ગુગલની જિયો યુઝર્સને ભેટ, 35100 રુપિયાની કિંમતનું Google AI Pro એકદમ ફ્રી

Jio Google Partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે આજે નવી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ ભાગીદારી હેઠળ જિયો યુઝર્સને 18 મહિના માટે Google AI Pro પ્લાનનો મફત ઍક્સેસ આપવામાં આવશે. બજારમાં તેની કિંમત લગભગ 35,100 રૂપિયા પ્રતિ યુઝર છે

Written by Ashish Goyal
October 30, 2025 23:19 IST
ગુગલની જિયો યુઝર્સને ભેટ, 35100 રુપિયાની કિંમતનું Google AI Pro એકદમ ફ્રી
Jio Google Partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે આજે નવી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Jio Google Partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ગૂગલે આજે નવી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જેનો હેતુ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને ઝડપથી આગળ વધારવાનો છે. આ ભાગીદારી હેઠળ જિયો યુઝર્સને 18 મહિના માટે Google AI Pro પ્લાનનો મફત ઍક્સેસ આપવામાં આવશે. બજારમાં તેની કિંમત લગભગ 35,100 રૂપિયા પ્રતિ યુઝર છે.

આ ઓફરમાં Google Gemini 2.5 Pro, લેટેસ્ટ Nano Banana અને Veo 3.1 મોડલ, શાનદાર ઇમેજ અને વીડિયો જનરેશન માટે વિસ્તૃત લિમિટ, અભ્યાસ અને સંશોધન માટે Notebook LM ની એડવાન્સ ઍક્સેસ અને 2TB ક્લાઉડ સ્ટોરેજ જેવી પ્રીમિયર સર્વિસનો સમાવેશ થાય છે.

પ્રારંભિક તબક્કામાં આ ફીચર 18 થી 25 વર્ષની વયના જિયો યુઝર્સ માટે ઉપલબ્ધ થશે

પ્રારંભિક તબક્કામાં આ ફીચર 18 થી 25 વર્ષની વયના જિયો યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ પછી તેને ધીમે ધીમે જિયોના તમામ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. આ AI એક્સેસ ફક્ત એવા યુઝર્સ માટે ઉપલબ્ધ થશે જેમની પાસે 5G અનલિમિટેડ પ્લાન છે. આ પહેલ રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ અને ગુગલ મળીને સંચાલિત કરશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ભારતીય ગ્રાહક, સંસ્થા અને ડેવલપરને AI ના પાવર સાથે જોડવાનો અને દેશને ડિજિટલ ઇનોવેશનના આગલા તબક્કા પર લઈ જવાનો છે.

આ ભાગીદારી રિલાયન્સના ‘AI for All’ ના વિઝન સાથે સુસંગત છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ 1.45 અબજ ભારતીયો સુધી AI સેવાઓ પહોંચે તેવો છે. ગુગલ જેવા લાંબા ગાળાના ભાગીદારો સાથે મળીને અમે ભારતને AI સક્ષમ નહીં પરંતુ AI સપોર્ટેડ બનાવવા માંગીએ છીએ. જ્યાં દરેક નાગરિક અને સંસ્થા એઆઈનો ઉપયોગ કરીને આગળ વધી શકે.

અમે આ સહયોગને એઆઈના યુગમાં લઈ જઈ રહ્યા છીએ – સુંદર પિચાઈ

ગુગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે રિલાયન્સ અમારા માટે ભારતના ડિજિટલ ભવિષ્યને સાકાર કરવામાં એક મુખ્ય ભાગીદાર રહ્યું છે. હવે અમે આ સહયોગને એઆઈના યુગમાં લઈ જઈ રહ્યા છીએ. આ પહેલ ગૂગલના અત્યાધુનિક AI ટૂલ્સને ભારતમાં ગ્રાહકો, વ્યવસાયો અને વિકાસકર્તાઓ સુધી પહોંચાડશે.

આ પણ વાંચો – ગેલેક્સી AI નો હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે ઉપયોગ, આ સાથે કુલ 22 ભાષામાં ઉપલબ્ધ

દુનિયામાં ભારત AI નું હબ બની શકે આ માટે રિલાયન્સ અને ગુગલ ભારતમાં એડવાન્સ AI હાર્ડવેર એટલે કેTensor Processing Units (TPUs) ની કંપનીઓની પહોંચ વધારશે. આનાથી ભારતીય ઉદ્યોગોને મોટા અને જટિલ AI મોડલ વિકસાવવામાં મદદ મળશે.

કંપનીએ રિલાયન્સ ઇન્ટેલિજન્સને Google Cloud ના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વર્ણવ્યું છે. જે ભારતીય વ્યવસાયોમાં Gemini Enterprise ના ઉપયોગને પ્રોત્સાહન આપશે. તે એક આધુનિક AI પ્લેટફોર્મ છે જે કર્મચારીઓને વિવિધ કાર્યોમાં એઆઈ એજન્ટો બનાવવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ