Renault Electric Bike: રેનોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલરની પ્રથમ ઝલક, પેરિસ મોટર શોમાં રજૂ કરાઇ

Renault Electric Bike Heritage Spirit Scrambler: રેનોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર પેરિસ મોટર શોમાં શોકેઝ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર 2 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

Renault Electric Bike Heritage Spirit Scrambler: રેનોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર પેરિસ મોટર શોમાં શોકેઝ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર 2 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Renault Electric Bike Heritage Spirit Scrambler | Renault Electric Bike | Renault Heritage Spirit Scrambler | Renault4Etech

Renault Electric Bike Heritage Spirit Scrambler: રેનોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર પેરિસ મોટર શોમાં રજૂ કરવામાં આવી છે. (Photo: Renault)

Renault Electric Bike Heritage Spirit Scrambler: રેનોલ્ટ કાર બનાવતી કંપની હવે રેનોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રેનોલ્ટ વિશ્વભરમાં તેની ઉચ્ચ ગુણવત્તાવાળી કાર માટે જાણીતી છે. ભારતમાં પણ રેનોલ્ટ કાર ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને તેની ઓછી કિંમત અને શાનદાર ફીચર્સને લીધે. ફ્રેન્ચ કાર મેન્યુફેક્ચરિંગ કંપની રેનોલ્ટને લોકો તેની કાર માટે જાણે છે, પરંતુ પેરિસ મોટર શોમાં હાજર લોકોએ કંપનીના પેવેલિયનમાં એક બાઇક પાર્ક કરેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ બાઇકનું નામ હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર હોવાનું કહેવાય છે. રેનોલ્ટના પેવેલિયનમાં પાર્ક કરેલી બાઇક એક કોન્સેપ્ટ મોડલ હતું.

Advertisment

તેનું પ્રોડક્શન મોડલ ટૂંક સમયમાં યુરોપના રસ્તાઓ પર જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકની કિંમત લગભગ 23,450 યુરો હશે. ભારતીય ચલણમાં આ મૂલ્ય આશરે 21.2 લાખ રૂપિયા જેટલી થાય છે. આગામી બાઈક Annecyની સ્ટાર્ટઅપ કંપની Ateliers HeritageBike દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં સ્થાનિક સ્તરે વધુ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ શોકેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Heritage Spirit Scrambler: ઇલેક્ટ્રિક બાઇકની ખાસિયતો

જેમ કે નામ થી જાણ થાય છે તેમ, હેરિટેજ સ્પિરિટ એ નિયો-રેટ્રો ડિઝાઇન એલીમેન્ટ સાથેનું સ્ક્રૅમ્બલર છે. 1980માં લૉન્ચ કરાયેલી સ્ક્રેમ્બલરની ડિઝાઇનથી પ્રેરિત આ નવી બાઈક ફ્યુચરિસ્ટિક થીમ પર આધારિત છે, જો કે તેની સ્ટાઇલમાં ઘણા ક્લાસિક ફીચરો જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ફ્યુઅલ ટેન્કનો આકાર જૂનો લાગે છે, પરંતુ લિવરી અને ગ્રાફિક્સ એકદમ અપડેટ છે.

ડિઝાઇનની અન્ય ખાસિયતોની વાત કરીયે તો એક સિંગલ પીસ સેડલ, રેક્ટેએંગુલર LED બ્રેક લેમ્પ (rectangular LED brake lamp), ઓવ્યુલર LED હેડલેમ્પ્સ, બાર એન્ડ મિરર (bar-end mirrors), આગળ અને પાછળના ભાગમાં શોર્ટ ફેન્ડર અને 17 ઇંચના વાયર-સ્પોક વ્હીલ્સ દેખાય છે, જે નોબી ટાયરથી સજ્જ છે. બેટરી ચેસીસની અંદર રાખવામાં આવે છે, જે ફ્રેમ માટે સ્ટ્રેસ મેમ્બર તરીકે કામ કરે છે.

Advertisment

હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - 50cc અને 125cc. બેઝ વેરિઅન્ટને મહત્તમ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. યુરોપમાં, 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના રાઇડર્સ AM ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પાત્ર છે. હકીકતમાં, યુરોપિયન દેશોમાં, 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો AM ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરે છે. આ લાઇસન્સ તેમને સ્કૂટર, મોપેડ અને નાની બાઇક જેવા ટુ-વ્હીલર ચલાવવાની મંજૂરી આપે છે. તો 125cc વેરિઅન્ટને મહત્તમ 99 kmphની ઝડપે ચલાવી શકાય છે અને તેની કિંમત 24,950 Euro (અંદાજે 22.74 લાખ રૂપિયા) છે. આ વેરિઅન્ટને ચલાવવા માટે, A1 લાઇસન્સ અથવા B196 કાર ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે.

આ પણ વાંચો | સલમાન ખાન માટે નવી બુલેટપ્રુફ કાર, બોમ્બ એલર્ટ સિસ્ટમથી સજ્જ, કિંમત જાણી ચોંકી જશો

Heritage Spirit Scrambler: હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલર સ્પેસિફિકેશન

હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલરના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, બેઝ વેરિઅન્ટમાં 4kW મોટર છે જે 240 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 3.2 kWhની બેટરી છે, જે એક વખત ફુલ ચાર્જ કરવા પર 80 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે. ટોપ વેરિઅન્ટમાં 7kW મોટર છે જે 280 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ વેરિઅન્ટમાં 4.8 kWh ક્ષમતાની મોટી બેટરી છે, જે એક વખત ફુલ ચાર્જ કરવા પર 100 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે.

electric vehicles Auto news બિઝનેસ