રિલાયન્સ જિયો નોકિયા સાથે 1.7 અબજ ડોલરનો સોદો કરશે, 5G નેટવર્કના ઉપકરણો ખરીદશેઃ રિપોર્ટ

Jio Nokia partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નોકિયાને એક મોટા સપ્લાયર તરીકે પસંદ કરી હતી

Jio Nokia partnership : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નોકિયાને એક મોટા સપ્લાયર તરીકે પસંદ કરી હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mobile Recharge Pack : એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ દૂર; આ રિચાર્જ પેકમાં મેળવો દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓટીટી સબ્સક્રિપ્શન

ઓગસ્ટ 2022માં Jioએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 11 અબજ ડોલરના એરવેવ્સ ખરીદયા હતા. (Express Photo)

Jio sign 1.7 billion deal with Nokia : Reliance Jio Infocomm ફિનલેન્ડની કંપની Nokia સાથે નવી ડીલ સાઈન કરવાની તૈયારી કરી રહી છે. નોકિયા અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ આ અઠવાડિયે 5G નેટવર્કના ઉપકરણોની ખરીદી માટે 1.7 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સે આ બાબત સાથે સંકળાયેલા લોકોને ટાંકીને 6 જુલાઇ, 2023ના રોજ એક મીડિયા રિપોર્ટમાં આ વાત જણાવી છે.

Advertisment

આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કોન્ટ્રાક્ટ પર ગુરુવારે (6 જુલાઈ 2023) ફિનલેન્ડના હેલસિંકીમાં હસ્તાક્ષર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે નોકિયાનું હેડક્વાર્ટર હેલિસંકીમાં જ છે. જો કે હજુ સુધી Jio અને Nokia તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નોકિયાને એક મોટા સપ્લાયર તરીકે પસંદ કરી હતી. જિયો તે સમયે દેશમાં વાયરલેસ સર્વિસનું વિસ્તરણ કરવાની તૈયારી કરી રહી હતી.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2022માં Jioએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 11 અબજ ડોલરના એરવેવ્સ ખરીદયા હતા. Jio એ દેશના ઘણા શહેરોમાં 5G સર્વિસ શરૂ કરી છે. વધુમાં, Jio Alphabet Inc. લિમિટેડ Google સાથે બજેટ 5G સ્માર્ટફોન બનાવવા પર પણ કામગીરી કરી રહી છે.

Advertisment

ઈકોનોમિક ટાઈમ્સે જણાવ્યું છે કે HSBC, JP મોર્ગન અને સિટીગ્રુપ એવી કંપનીઓમાં સામેલ છે જે 5G સંબંધિત ખરીદી કરવા માટે Jioને સપોર્ટ કરી રહી છે. જ્યારે યુરોપિયન એક્સપોર્ટ ક્રેડિટ એજન્સી ફિનવેરા જિયોને ઑફશોર લોન આપવા માટે ધિરાણકર્તાઓને ગેરંટી આપશે.

આ પણ વાંચોઃ Jioએ લોન્ચ કર્યો સસ્તો ફોન - માત્ર 999 રૂપિયામાં સાથે સસ્તો રિચાર્જ પ્લાન, જાણો વિગત

સ્વીડનની ટેલિકોમ્યુનિકેશન કંપની એરિક્સને ઓક્ટોબર 2022માં જણાવ્યું હતું કે ભારતમાં 5G સ્ટેન્ડઅલોન નેટવર્ક સ્થાપિત કરવા માટે કંપની Jio સાથે ભાગીદારી કરી રહી છે. આ પહેલા, તાજેતરમાં જ Jio એ દેશમાં '2G મુક્ત ભારત' અભિયાન શરૂ કર્યું હતું. Jio Bharat પ્લેટફોર્મ હેઠળ Jio એ એક નવો 4G ફીચર ફોન લોન્ચ કર્યો છે જેની કિંમત 999 રૂપિયા છે. Jio તે તમામ 2G અને 3G વપરાશકર્તાઓને 4G નેટવર્ક પર લાવવા માગે છે જેઓ હાલમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે કે, Jioનું આ પગલું ભારતીય ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવી શકે છે.

સ્માર્ટફોન ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ 5G મુકેશ અંબાણી શેર બજાર