/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/renault-5-ev.jpg)
Renault 5 EV : રેનો 5 ઇવી (Photo - www.drivencarguide.co)
Renault 5 EV Price, Design, Safety Features And Range All Details : રેનો કંપનની લેટેસ્ટ રેનો 5 ઇવી કાર ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થાય તેની તસવીરો લીક થઇ છે. ટેસ્લા અને BYD જેવા ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો દ્વારા વૈશ્વિક સ્તરે બજારનો મોટો હિસ્સો કબજે કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ઘણા ઓટોમેકર્સ તેમના ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમાં હવે Renault નું નામ જોડાયું છે, જે જીનીવા મોટર શોમાં તેની અપકમિંગ Renault 5 EV હેચબેક રજૂ કરશે.
Renault 5 EV: તસવીર લીક થઇ
જીનીવા મોટર શોમાં તેના ગ્લોબલ લોન્ચિંગની પહેલા રેનોલ્ટ 5 ઇવીના ફોટા લીક થયા છે. આ તસવીરો પ્રોડક્શન સ્પેક રેનોલ્ટ 5 ઇ-ટેક ઇલેક્ટ્રિક વ્હિકલની સંપૂર્ણ ડિઝાઇન અને સ્પેસિફિકેશન દેખાડે છે. પ્રથમ લીક થયેલ પેન્ટંટ ઇમેજમાં ડિઝાઇન અંગે જાણકારી મળી હતી પરંતુ શીટ મેટલ પ્રોફાઈલિંગ, બનાવટ અને બોડી પેન્લ પર લાઇટિંગ ઇપેક્ટ ન હતી.
કોન્સેપ્ટ બેઝ્ડ ડીએનએ ને વળગી રહેવા માટે રેનો ડિઝાઇનર્સની પ્રશંસા કરવી જરૂરી છે. સિવાય કે યુનિક એલિમેન્ટ્સને બાદ કરતા, પ્રોડક્શન-સ્પેક મોડલ કન્સેપ્ટ કાર જેવું જ દેખાય છે. ફેસિયાને મધ્યમાં રેનોલ્ટ લોગો મળે છે અને ત્યારબાદ તેની પહોળાઈમાં બે હોરિઝોન્ટલ કટ હોય છે. 2021 કોન્સેપ્ટ કારની જેમ, બોનેટ પર બ્લેક ગ્રાફિક પેનલ છે જે પ્લગ ઇન થવા પર ચાર્જિંગ સ્ટેટસ બતાવે છે.
લો ગ્રીલમાં યુરોપમાં ઘણા ફરજિયાત સેફ્ટી પ્રોગ્રામ માટે કેમેરા અને રડાર મોડ્યુલ છે. હેડલાઇટ્સ પોર્શ ટેક્કનની યાદ અપાવે છે અને પ્રોડક્શન-સ્પેક મોડલની હેડલાઇટ્સમાં કેમેરા શટરની જેમ એક ક્વાડ એલઇડી એલિમેન્ટ છે અને નીચલા બમ્પરમાં LED DRL એલિમેન્ટમાં એક સમાન પરંતુ મોટી ઇફેક્ટ છે.
રેનો 5 ઇવી કારના રિયર સાઇડમાં પાછળના દરવાજાના હેન્ડલ્સ જાડા સી-પિલરમાં છે અને પાછળના ક્વાર્ટર પેનલ્સમાં મસ્કુલર કેરેક્ટર લાઇન છે. એલોય વ્હીલ્સ શાનદાર દેખાય છે અને રેનો 5 ઇવીની બૉડીની ચારે બાજુ ગ્લોસ બ્લેક બૉડી પેનલ્સ છે. પાછળની ટેલ લાઇટ વર્ટીકલ રીતે ઉભી LEDs છે અને તે કાળી ચમકદાર સ્ટ્રીપ સાથે જોડાયેલી છે.
New Renault 5 EV: This Is It https://t.co/YUsRZbfYp4#news#ElectricVehiclespic.twitter.com/gYQq5uo0Js
— Bobby Ore Motorsport (@OreBobby) February 25, 2024
Renault 5 EV: ઇન્ટિરિયર
રેનોના ઈલેક્ટ્રિક વ્હીકલ ના ઈન્ટિરિયર વિશે વાત કરીએ તો, LED DRLs પર કેમેરા શટર જેવા પેટર્ન અંદરની તરફ તેમની હાજરીનો અનુભવ કરાવે છે. નોંધપાત્ર એલિમેન્ટમાં ટોંગલ સ્ટાઇલ ક્લાઇમેટ કન્ટ્રોલ ફંક્શન ગિયર સિલેક્ટર બટન, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટ/સ્ટોપ બટન સાથે સ્પોર્ટી 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, બ્રાઈટ સ્ટીયરિંગ-માઉન્ટેડ કન્ટ્રોલ ઉપરાંત ઘણા ફીચર્સનો સમાવેશ થાય છે.
ડેશબોર્ડ પર બે ડિસ્પ્લે છે, જેમાં ઇન્ફોટેનમેન્ટ માટે લાંબી ટચસ્ક્રીન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે વ્યાપક ડિસ્પ્લે છે. સીટની અપહોલ્સ્ટ્રીને એક્સટીરિયર કલરની સાથે કલર કોડડ હોય તેવું લાગે છે અને તે જ ફેબ્રિકનો ઉપયોગ દરવાજાના ટ્રીમ્સને લપેટવા માટે પણ કરાયો છે. કારનું ચાર્જિંગ પોર્ટ આગળની ડાબી ક્વાર્ટર પેનલ પર છે.
આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા થયા સસ્તા, બજેટમાં સબસિડીની જાહેરાત
Renault 5 EV: બેટરી પેક અને ડ્રો રેન્જ
Renault 5 EV CMF-B-EV પ્લેટફોર્મ (એએમપીઆર સ્મોલ પ્લેટફોર્મ નામ બદલ્યું છે) પર આધારિત છે અને તે 52 kWh બેટરી પેકથી સજ્જ છે. તે સંપૂર્ણ ચાર્જ પર 400 કિમીની WLTP દાવો કરેલ રેન્જનું વચન આપે છે. આ 3.92 મીટર લાંબા વાહનને પાવર આપવા માટે એક 135 bhp ઈલેક્ટ્રિક મોટર ઉમેરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us