scorecardresearch

Jio 5G in India: તમારા શહેરમાં 5G આવ્યું? ભારતના આ 94 શહેરોમાં Jio True 5G પહોંચ્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Reliance Jio 5G service started city list : રિલાયન્સ જિયોએ ભારત (India 5G) ના 94 જેટલા શહેરોમાં 5જી સેવા શરૂ કરી દીધી છે, તો જોઈએ કયા રાજ્યમાં કયા શહેરમાં 5જી સેવા ચાલુ કરી દેવામાં આવી છે? જિયો વેલકમ ઓફર (jio welcome offer) નો લાભ કેવી રીતે લઈ શકો?

Jio 5G in India: તમારા શહેરમાં 5G આવ્યું? ભારતના આ 94 શહેરોમાં Jio True 5G પહોંચ્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ
રિલાયન્સ જિયોએ 94 શહેરમાં 5જી સેવા શરૂ કરી દીધી

Reliane Jio 5G Services in India: 1 ઓક્ટોબર 2022 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) એ દેશમાં 5G નેટવર્ક લોન્ચ કર્યું. રિલાયન્સ જિયો અને એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ છે જેમણે દેશમાં 5G સેવાઓ શરૂ કરી છે. Reliance Jio વિશે વાત કરીએ તો, કંપની દરરોજ નવા શહેરો અને રાજ્યોમાં સતત 5G નેટવર્ક લોન્ચ કરી રહી છે. Jio એ હાલમાં જ દેહરાદૂનની સાથે ઉત્તરાખંડમાં 5G સેવા શરૂ કરી છે. અમે તમને એવા શહેરોની સંપૂર્ણ યાદી જણાવીશું જ્યાં 5G કનેક્ટિવિટી હવે ઉપલબ્ધ છે. ઉપરાંત, અમે તમને Jio વેલકમ ઑફર વિશે પણ સંપૂર્ણ માહિતી આપીશું.

રિલાયન્સ જિયોએ મંગળવારે (10 જાન્યુઆરી, 2022) આસામના 4 શહેરો સિવાય અન્ય રાજ્યોના 7 શહેરોમાં 5G સેવા શરૂ કરી. જેમાં કર્ણાટક (હુબલી-ધારવાડ, મેંગ્લોર, બેલગામ), કેરળ (ચેરતાલા), તેલંગાણા (વારંગલ, કરીમનગર) અને મહારાષ્ટ્ર (સોલાપુર)નો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, True Jio 5G સપોર્ટ સાથે તમામ શહેરોમાં 5G નો ઉપયોગ કરનારા ગ્રાહકોને Jio વેલકમ ઑફર પણ આપવામાં આવી રહી છે. Jio વેલકમ ઑફરમાં, ગ્રાહકો કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના 1Gbps સ્પીડ પર અનલીમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકે છે.

Jio વેલકમ ઓફર

Jio વેલકમ ઑફર સાથે ઇન્વાઇટ સિસ્ટમ દ્વારા 5G નેટવર્ક ઑફર કરી રહ્યું છે. જે યુઝર્સ પાસે Jio સિમ કાર્ડ અને 5G સપોર્ટ સાથેનો સ્માર્ટફોન છે અને 5G નેટવર્ક ધરાવતા શહેરમાં તેઓ રહે છે તેઓ Jio 5G નો ઉપયોગ કરી શકે છે. ઈનવાઈટ રિસિવ કરવા પર, Jio યુઝર્સને એક્ટિવ રિચાર્જ હેઠળ વધારાનો અનલીમિટેડ 5G ડેટાનો લાભ મળશે.

વધારાનો 5G ડેટા ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી યુઝર્સ પાસે માન્ય એક્ટિવ બેઝ પ્લાન હશે. ઈનવાઈટ પ્રાપ્ત કરનારા ગ્રાહકોને ોટિફિકેશન દ્વારા માહિતી મોકલવામાં આવશે. યુઝર્સ તેમની MyJio એપ પર જઈને આ સંબંધિત માહિતી મેળવી શકે છે.

Jio એ 61 રૂપિયાનો ડેટા પેક લૉન્ચ કર્યો (Jio launches 61 rupees data pack)

Jio એ તેના ગ્રાહકો માટે 61 રૂપિયામાં પહેલો 5G ડેટા પેક લોન્ચ કર્યો છે. આ ડેટા પેક રૂ. 119, રૂ. 149, રૂ. 179, રૂ. 199 અને રૂ. 209ના પ્રીપેડ એક્ટિવ પ્લાન સાથે મેળવી શકાય છે. 61 રૂપિયાના ડેટા પેકની વેલિડિટી યુઝરના હાલના પ્લાન જેટલી જ છે. આ પેકમાં 6 GB ડેટા ઉપલબ્ધ છે અને પ્લાનમાં ઉપલબ્ધ ડેટા સમાપ્ત થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

Reliance Jio 5G સેવાઓ: સંપૂર્ણ લીસ્ટ

Jio True 5G આ 94 શહેરોમાં પહોંચ્યું (Jio True 5G: 94 city live)

4 ઓક્ટોબર, 2022: Delhi, Mumbai, Varanasi, Kolkata (દિલ્હી, મુંબઈ, વારાણસી, કોલકાતા)

22 ઓક્ટોબર, 2022: Nathdwara, Chennai (નાથદ્વારા, ચેન્નાઈ)

નવેમ્બર 10, 2022: Bengaluru, Hyderabad (બેંગલુરુ, હૈદરાબાદ)

નવેમ્બર 11, 2022: Gurugram, Noida, Ghaziabad, Faridabad (ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ)

નવેમ્બર 23, 2022: Pune (પુણે)

નવેમ્બર 25, 2022: 33-districts of Gujarat (ગુજરાતના તમામ 33 જિલ્લાઓ)

ડિસેમ્બર 14, 2022: Ujjain temples (ઉજ્જૈનના મંદિરો)

ડિસેમ્બર 20, 2022: Kochi, Guruvayur temple (કોચી, ગુરુવાયુર મંદિર)

ડિસેમ્બર 26, 2022: Tirumala, Vijayawada, Vishakhapatnam, Guntur (તિરુમાલા, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટુર)

28 ડિસેમ્બર, 2022: Lucknow, Trivandrum, Mysuru, Nashik, Aurangabad, Chandigarh, Mohali, Panchkula, Zirakpur, Kharar, Derabassi (લખનૌ, ત્રિવેન્દ્રમ, મૈસુર, નાસિક, ઔરંગાબાદ, ચંદીગઢ, મોહાલી, પંચકુલા, ઝીરકપુર, ખરર, દેરાબસ્સી)

ડિસેમ્બર 29, 2022: Bhopal, Indore (ભોપાલ, ઈન્દોર)

5 જાન્યુઆરી, 2023: Bhubaneshwar, Cuttack (ભુવનેશ્વર, કટક)

જાન્યુઆરી 6, 2023: Jabalpur, Gwalior, Ludhiana, Siliguri (જબલપુર, ગ્વાલિયર, લુધિયાણા, સિલીગુડી)

7 જાન્યુઆરી, 2023: Jaipur, Jodhpur, Udaipur (જયપુર, જોધપુર, ઉદયપુર)

9 જાન્યુઆરી, 2023: Agra, Kanpur, Meerut, Prayagraj, Tirupati, Nellore, Kozhikode, Thrissur, Nagpur, Ahmednagar (આગ્રા, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ, તિરુપતિ, નેલ્લોર, કોઝિકોડ, થ્રિસુર, નાગપુર, અહમદનગર)

જાન્યુઆરી 10, 2023: Guwahati, Hubli-Dharwad, Mangalore, Belgaum, Chertala, Warangal, Karimnagar, Solapur (ગુવાહાટી, હુબલી-ધારવાડ, મેંગ્લોર, બેલગામ, ચેરતાલા, વારંગલ, કરીમનગર, સોલાપુર)

જાન્યુઆરી 11, 2023: Dehradun (દહેરાદૂન)

Web Title: Reliance jio 5g service started in which city full list in india

Best of Express