/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Add-a-heading-2023-03-23T164605.898.jpg)
ભાડેથી મકાન- ઓફિસ રાખનાર લોકોને રેન્ટ નાઉ - પે લેટર સર્વિસથી ફાયદો થશે.
તમે અત્યાર સુધી 'બાય નાઉ પે લેટર' (Buy Now Pay Later) એટલે 'અત્યાર ખરીદી લો પછી રૂપિયા ચૂકવો' જેવી સુવિધા વિશે સાંભળ્યું જ હશે અને તમે તેનો ઉપયોગ પણ કર્યો હશે. સામાન્ય રીતે ઈ-કોમર્સ કંપનીઓ આવી સર્વિસ આપતી હોય છે. હવે આવી જ સર્વિસ મકાન-ઘર માટે પણ શરૂ થઈ ગઈ છે. જેમાં તમારે મકાન ભાડે રાખતી વખતે જ રેન્ટ ચૂકવવાની જરૂર રહેતી નથી. આ સર્વિસને 'રેન્ટ નાઉ પે લેટર' (Rent now Pay Later) એટલે કે 'હાલ ભાડે લો પેમેન્ટ પછી ચૂકવો' નામ આપવામાં આવ્યું છે. Housing.com અને Niroએ સાથે મળીને આ સુવિધા શરૂ કરી છે. Housing.com ઓનલાઈન મકાનો ભાડે આપવાની અને ખરીદવાની સર્વિસ પૂરી પાડે છે. નીરો ફાઇનાન્સ સંબંધિત સ્ટાર્ટઅપ છે.
ભાડું ચૂકવવા મળશે 40 દિવસનો સમય
Rent now Pay Late સર્વિસ મકાન ભાડે રાખનાર વ્યક્તિને ક્રેડિટ પર ભાડું ચૂકવવાની મંજૂરી આપે છે. આ સુવિધા માટે કોઇ પણ પ્રકારની કન્વેન્સિસ ચાર્જ વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ભાડુઆતને ભાડું ચૂકવવા માટે 40 દિવસની વ્યાજમુક્ત મુદ્દત મળે છે. જો ભાડુઆત ગ્રાહકો ઇચ્છે તો તેઓ તેમના ભાડાની રકમને EMIમાં પણ કન્વર્ટ કરી શકો છે.
હાઉસિંગ ડોટ કોમના સીઈઓ ધ્રુવ અગ્રવાલે કહ્યું કે આ સુવિધાથી લાખો લોકોને ફાયદો થશે જેઓ ક્રેડિટ પર પ્રોપર્ટીનો ઉપયોગ કરવા માગે છે. હાલમાં મકાનને ભાડે આપવા - લેવા માટે માત્ર જૂની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યું છે કે આ સર્વિસનો પ્રી-લોન્ચિંગ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હાલ આ સુવિધાનો લગભગ 1,00,000 લોકો લાભ ઉઠાવી રહ્યા છે.
કોઇ ચાર્જ નહી
કંપનીએ જણાવ્યું કે, પ્રથમ ભાડું ચૂકવવા માટે કોઈ પણ પ્રકારના Convenience fees લાગતી નથી. તમારે કોઈપણ પ્રકારનો સર્વિસ ચાર્જ પણ ચૂકવવો પડતો નથી. જો યુઝર્સ ઈચ્છે તો તેમની ક્રેડિટ લિમિટ 3 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. માર્કેટ એક્સપર્ટ્સ જણાવે છે કે, હવે મોટાભાગની ચીજવસ્તુઓ અને સેવાઓની ઓનલાઈન ખરીદીની સુવિધા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભાડાની ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી લોકોને ખાસ કરીને યુવાનોને ઘણો ફાયદો થશે. તેઓ પરંપરાગત પદ્ધતિથી પેમેન્ટ કરવામાં રસ ધરાવતા નથી.
દુનિયાભરમાં આ સુવિધાનો ઉપયોગ વધ્યો
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે દુનિયાભરમાં Rent Now Pay Later સુવિધાનો ઉપયોગ વધી રહ્યો છે. ફિનટેક કંપનીઓની તેમાં મુખ્ય ભૂમિકા છે. હવે પ્રોપર્ટીમાં પણ તેનો ઉપયોગ કરવાના પ્રયાસો શરૂ થયા છે. પ્રોપર્ટીના સંદર્ભમાં આ સર્વિસ કેટલી લોકપ્રિય બને છે તેની માટે આપણે થોડીક રાહ જોવી પડશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us