RIL Share Price : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 14થી 28 ટકા ઉછાળાની આગાહી, જાણો બ્રોકરેજ હાઉસે આરઆઈએલના શેર ભાવમાં ઉંચો ટાર્ગેટ કેમ આપ્યા

Reliance Industries Share Price Outlook : મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સુધારાનો માહોલ છે. શાનદાર ત્રિમાસિક પરિણામ બાદ મોટાભાગના બ્રોકરેજ હાઉસે આરઆઈએલ માટે બુલિશ આઉટલૂક સાથે શેરમાં ઉંચા ટાર્ગેટ આપ્યા છે

Written by Ajay Saroya
October 30, 2023 16:37 IST
RIL Share Price : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 14થી 28 ટકા ઉછાળાની આગાહી, જાણો બ્રોકરેજ હાઉસે આરઆઈએલના શેર ભાવમાં ઉંચો ટાર્ગેટ કેમ આપ્યા
મુકેશ અંબાણી (Express Photo)

Reliance Industries Share Price Outlook : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા ઘણા મહિનાથી ચર્ચામાં છે. રિલાયન્સે તાજેતરમાં નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા પછી સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)નો શેર 2324 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 2308 રૂપિયા બંધ થયો હતો. જુલાઇ- સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 27 ટકા વધીને 17,394 કરોડ રૂપિયા થયો છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં કંપનીએ 13,656 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ઓઈલ અને ગેસ બિઝનેસની રેવન્યૂમાં ઉછાળો આવ્યો છે અને ફેશન-લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં વૃદ્ધિ તેમજ ગ્રોસરી અને ઇ-કોમર્સથી પણ આવકમાં વધારો થયો હતો. કંપનીની ઓપરેટિંગ રેવન્યૂ 2.34 લાખ કરોડ રૂપિયા પર લગભગ સ્થિર રહી હતી. હાલમાં પરિણામો બાદ મોટા ભાગના બ્રોકરેજ હાઉસ પણ રિલાયન્સના શેરને લઈને સકારાત્મક છે અને તેમણે 2900 રૂપિયાથી વધુના ટાર્ગેટ સાથે ખરીદી કરવાની સલાહ આપી છે.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનો આઉટલૂક

રેટિંગ : ખરીદોલક્ષ્ય : 2760 રૂપિયાહાલનો બજાર ભાવ : 2266 રૂપિારિટર્નનો અંદાજ : 22 ટકા

બ્રોકરેજ હાઉસ જેએમએમ ફાઇનાન્શિયલનો આઉટલૂક

રેટિંગ : ખરીદોટાર્ગેટ : 2900 રૂપિયાCMP : 2266 રૂપિયારિટર્નનો અંદાજ: 28 ટકા

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝનો આઉટલૂક

રેટિંગ : ADDટાર્ગેટ : 2585 રૂપિયાCMP : 2266 રૂપિયારિટર્ન અંદાજનો : 14 ટકા

ગ્લોબલ બ્રોકરેજ હાઉસનો RILના શેરનો આઉટલૂક

નોમૂરા (Nomura) : રેટિંગ- ખરીદો, ટાર્ગેટ – 2925 રૂપિયા, સંભવિત રિટર્ન – 29 ટકા

એન્ટિક (Antique) : રેટિંગ- ખરીદો, ટાર્ગેટ – 2904 રૂપિયા, રિટર્નની ધારણા – 28 ટકા

મેક્વેરી (Macquarie) : રેટિંગ- ન્યુટ્રલ, ટાર્ગેટ – 2200 રૂપિયા, સંભવિત રિટર્ન – નેગેટિવ

HSBC: રેટિંગ- હોલ્ડ, ટાર્ગેટ – 2460 રૂપિયા, રિટર્નનો અંદાજ – 9 ટકા

મોર્ગન સ્ટેનલી: રેટિંગ: વધુ વજન, ટાર્ગેટ – 2821 રૂપિયા, રિટર્નનો અંદાજ- 24 ટકા

બ્રોકરેજ હાઉસનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેર વિશે આઉટલૂક

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, જુલાઇ- સપ્ટેમ્બર 2024માં રિલાયન્સનો કોન્સોલિડેટેડ EBITDA અપેક્ષા કરતાં વધુ સારું રહ્યો છે. તેમાં વાર્ષિક ધોરણે 31 ટકા અને ત્રિમાસિક ધોરણે 7.5 ટકા વૃદ્ધિ થઈ છે. O2C અને રિટેલ EBITDA અંદાજ કરતાં વધુ સારા હોવાને કારણે આ શક્ય બન્યું, જોકે ડિજિટલ EBITDA અનુમાન મુજબ હતું. મજબૂત રિફાઇનિંગ માર્જિનને કારણે O2C EBITDA આશરે 16300 રૂપિય કરોડ હતો. ટેલિકોમ કંપની જિયો ઇન્ફોકોમ વિશે વાત કરીએ તો, યુઝર્સ દીઠ સરેરાશ આવક (ARPU) અપેક્ષાઓ કરતાં ઓછી રહી છે પરંતુ ગ્રાહકોની વૃદ્ધિ ચાલુ છે. રિટેલ EBITDA આશરે 5830 કરોડ રૂપિયા છે જે અપેક્ષા કરતાં વધુ સારું છે. ગ્રોસરી તેમજ ફેશન અને લાઈફસ્ટાઇલ બિઝનેસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. કેપેક્સ ઉંચો રહે છે. મેનેજમેન્ટનું કહેવું છે કે નાણાંકીય વર્ષ 24માં કેપેક્સ તેની ટોચે પહોંચી શકે છે. ડિસેમ્બર 2023ના અંત સુધીમાં 5G રોલઆઉટને કારણે મૂડીમાં થોડો ઘટાડો થઈ શકે છે.

કુલ મળી આરઆઈએલનું ચોખ્ખું દેવું ત્રિમાસિક ધોરણે 8800 કરોડ રૂપિયા ઘટ્યું છે. RRVLમાં ઇક્વિટી હિસ્સાના વેચાણ દ્વારા 10300 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાને કારણે દેવું ઘટ્યું છે. હાલ દેવાને લઈને ચિંતા ઓછી થઈ રહી છે. RIL આગામી 3 થી 5 વર્ષમાં 14-15% EPS CAGR પહોંચે તેવી ક્ષમતા ધરાવે છે. જો કે, રોકાણના દૃષ્ટિકોણથી પર હાઈ મલ્ટિપલ સાથે મંદ રિટર્ન રેશિયો, જે તમામ જોખમો (નીચું માર્જિન, ગ્રીન એનર્જી એક્ઝિક્યુશન/સ્કેલ/ ટાઈમ લાઇનમાં ઘટાડો)ને ઓછા કરે છે, સાવચેતી રાખવાનું કારણ હોઈ શકે છે.

(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ફાઈનાન્સિયલ એક્સપ્રેસના પોતાના મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ