Reliance Jio 3599 Rupee Recharge Plan : રિલાયન્સ જિયો ગ્રાહકો માટે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી, ટેલિકોમ અને એઆઈ ટૂલ્સ પ્રદાન કરતી ટેક કંપનીઓ વચ્ચે ભાગીદારી થઇ છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ જેમિની એઆઈ સબ્સ્ક્રિપ્શન ફ્રી આપવા માટે જાયન્ટ ગૂગલ સાથે હાથ મિલાવ્યા હતા. જો તમે પ્રો ગૂગલ જેમિની સબ્સ્ક્રિપ્શન મફત મેળવવા માંગો છો, તો તમે જિયોના 3599 રૂપિયાના પ્રીપેડ પ્લાનને રિચાર્જ કરી શકો છો. આ પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આનો અર્થ એ છે કે તમને વારંવાર રિચાર્જ કરવાની છંછટ નહીં રહે. તમને જણાવી દઈએ કે જિયોનો આ વાર્ષિક રિચાર્જ પ્લાન કેમ ખાસ છે અને તેમાં કયા ફાયદા મળી રહ્યા છે.
Reliance Jio Plan 3599 Rupee : રિલાયન્સ જિયો 3599 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રિલાયન્સ જિયોના 3599 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. એટલે કે તમને 1 વર્ષ સુધી વારંવાર રિચાર્જ કરવાની ચિંતા નહીં રહે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. ગ્રાહકો કુલ 912.5 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. દરરોજ મળતા ડેટા પૂરા થયા બાદ સ્પીડ ઘટીને 64 કેબીપીએસ થઈ જાય છે. જિયોનું 5 જી નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકો અનલિમિટેડ 5 જી ડેટાનો ઉપયોગ કરી શકે છે.
જિયોના આ રિચાર્જમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ ઉપલબ્ધ છે. એટલે કે, ગ્રાહકો કોઈ પૈસા ચૂકવ્યા વિના દેશભરના કોઈપણ નેટવર્ક પર લોકલ-એસટીડી કોલ કરી શકે છે. ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ ફ્રી ઓફર પણ કરવામાં આવે છે.
ગૂગલ-જિયો પાર્ટનરશીપની વાત કરીએ તો 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોને 18 મહિના માટે મફત ગૂગલ જેમિની પ્રો પ્લાન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જેમિની પ્રોના આ સબ્સ્ક્રિપ્શનની કિંમત 35100 રૂપિયા છે.
ઈ-પાસપોર્ટ શું છે? ઇલેક્ટ્રોનિક ચિપથી આ પાસપોર્ટ કોણ બનાવી શકે છે? કેવી રીતે બનાવવું અને લાભ કેવી રીતે મેળવવો તે જાણો
ઉલ્લેખનીય છે કે ગૂગલ જેમિની ઓફરનો લાભ લેવા માટે, યુઝર્સે સમગ્ર ઓફર સમયગાળા દરમિયાન 349 રૂપિયા અથવા તેથી વધુના અમર્યાદિત 5જી પ્લાન પર સક્રિય રહેવું આવશ્યક છે.
Jio Special Offer : જિયો સ્પેશિયલ ઓફર
જિયો સ્પેશિયલ ઓફર હેઠળ ગ્રાહકોને જિયો ફાઇનાન્સ પાસેથી જિયો ગોલ્ડની ખરીદી પર એક ટકા વધારાનું સોનું મળશે. ગ્રાહકો દાવો કરવા માટે 8010000524 પર કૉલ કરી શકે છે.
નવું કનેક્શન લેવા પર તમને JioHomeની 2 મહિનાની ફ્રી ટ્રાયલ મળશે.
ગ્રાહકોને 3 મહિનાના JioHotstar મોબાઇલ / ટીવી સબ્સ્ક્રિપ્શન પણ મફતમાં મળશે.
આ સિવાય આ રિચાર્જ પ્લાનમાં JioAICloud પર 50 જીબી ફ્રી સ્ટોરેજ પણ આપવામાં આવી રહી છે.





