/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Mukesh-Ambani-Reliance-Industries.jpg)
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. (Photo - RIL.com)
Reliance Industries Share All Time High And Marketcap : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રેકોર્ડ લેવલે પહોંચ્યો છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 7 ટકા ઉછળી ઇન્ટ્રા-ડેમાં 2900 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. આ સાથે 19.59 લાખ કરોડ રૂપિયાની માર્કેટકેપ સાથે RIL દેશની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીના સ્થાને અડીખમ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી કેમ આવી અને રોકાણકારોએ શેર વેચવો કે રાખવો…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રેકોર્ડ હાઇ (Reliance Industries Share Record High)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા ત્રણેક મહિનાથી મક્કમ તેજી જોવા મળી રહી છે. રિલાયન્સનો શેર 2710 રૂપિયાના પાછલા બંધ સામે સોમવારે 2713 રૂપિયા ખુલ્યો હતો. આ બ્લુ ચિપ શેર 7 ટકા ઉછળીને 2906 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો, જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. સેશનના અંતે શેર 6.6 ટકા વધીને 2890 રૂપિયા બંધ થયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/bse-sensex.jpg)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ 19.55 લાખ કરોડ (Reliance Industries Marketcap)
RILના શેરમાં તેજીથી માર્કેટકેપ પણ વધીને 19,59,444 કરોડ રૂપિયા થઇ હતી. જે રિલાયન્સને ભારતીય શેરબજારમાં લિસ્ટેડ સૌથી મૂલ્યવાન કંપની બનાવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા ત્રણેક મહિનાથી સતત વધી રહ્યો છે. આરઆઈએલનો શેર નવેમ્બરમાં 4 ટકા, ડિસેમ્બરમાં 9 ટકા અને જાન્યુઆરી 2024માં અત્યાર સુધી 8 ટકા વધ્યો છે. નોંધનિય છે કે, વર્ષ 2015થી આ સ્ટોક પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને વર્ષ 2023માં 11.5 ટકા વધ્યો છે.
સોમવારે શેરબજાર બીએસઇ સેન્સેક્સ 1241 પોઇન્ટ વધીને 71941 બંધ થયો હતો. આ સાથે બીએસઇ ખાતે તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ વધીને 377.13 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/share-Trading-1.jpg)
RILનો શેર કેમ વધ્યો?
મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી બ્લૂમબર્ગનો એક રિપોર્ટ બાદ આવી છે. આ રિપોર્ટ મુજબ વોલ્ટ ડીઝની ઈન્ડિયા યુનિટની ખરીદીને લઇ આરઆઈએલની સાતે ચાલી રહેલી વાતચીતમાં તેની વેલ્યૂએશન અડધી થઇ ગઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વાતચીત બાદ ડિઝની ભારતની એસેટ્સની વેલ્યૂ હવે લગભગ 4.5 અબજ ડોલર છે, જ્યારે અગાઉ તેણે 10 અબજ ડોલરની વેલ્યૂ મૂકી હતી.
આ પણ વાંચો | બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર અને શેર બાયબેક ટેક્સ નાબૂદ કરવા માંગ
રિલાયન્સ ઇન્ડસ્ટ્ર્રીઝનો શેર ખરીદવો કે વેચવો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક વધતા રોકાણકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે કે શેર હોલ્ડ કરવો, ખરીદવો કે વેચવો. મૂડીખર્ચ જવાબદારીના રિ-પેમેન્ટને કારણે ત્રિમાસિક ધોરણે 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનું ઋણ બોજ થોડુંક વધ્યું છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર એનાલિસ્ટોએ ભવિષ્યમાં તેમાં ડાઉનવર્ડ ટ્રેન્ડની ભવિષ્યવાણી કરી છે. બ્રોકરેજ હાઉસ CITI એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં RILના શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને 2910 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us