Jioનો નવો ધમાકો, 4G સિમ કાર્ડ સાથે સૌથી સસ્તુ JioBook લેપટોપ આવી રહ્યું, કેટલી હશે કિંમત?

reliance jio laptop : રિલાયન્સ જિયો ભારતમાં નવું જિયોબુક લેપટોપ (JioBook laptop) લાવી રહ્યું, મહત્વની વાત એ છે કે, આ સૌથી સસ્તુ હશે. તો જોઈએ લેપટોપની કિંમત (JioBook laptop) કેટલી હશે, ક્યારે લોન્ચ (Launch) થશે?

reliance jio laptop : રિલાયન્સ જિયો ભારતમાં નવું જિયોબુક લેપટોપ (JioBook laptop) લાવી રહ્યું, મહત્વની વાત એ છે કે, આ સૌથી સસ્તુ હશે. તો જોઈએ લેપટોપની કિંમત (JioBook laptop) કેટલી હશે, ક્યારે લોન્ચ (Launch) થશે?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

રિલાયન્સ જિયો લેપટોપ

reliance jio laptop : છેલ્લા ઘણા મહિનાઓથી રિલાયન્સ જિયોના લેપટોપને લઈને સમાચાર આવી રહ્યા છે. હવે આખરે રિલાયન્સ જિયો (reliance jio) નું પહેલું લેપટોપ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 (India Mobile Congress 2022) માં Jioના બૂથ પર પ્રદર્શિત થયું છે. IMC 2022 માં જ દેશમાં 5G મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. Reliance Jio એ ઇવેન્ટમાં JioBook લેપટોપનું પ્રદર્શન કર્યું. Reliance Jio એ ઇવેન્ટમાં JioBook લેપટોપનું પ્રદર્શન કર્યું હતું અને ઇવેન્ટમાં તેના ચિત્રો અને મુખ્ય વિશિષ્ટતાઓ પણ જાહેર કરવામાં આવી હતી.

Advertisment

JioBook નોટબુકમાં Qualcomm Snapdragon 6 Series પ્રોસેસર આપવામાં આવશે. નવું Jio લેપટોપ 4G સિમ કાર્ડ સાથે આવશે. અને સૌથી મહત્વની વાત એ છે કે, આ લેપટોપ માર્કેટના તમામ લેપટોપમાં સૌથી સસ્તું હશે. આ એફોર્ડેબલ ક્રોમબુક લેપટોપ લગભગ રૂ. 15,000 કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતમાં JioBook ની કિંમત: લગભગ 15,000 રૂપિયા

રોઇટર્સના અહેવાલ મુજબ, JioBook 4G-સક્ષમ લેપટોપ હશે અને તેને લગભગ 15,000 રૂપિયાની એન્ટ્રી-લેવલ કિંમતે લોન્ચ કરવામાં આવશે. આ પ્રાઇસ ટેગ સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, Jio ભારતમાં ફરી એકવાર JioPhoneની સફળતાનું પુનરાવર્તન કરવાનું લક્ષ્ય ધરાવે છે. JioPhone લોન્ચ થયો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાતા એન્ટ્રી લેવલ ફોનમાંનો એક છે.

તમને જણાવી દઈએ કે, Reliance Jio એ JioBook માટે Qualcomm અને Microsoft સાથે ભાગીદારી કરી છે. આનો અર્થ એ છે કે ઉપકરણમાં કેટલીક એપ્સને સપોર્ટ કરવામાં આવશે અને તેમાં સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવશે. IMC 2022 ના ડેમો બૂથ પરથી પુષ્ટિ કરવામાં આવી છે કે JioBookમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવશે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ લેપટોપ આ મહિને બિઝનેસ અને સામાન્ય ગ્રાહકો માટે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લેપટોપ સૌથી પહેલા આ મહિને શાળાઓ અને સરકારી સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે. તો, સામાન્ય યુઝર્સ તેને આગામી ત્રણ મહિનામાં ખરીદી શકશે, જેનો અર્થ છે કે JioBook લેપટોપ 2022 ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

Advertisment

રિપોર્ટ અનુસાર, Reliance JioBook લેપટોપ ભારતમાં Flex કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર બનાવવામાં આવે છે અને Jio માર્ચ 2023 સુધીમાં હજારો લેપટોપ યુનિટ વેચવા માંગે છે. લેપટોપ વિશે સમાચાર છે કે, તે JioOS પર ચાલશે, જેની મદદથી યુઝર્સ JioStore પરથી એપ્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકશે.

આ પણ વાંચો - સિનિયર સિટીઝન માટે ટ્રેનમાં લોઅર બર્થ ટિકિટ કેવી રીતે કરાવાય, રેલવેએ જણાવી રીત

JioBookને 11.6-ઇંચ ડિસ્પ્લે, 13 કલાકની બેટરી લાઇફ અને એક સંકલિત વેબકેમ મળવાની પણ જાણ કરવામાં આવી છે. આશા છે કે, કંપની જલ્દી જ આ ડિવાઈસની રેમ, બેટરી, સ્ટોરેજને લગતી માહિતી સત્તાવાર રીતે શેર કરશે.