇસમાં આવે છે અને તેમાં 32 ઇંચની સ્ક્રીન, ફાયર ઓએસ 7 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો નવી રેડમી સ્માર્ટ ફાયર ટીવીની કિંમત અને ફીચર્સ વિશે…

રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશનની કિંમત (Redmi Smart Fire TV 32 2024 Edition Price)

શાઓમીએ ભારતમાં નવું સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશન ટીવી 11,999 રૂપિયામાં લોન્ચ કર્યું છે. ચીનની ટેક કંપની ટીવી ખરીદવા પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. એટલે કે આ ટીવી તમને 10,999 રૂપિયામાં મળશે. રેડમીના આ લેટેસ્ટ સ્માર્ટ ટીવીને Mi.com, એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશનનું વેચાણ 11 જૂનથી શરૂ થશે.

રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશન ફીચર્સ (Redmi Smart Fire TV 32 2024 Edition Features)

શાઓમીએ તેના લેટેસ્ટ સ્માર્ટ ટીવીમાં પ્રીમિયમ મેટલનો ઉપયોગ કર્યો છે. બેઝલ-લેસ ડિઝાઇનવાળા આ ટીવીમાં વિવડ પિક્ચર એન્જિન આપવામાં આવ્યું છે. સ્માર્ટ ફાયર ટીવી 32 ઇંચના ટીવીમાં ફાયર ઓએસ 7 સાથે બિલ્ટ-ઇન ફાયર ટીવી આપવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સને શાનદાર એક્સપીરિન્સ મળશે.

આ પણ વાંચો – ભારતનો સૌથી સ્લિમ અને લાઇટ ફોલ્ડેબલ ફોન વીવો એક્સ ફોલ્ડ3 પ્રો લોન્ચ, સેમસંગ – ઓપ્પો ને આપશે ટક્કર

શાઓમીનું આ ટીવી 32 ઇંચ (1,366 x 768 પિક્સલ) રિઝોલ્યુશન સાથે આવે છે અને તેનો વ્યૂઇંગ એંગલ 178 ડિગ્રી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ છે. આ સ્માર્ટ ટીવીમાં 20 ડબ્લ્યુના બે સ્પીકર આપવામાં આવ્યા છે જે ડોલ્બી ઓડિયોને સપોર્ટ કરે છે. આ ટીવીમાં ક્વાડ કોર કોર્ટેક્સ અને 35 સીપીયુ અને ગ્રાફિક્સ માટે માલી જી 31 એમપી 2 મળે છે.

રેડમી સ્માર્ટ ફાયર ટીવી 32 2024 એડિશન સ્માર્ટ ટીવીમાં 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે. આ ટીવી લાઇવ ટીવી ચેનલ્સ, પેરેન્ટલ કન્ટ્રોલ, ડેટા મોનિટરિંગ અને એલેક્સા સાથે વોઇસ રિમોટ સપોર્ટ ધરાવે છે.

કનેક્ટિવિટી માટે રેડમીના આ સ્માર્ટ ટીવીમાં બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ 2.4 ગીગાહર્ટ્ઝ, બે યુએસબી પોર્ટ, એક ઇથરનેટ, 1 એવી, એક એન્ટેના અને 2 એચડીએમઆઇ પોર્ટ આપવામાં આવ્યા છે. રેડમીના આ ટીવી સાથે જે રિમોટ આવે છે તે વોઇસ કંટ્રોલ સાથે આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ