scorecardresearch

અદાણી, અંબાણી કે ટાટા – કોની કંપનીમાં થઇ કમાણી, કોણે રોકાણકારોને રડાવ્યાં?

stock market return : ગૌત્તમ અદાણી (gautam adani) માટે 2022નું પણ વર્ષ અત્યંત ફાયદાકારક રહ્યુ છે. ટાટા ગ્રૂપ (tata group) ની એક ફ્લેગશિપ કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે, જાણો મુકેશ અંબાણી (mukesh ambani)ની કંપનીઓના શેરના હાલ.

અદાણી, અંબાણી કે ટાટા – કોની કંપનીમાં થઇ કમાણી, કોણે રોકાણકારોને રડાવ્યાં?

ભારતના કોર્પોરેટ સેક્ટરના સૌથી મોટા ત્રણ જૂથો – અદાણી ગ્રૂપ (adani group), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને ટાટા ગ્રૂપ (tata group) ની શેરબજાર (stock market)માં લિસ્ટેડ કંપનીઓના શેરમાં ચાલુ વર્ષ 2022માં તેજી જોવા મળી છે. આ ગ્રૂપ કંપનીઓએ રોકાણકારોને ડબલ ડિજિટમાં એટલે કે બે આંકડામાં રિટર્ન આપ્યું છે.

અદાણી ગ્રૂપ (adani group) ની લિસ્ટેડ કંપનીઓના શેરમાં (listed companies stock) અભૂતપૂર્વ તેજીના પગલે આ કોર્પોરેટ ગ્રૂપના વડા ગૌતમ અદાણી (gautam adani) સપ્ટેમ્બરમાં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ઉપરાંત ટાટા ગ્રૂપના 10 કંપનીઓના શેરમાં રોકાણકારોને ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યુ છે. જોકે વર્ષ 2022 દરમિયાન TCSએ 20 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની વાત કરીયે વર્ષ 2022 આ કોર્પોરેટ જૂથ માટે સામાન્ય રહ્યું છે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી અદાણી વિલ્મર સહિત અદાણી ગ્રૂપ કંપનીઓની માર્કેટકેપમાં જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં 92 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમાં તાજેતરમાં ગૌતમ અદાણી દ્વારા ટેકઓવર કરાયેલી ACC અને અંબુજા સિમેન્ટ કંપનીનો સમાવેશ થતો નથી.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સની (bloomberg billionaires index) છેલ્લી ગણતરી અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 130 અબજ ડોલર હતી. તો બીજી તરફ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 82.7 અબજ ડોલર હતી. અદાણી ગ્રૂપ પછી મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપનો નંબર આવે છે, જેમની છ લિસ્ટેડ કંપનીઓએ તેમના સંયુક્ત માર્કેટ કેપમાં 3 ટકાનો સામાન્ય વધારો દર્શાવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં માત્ર 0.40 ટકા જ વધ્યો છે.

ટાટા ગ્રૂપના 27 શેરોએ માર્કેટકેપમાં સંયુક્ત રીતે 12.23 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જેનું કારણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની ટીસીએસ ટાટા ગ્રૂપની માર્કેટકેપમાં 54 ટકા યોગદાન આપે છે.

અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત તેજી

અદાણી પાવર કંપનીએ ચાલુ વર્ષે રોકાણકારોને 274 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે, જ્યારે અદાણી વિલ્મરે તેની ઇશ્યૂ પ્રાઇસમાંથી 228 ટકાથી વધુ તેજી દેખાડી છે અને અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 101.98 ટકાથી વધારે ઉછળ્યો છે.

ટાટા ગ્રુપના ક્યાં સ્ટોકમાં કેટલું રિટર્ન મળ્યુ?

ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની વાત કરીયે તો TRFએ 95 ટકાથી વધુ, ઓરિએન્ટલ હોટેલ્સે 89 ટકાથી વધુ, ધી ઈન્ડિયન હોટેલ્સ કંપનીએ 84 ટકા, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને 70.08 ટકા અને તેજસ નેટવર્ક્સે 60.61 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

મુકેશ અંબાણીની માત્ર એક જ કંપનીમાં રોકાણકારોને કમાણી

મુકેશ અંબાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર એક જ કંપનીએ ચાલુ વર્ષે રોકાણકારોને કમાણી કરાવી છે. વર્ષ 2022માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બાદ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના સ્ટોકમાં રિટર્ન મળ્યું નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 25 ટકા રિટર્ન આપ્યું છે. તો બીજી બાજુ હાથવે ભવાની કેબલટેલ અને ડેટાકોમ કંપનીનો શેર 39 ટકા ઘટ્યા છે. તેવી જ રીતે જસ્ટ ડાયલ કંપનીના શેરમાં 31 ટકા, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં 29 ટકા અને ડેન નેટવર્ક્સમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Web Title: Reliance industries adani group tata stock market return calculator

Best of Express