Reliance Jio IPO : રિલાયન્સ જિયો આઈપીઓ 2026માં ક્યારે આવશે? સંભવિત ટાઇમલાઇન થી લઇ વેલ્યૂએશન સુધીની વિગત જાણો

Reliance Jio IPO : રિલાયન્સ જિયો આઈપીઓની રોકાણકારો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 48મા AGMમાં રોકાણકારોને સંબોધતા ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jio ને લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. રોકાણકારો માટે આ ખૂબ જ આકર્ષક તક હશે."

Written by Ajay Saroya
Updated : November 27, 2025 15:07 IST
Reliance Jio IPO : રિલાયન્સ જિયો આઈપીઓ 2026માં ક્યારે આવશે? સંભવિત ટાઇમલાઇન થી લઇ વેલ્યૂએશન સુધીની વિગત જાણો
Jio IPO : જિયો આઈપીઓ

Reliance Jio IPO Expected Details : રિલાયન્સ જિયો આઈપીઓ વિશે શેરબજારમાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. રોકાણકારો પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપકમિંગ રિલાયન્સ Jio IPOની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રિલાયન્સ જિયોનો પબ્લિક ઇશ્યુ વર્ષ 2026ના પ્રથમ ભાગમાં આવવાની ધારણા છે. આ IPO 2006 માં રિલાયન્સ પેટ્રોલિયમ પછી મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રૂપનો સૌથી મોટો IPO હોવાની અપેક્ષા છે.

Reliance Jio IPO ક્યારે આવશે?

29 ઓગસ્ટ, 2025 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં રોકાણકારોને સંબોધતા, ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, વર્ષ 2026ના પ્રથમ છ મહિના સુધીમાં રિલાયન્સ Jio ના શેર લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.

અંબાણીએ શેરધારકોને કહ્યું, “મને ગર્વ છે કે જિયો તેના IPO માટે ફાઇલ કરવાની તમામ તૈયારીઓ કરી રહ્યું છે.” તેમણે ઉમેર્યું, “અમારું લક્ષ્ય 2026 ના પહેલા ભાગમાં જિયોને લિસ્ટ કરવાનું છે, તે બધી મંજૂરીઓને આધીન છે. આ લિસ્ટિંગ દર્શાવે છે કે જિયો વૈશ્વિક કંપનીઓ જેટલી જ ઝડપથી મૂલ્ય બનાવી શકે છે. રોકાણકારો માટે આ ખૂબ જ આકર્ષક તક હશે.”

Jio IPO સંભવિત મૂલ્યાંકન

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જિયોના મેગા IPOનું મૂલ્ય 170 અબજ ડોલર સુધી હોઈ શકે છે. સરખામણી માટે, જિયોની હરીફ ભારતી એરટેલનું બજાર મૂલ્ય હાલમાં લગભગ 140 અબજ ડોલર જેટલું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો પ્લેટફોર્મ્સમાં 66.5% હિસ્સો ધરાવે છે, અને જિયો પ્લેટફોર્મ્સ જ રિલાયન્સ જિયો ઇન્ફોકોમની માલિકી ધરાવે છે.

રિલાયન્સ જિયોનો બિઝનેસ ગ્રોથ

ટેરિફ વધારા પછી Jio ની સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં Jio નો ARPU ₹209 હતો, જે ટેરિફમાં વધારો શરૂ થયા પછી 63 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. Jio 42.3% રેવન્યુ માર્કેટ શેર ધરાવે છે, જ્યારે Airtel 39.2% સાથે બીજા ક્રમે છે.

જિયો કસ્ટમરની સંખ્યા સતત વધી

નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં જિયોએ એક મોટો સીમાચિહ્ન પાર કર્યો. તેના કુલ ગ્રાહકોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. કંપની પાસે હવે 50.6 કરોડથી વધુ યુઝર્સ છે. (ઇનપુટ : ફાઈનાન્સિયલ એક્સપ્રેસ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ