Reliance Jio Launches JioBharat V3 V4: જિયો દ્વારા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024માં લેટેસ્ટ 2 સસ્તા ફોન લોન્ચ કર્યા છે. જિયોભારત સિરીઝના આ બે નવા મોડલ 1099 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. જિયોભારત સિરીઝ હેઠળ વી3 અને વી4 બંને 4જી ફીચર ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને જિયોભારત ફીચર ફોનમાં 455થી વધુ લાઇવ ટીવીની મજા માણશે.
JioBharat V3, V4 Price : જિયોભારત V3, V4 કિંમત
જિયો ભારતના આ બંને નવા મોડલને 1099 રૂપિયાની કિંમતે બજારમાં રજૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષ (2023)માં જિયોભારત વી2 મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર જિયોભારત ફીચર ફોન દ્વારા લાખો 2જી ગ્રાહકો 4જીમાં માઇગ્રેટ થયા છે. મુકેશ અંબાણીની માલિકીની જિયો દેશમાં વધુને વધુ 2G યુઝર્સને 4G નેટવર્ક પર શિફ્ટ કરવાનો ઇરાદો ધરાવે છે.
JioBharat V3, V4 Features : જિયોભારત V3, V4 ફીચર્સ
જિયોભારત સીરિઝના આ બંને નેક્સ્ટ-જનરેશન ફોનમાં આધુનિક ડિઝાઇન, 1000 એમએએચની દમદાર બેટરી, 128 જીબી સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ અને 23 ભારતીય ભાષાઓ માટે સપોર્ટ મળે છે. જિયોભારત ફોનને માત્ર 123 રૂપિયામાં માસિક રિચાર્જ કરાવી શકાય છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલ અને 14 જીબી ડેટા પણ મળશે.
જિયોભારત વી3 અને વી4 ફોનમાં 455થી વધુ લાઇવ ટીવી
જિયોભારત વી3 અને વી4 બંને મોડલમાં જિયો-ટીવી, જિયો-સિનેમા, જિયો-પે અને જિયો-ચેટ જેવી કેટલીક બેસ્ટ પ્રીલોડેડ એપ્સ આપવામાં આવશે. જિયોએ આપેલી માહિતી મુજબ 455થી વધુ લાઇવ ટીવી સાથે, મૂવીઝ, વીડિયો અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ પણ ગ્રાહકોને એક ક્લિક પર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો | ટેક્નો કેમોન 30એસ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
ઉપરાંત જિયો પે સહિત સરળ પેમેન્ટ અને જિયો ચેટ, અનલિમિટેડ વોઇસ મેસેજિંગ, ફોટો શેર અને ગ્રુપ ચેટના મલ્ટીપલ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. જિયો ઇન્ડિયા વી3 અને વી4 ટૂંક સમયમાં તમામ મોબાઇલ સ્ટોર્સ તેમજ જિઓમાર્ટ અને એમેઝોન પર ઉપલબ્ધ થશે.