Jio Recharge Plan : Reliance Jioના આ સસ્તું પ્લાનમાં દૈનિક આટલા જીબી ડેટા,અનલિમિટેડ કૉલ્સ,ફ્રી Disney+ Hotstarનો સમાવેશ, જાણો વિગતવાર

Jio Recharge Plan : Jio પાસે 1 વર્ષની વેલિડિટી સાથે ત્રણ રિચાર્જ પ્લાન છે. આમાં અનલિમિટેડ વોઈસ કોલ ઓફર કરવામાં આવે છે. રિલાયન્સ જિયો તેના રૂ. 3,178 પ્લાનમાં ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન ઑફર કરે છે. વધુમાં અહીં વાંચો

Written by shivani chauhan
October 12, 2023 16:03 IST
Jio Recharge Plan : Reliance Jioના આ સસ્તું પ્લાનમાં દૈનિક આટલા જીબી ડેટા,અનલિમિટેડ કૉલ્સ,ફ્રી Disney+ Hotstarનો સમાવેશ, જાણો વિગતવાર
રિલાયન્સ જિયોના તમામ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલ ઉપલબ્ધ છે.

Jio Recharge Plan : રિલાયન્સ જિયો ( Reliance Jio) એ તાજેતરમાં ખાસ કરીને વર્લ્ડ કપ (World Cup) સ્પેશિયલ પ્લાન્સ લોન્ચ કર્યા છે. Jio વર્લ્ડ કપ રિચાર્જ પ્લાન(Recharge Plan) માં ગ્રાહકોને Disney + Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની માલિકીની Jioએ કુલ 6 પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાંથી ₹ 3178નો પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે રજૂ કરવામાં આવ્યો છે. Jio પાસે પહેલાથી જ બે વાર્ષિક રિચાર્જ પ્લાન છે. ખાસ વાત એ છે કે આ પ્લાન્સને 1 વર્ષની વેલિડિટી સાથે રિચાર્જ કર્યા પછી તમારે વારંવાર રિચાર્જ કરવાની જરૂર નથી. Jio પાસે પહેલેથી જ 2,999 રૂપિયા અને 2,545 રૂપિયાના વાર્ષિક રિચાર્જ છે. ચાલો તમને 1 વર્ષની વેલિડિટી સાથેના આ ત્રણ પ્લાન વિશે વિગતવાર જણાવીએ…

3,178 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન

3,178 રૂપિયાના વાર્ષિક રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2GB ડેટા આપી રહી છે. ગ્રાહકો આ પ્લાનમાં કુલ 730GB ઈન્ટરનેટ ખર્ચી શકે છે. આ રિચાર્જ અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઑફર કરે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ ફ્રીમાં ઉપલબ્ધ છે.

ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને 1 વર્ષ માટે Disney + Hotstarનું સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ સિવાય આ રિચાર્જમાં Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Mini Countryman Shadow Edition : ભારતમાં વધુ એક લક્ઝુરિયસ કાર લોન્ચ, માત્ર 7.5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ મેળવશે; કિંમત અને ફિચર્સ જાણી ચોંકી જશો

2,545 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન

રિલાયન્સ જિયોના ₹ 2,545ના પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવે છે. એટલે કે Jio યુઝર્સ આ પ્લાનમાં કુલ 504GB ડેટાનો ઉપયોગ કરી શકે છે. દરરોજ ઉપલબ્ધ ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

રિલાયન્સ જિયોના આ વાર્ષિક પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલ્સ ઉપલબ્ધ છે. એટલે કે ગ્રાહકો કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલ્સનો લાભ લઈ શકે છે. આ રિચાર્જમાં દરરોજ 100 SMS મળે છે.

Reliance Jioના આ પ્રીપેડ પ્લાનમાં JioTV, JioCinema અને JioCloudનું સબસ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. જો તમે Jioના 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે આ રિચાર્જ સાથે અમર્યાદિત 5G ડેટાનો ઉપયોગ કરી શકશો.

આ પણ વાંચો:Oppo Find N3 Flip: Oppo Find N3 ફ્લિપની કિંમત ભારતમાં લોન્ચ પહેલા લીક, જાણો શું હશે આ ફ્લિપ ફોનમાં ખાસ

2,999 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન

Jioના આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 1 વર્ષ છે. રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે ગ્રાહકો આ પ્લાનમાં કુલ 912.5 GB ડેટાનો ઉપયોગ કરી શકે છે. પ્લાનમાં ઉપલબ્ધ દૈનિક ડેટા ખતમ થઈ ગયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.

Jioના આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર વોઈસ કોલ કરી શકાય છે. આ પેકમાં ગ્રાહકોને દરરોજ 100 SMS મળે છે.

રિલાયન્સ જિયોના આ પ્લાનમાં JioTV, JioCinema અને JioCloudનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. 5G ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકો આ પેકમાં અમર્યાદિત 5G ડેટાનો આનંદ લઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ