Jio Space Fiber | રિલાયન્સ જિયોનો નવો ધડાકો : ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે

Reliance Jio Space Fiber : રિલાયન્સ જિયો નવી સ્પેસ ફાઈબર ટેક્નોલોજી (Technology) લોન્ચ કરી, જે ઉપગ્રહ (Satellite) થી બ્રોડબેન્ડ કનેક્ટિવીટી (Broadband Connectivity) આપશે, એટલે કે ગીરના જંગલ (Gir National Park) સહિત આંતરિયાળ વિસ્તારમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ (High Speed Internet) સેવા મળશે.

Written by Kiran Mehta
Updated : October 27, 2023 14:49 IST
Jio Space Fiber | રિલાયન્સ જિયોનો નવો ધડાકો : ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે
રિલાયન્સ જિયોએ નવી જિયો સ્પેસ ફાઈબર ટેક્નોલોજી લોન્ચ

Jio Space Fiber Launch : રિલાયન્સ જિયો દેશના દૂરના વિસ્તારોને પણ પોતાની સાથે જોડવા માટે ‘Jio Space Fiber’ નામની નવી ટેક્નોલોજી લાવી છે. ‘જીઓ સ્પેસ ફાઈબર’ એ ઉપગ્રહ આધારિત ગીગા ફેટ ફાઈબર ટેક્નોલોજી છે, જે એવા અંતરિયાળ વિસ્તારોને જોડશે, જ્યાં ફાઈબર કેબલ દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે. આ સેવાનું Jio એ પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું છે.

જિયો સ્પેસ ફાઈબર દ્વારા ભારતના ચાર સૌથી દૂરના સ્થળોને જોડવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, છત્તીસગઢનું કોરબા, ઓરિસ્સાનું નબરંગપુર અને આસામનું ONGC-જોરહાટનો સમાવેશ થાય છે.

JioFiber અને Jio Air Fiber પછી ત્રીજી મોટી ટેકનોલોજી

રિલાયન્સ જિયોના કનેક્ટિવિટી પોર્ટફોલિયોમાં Jio Fiber અને Jio Air Fiber પછી આ ત્રીજી મોટી ટેક્નોલોજી છે. SES કંપનીના સેટેલાઇટનો ઉપયોગ ‘જિયો સ્પેસ ફાઇબર’ દ્વારા દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે કરવામાં આવશે. તેનો અર્થ એ કે ‘Jio Space Fiber’ હવે ગમે ત્યાં અને ગમે ત્યારે વિશ્વસનીય મલ્ટિ-ગીગાબીટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ‘જીઓ સ્પેસ ફાઇબર’ પડકારરૂપ વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે નવીન અને અદ્યતન NGSO ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

Reliance Jio Infocomm Limited ના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio એ પ્રથમ વખત ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્રદાન કર્યું છે. JiospaceFiber સાથે અમે લાખો અનકનેક્ટેડ લોકોને આવરી લઈશું. ઓનલાઇન સરકાર, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓથી, JiospaceFiber દરેકને, દરેક જગ્યાએ જોડશે.

SES ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગ્વેએ જણાવ્યું હતું કે, “Jio સાથે મળીને, અમે એક અનોખા ઉકેલ સાથે ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને સમર્થન આપવા માટે સન્માનિત છીએ. તેનો હેતુ ભારતમાં કોઈપણ સ્થાને પ્રતિ સેકન્ડ બહુવિધ ગીગાબીટ થ્રુપુટ આપવાનો છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ