Reliance Buys Kelvinator: રિલાયન્સ રિટેલે હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી

Reliance Retail Acquires Kelvinator : રિયાયન્સ રિટેલ કંપનીએ હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી છે. આ એક્વિઝિશનથી રિલાયન્સના વિસ્તરતા પ્રોડ્કટ્સ પોર્ટફોલિયોમાં મજબૂત બ્રાન્ડ વેલ્યૂ ઉમેરશે. કેલ્વિનેટર કંપનીએ 1970 અને 1980ના દાયકામાં હોમ રેફ્રિજરેશન અને તેની લોકપ્રિય "ધ કૂલેસ્ટ વન" ટેગલાઇન માટે જાણીતી થઇ હતી.

Written by Ajay Saroya
July 18, 2025 14:07 IST
Reliance Buys Kelvinator: રિલાયન્સ રિટેલે હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી
Reliance Retail Acquires Kelvinator : રિલાયન્સ રિટેલ કંપનીએ કેલ્વિનેટર ટેકઓવર કરવાની ઘોષણા કરી છે.

Reliance Retail Buys Kelvinator: રિલાયન્સ રિટેલ કંપનીએ હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલે શુક્રવારે ભારતના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ કેલ્વિનેટરના સંપાદનની જાહેરાત કરી છે. આ અધિગ્રહણનો ઉદ્દેશ્ય ઉચ્ચ-ગુણવત્તાવાળા, વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલ ઉપકરણોને ભારતીય ઘરો માટે વધુ સુલભ બનાવવાનો છે. આ એક વ્યૂહાત્મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે.

કેલ્વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી હોમ એપ્લાયન્સિસ બ્રાન્ડ બ્રાન્ડ છે. તેણે વૈશ્વિક સ્તરે ઘર વપરાશ માટે ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં તેણે 1970 અને 80ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન “ધ કૂલેસ્ટ વન” સાથે એક અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા માટે જાણીતી છે.

આ હસ્તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્યાપ વિસ્તારવાની રિલાયન્સ રિટેલની પરિકલ્પના સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત છે. કેલ્વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્સ રિટેલના વ્યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીને, કંપની ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા પ્રિમિયમ હોમ એપ્લાયન્સીસના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્યને વિસ્તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા માટે સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાશીલ તેમજ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્ટ્સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિંદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના (RRVL) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ટેક્નોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે. કેલ્વિનેટરનું એક્વિઝિશન એ એક મહત્વની ક્ષણ છે, તે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્તુતિઓને નોંધપાત્ર રીતે વ્યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદ, વ્યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.”

કેલ્વિનેટર હવે રિલાયન્સ રિટેલની સબળ ઇકોસિસ્ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્સ રિટેલ વ્યૂહાત્મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવા, ગ્રાહકોને ગાઢ રીતે જોડવા, અને ભારતના ગતિશીલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્યું છે. આ પગલું ભારતીય ગ્રાહકોની સતત બદલાઈ રહેલી માંગની ધારણા કેળવવાની સાથે-સાથે રિટેલ ફલકમાં પોતાની નિર્વિવાદ અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત બનાવવાની રિલાયન્સ રિટેલની મહત્તાવાકાંક્ષાને પરિપૂર્ણ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ