RERA Rules: ફ્લેટનું પઝેશન મળવામાં વિલંબ થાય તો બિલ્ડર આપશે વળતર, જાણો RERAનો નિયમ

RERA Rules For Flat Possession: ફ્લેટ કે મકાનના પઝેશનમાં વિલંબ થવો એક સામાન્ય વાત છે. રેરાના નિયમ મુજબ કરારમાં ઉલ્લેખિત સમય મર્યાદામાં ફ્લેટનું પઝેશન મળવામાં વિલંબ કરનાર બિલ્ડર પાસેથી ગ્રાહક વળતર મેળવવા હકદાર છે.

Written by Ajay Saroya
September 12, 2024 11:44 IST
RERA Rules: ફ્લેટનું પઝેશન મળવામાં વિલંબ થાય તો બિલ્ડર આપશે વળતર, જાણો RERAનો નિયમ
RERA Rules For Flat Possession: રેરા એક્ટમાં ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરનાર બિલ્ડર પાસેથી ગ્રાહક વળતર મેળવવા હકદાર છે. (Photo: Freepik)

RERA Rules For Flat Possession: ઘર – મકાન ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણી વખત રિયલ એસ્ટેટ કંપની અને બિલ્ડરોના કારણે ફ્લેટનું પઝેશન મળવામાં મોડું થાય છે. બહુ ઓછા વ્યક્તિઓ હશે જેમને સમયસર ફ્લેટનું પઝેશન મળી જાય છે. જો ફ્લેટ પઝેશન આપવામાં વિલંબ કરે તો બિલ્ડરે વળતર આપવું પડશે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ના નિયમમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો કસ્ટમરને સમયસર પેમેન્ટ ચૂકવણી કર્યા બાદ રિયલ એસ્ટેટ કંપની કે બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં મોડું કરે તો તેણે વળતર ચૂકવવો પડશે.

મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓ – બિલ્ડર વળતર આપતા નથી

મોટાભાગના બિલ્ડર અને રિયલ એસ્ટેટ કંપનીઓ ફ્લેટની ડિલિવરીમાં વિલંબ થવા છતાં કસ્ટમરને વળતર આપતી નથી. મોટાભાગના ગ્રાહકો પણ આ મામલે રેરામાં ફરિયાદ કરતા નથી. ગ્રાહકો તરફથી નિરસતાને કારણે પણ બિલ્ડરો મનમાની કરે છે.

Home Buying Tips | Best Age TO buy House In India | Home Loan Rate | cheapest home loan rate
Home Buying Tips: ઘર ખરીદવામાં હોમ લોન મદદરૂપ થાય છે. (Photo – Freepik)

કર્ણાટક રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ તાજેતરમાં આવા જ એક કેસમાં ઘર ખરીદદારને મોટી રાહત આપી છે. એક ગ્રાહકે 2018માં એક ઘર ખરીદ્યુ હતું. બિલ્ડરે નિર્ધારિ સમય પર ફ્લેટની ડિલિવરી કરી ન હતી. બિલ્ડરે ફ્લેટ ડિલિવરનો સમય લંબાવવા વિશે પણ ગ્રાહકને જાણ કરી નથી.

સમયસર ફ્લેટનું પઝેશન ન મળે તો ગ્રાહક વળતર મેળવવા હકદાર

ગ્રાહકે જ્યારે ફ્લેટનું પઝેશન મળવામાં બિલ્ડરને ફરિયાદ કરી તો તેણે 1.75 લાખ રૂપિયા વળતરની ઓફર કરી હતી. ગ્રાહકે આ વળતર લેવાનો ઇન્કાર કર્યો. છેલ્લે બિલ્ડરે ગત વર્ષ 22 સપ્ટેમ્બરે ગ્રાહકોને ફ્લેટનું પઝેશન આપ્યું. ગ્રાહકે ફ્લેટનું પઝેશનમાં વિલંબ થવા બાબતે ફરિયાદ કરી.

ગ્રાહકનું માનવું હતું કે, તેણે કોરોના મહામારી દરમિયાન પણ ફ્લેટનો ઇએમઆઈ હપતો સમયસર ચૂકવ્યો હતો. તેની માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રાહકની દલીલ હતી કે જ્યારે લાખો મુશ્કેલી પડવા છતાં તેણે સમયસર હપ્તો ચૂકવ્યો હતો તો બિલ્ડરે ઓછામાં ઓછા પોતાની તરફથી ફ્લેટનું પઝેશન મોડું આપવા વિશે ગ્રાહકને જાણકારી આપવી જોઇતી હતી.

આ પણ વાંચો | ઘર હોમ લોન લઇ ખરીદવું કે ભાડે રહેવું? જાણો, ફાયદા અને ગેરફાયદા

RERA એ ગ્રાહકને વળતર ચૂકવવા બિલ્ડરને આદેશ

કર્ણાટક રિયલ એસ્ટેટ રેગ્યલેટરી ઓથોરિટીએ ગ્રાહકોની ફરિયાદ પર સુનવણી કરી. ન્યાયાધીશે કહ્યું કે, બિલ્ડર અને ગ્રાહક વચ્ચે જે કરાર થયા હતા તેનો દરેક શબ્દ મહત્વપૂર્ણ છે. જજે એવું પણ કહ્યું કે, ઘરના પઝેશન બાદ પણ કરારની તમામ શરતો લાગુ થાય છે. આવા કેસોમાં ફરિયાદ કરવાની જવાબદારી ગ્રાહકો પર હોય છે. આથી ઘર ખરીદનારે રેરા કાયદા હેઠલ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. ન્યાયાધીશનું માનવું છે કે, બિલ્ડરે કરારની શરતોનું પાલન કર્યું નથી. મકાનનું પઝેશન આપવામાં વિલંબ કરવા બદલ બિલ્ડરને 7.12 લાખ રૂપિયાનું વળતર કસ્ટમરને આપવા માટે આદેશ આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ