Jio IPO : જિયો નો આઈપીઓ આગામી વર્ષે પ્રથમ હાફમાં આવશે, 48મી AGM માં મુકેશ અંબાણીની જાહેરાત

Jio IPO : મુકેશ અંબાણીએ કહ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે જિયો તેના આઈપીઓ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમારું લક્ષ્ય 2026ના પ્રથમ છ માસિક સુધીમાં જિઓને સૂચિબદ્ધ કરવાનું છે.

Written by Ashish Goyal
Updated : August 29, 2025 16:26 IST
Jio IPO : જિયો નો આઈપીઓ આગામી વર્ષે પ્રથમ હાફમાં આવશે, 48મી AGM માં મુકેશ અંબાણીની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 48મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધિત કરતા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ આ જાણકારી આપી

Jio IPO : લાંબા સમયથી જિયોના આઈપીઓની રાહ જોઈ રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડર્સ સહિત તે તમામ લોકોની રાહ આખરે પૂરી થઈ રહી છે. જિયોનો આઈપીઓ આવતા વર્ષ એટલે કે 2026માં પહેલા છ માસિકમાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 48મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધિત કરતા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ આ જાણકારી આપી હતી.

મુકેશ અંબાણીએ શું કહ્યું

મુકેશ અંબાણીએ કહ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે જિયો તેના આઈપીઓ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમારું લક્ષ્ય 2026ના પ્રથમ છ માસિક સુધીમાં જિઓને સૂચિબદ્ધ કરવાનું છે. હું તમને ખાતરી આપું છું કે જિયો આપણા વૈશ્વિક સમકક્ષો જેવું જ મૂલ્ય ઊભું કરશે. મને વિશ્વાસ છે કે તમામ રોકાણકારો માટે આ એક ખૂબ જ આકર્ષક તક હશે.

રિલાયન્સ જિયોએ આજે 500 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કરી લીધો છે. શેર હોલ્ડર્સ અને ગ્રાહકોનો આભાર વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ જિયોને લાઇફ ચેન્જર ગણાવ્યું હતું. જિયોની ઉપલબ્ધિઓ ગણાવતાં તેમણે કહ્યું કે જિયોએ કેટલીક અકલ્પનીય બાબતો કરી છે. જેમ કે વોઈસ કોલ ફ્રી કરવા, ડિજિટલ પેમેન્ટ કરવાની રીતમાં ફેરફાર કરવો, આધાર, યુપીઆઈ, જનધન જેવા ડિજિટલ પ્લેટફોર્મને પુનર્જીવિત કરવા અને દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની કરોડરજ્જુ તરીકે કામ કરવું.

આ પણ વાંચો – ટીવીએસે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, 158 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ટ્રુ 5જીએ ડિજિટલ કનેક્ટિવિટીની સ્પીડ, વિશ્વસનીયતા અને પહોંચને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. મેં લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે જિયોએ મારું જીવન બદલી નાખ્યું છે અથવા મને જિયો ગમે છે. પરંતુ હું દિલથી કહું છું કે ખરેખર દરેક ભારતીયએ જિયોને પોતાના જીવનનો હિસ્સો બનાવીને તેને ઉભું કર્યું છે.

રિલાયન્સ-ગુગલની ભાગીદારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને આગળ વધારવા માટે એક નવી, સંપૂર્ણ માલિકીની કંપનીની રચનાની જાહેરાત કરી છે. તેમણે Google સાથે ભાગીદારીની જાણકારી આપી, જે અંતર્ગત Gemini AI, જામનગર ક્લાઉડ રિજન, AI સ્માર્ટફોન અને XR ડિવાઇસ લોન્ચ કરવામાં આવશે.

આ સાથે RIL એ Meta સાથે પણ ભાગીદારી કરી છે જેથી ભારતમાં સોવરેન, એન્ટરપ્રાઇઝ-રેડી AI વિકસિત અને ઉપલબ્ધ કરાવવામાં આવે.

આકાશ અંબાણીએ શું કહ્યું

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે દેશમાં સૌથી ઝડપથી 5Gના રોલઆઉટ બાદ જિયોના 5G ગ્રાહકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. જિયો ટ્રૂ 5જી નેટવર્ક સાથે 22 કરોડથી વધુ યૂઝર્સ જોડાયેલા છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જિયો આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ