રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતમાં મંદીની આશંકા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોંઘવારીને ઓછી કરવા માટે વૈશ્વિક સ્તર પર કેન્દ્રીય બેન્કો તરફથી વ્યાજદરમાં વધારો થવાના કારણે હાર્ડ લેન્ડિંગને મંદીના ખતરાને વધારી દીધો છે. જોકે તેમણે કહ્યું કે ભારની સ્થિતિ આનાથી ખૂબ જ અલગ છે અને મંદીની સંભાવના નથી.
હૈદરાબાદમાં આરબીઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચના વાર્ષિક સમ્મેલનને શક્તિકાંત દાશે સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પોતાનું મંતવ્ય આપ્યું હતું. મોંઘવારી ઉપર વાત કરતા શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વિકસિત અર્થવ્યવસ્થાઓમાં મોંઘવારી અસ્થાઈ નથી, તેમણે કહ્યું કે અમેરિકાની કેન્દ્રિય બેન્ક ફેડ તરફથી વ્યાજદરોમાં વધારો કરવાથી અમેરિકી ડોલરની કિંમતમાં વધારો થયો છે.
સમ્મેલનમાં મોંઘવારીને કાબૂમાં કરવા અંગે લોકોને સંબોધિત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે જૂન 2016થી ફેબ્રુઆરી 2020 સુધી સરેરાશ મોંઘવારી 3.9 ટકા રહી હતી. આ એ સમયે શોધનો મુદ્દો બની ગયો હતો કે છેવટે એવું કયું કારણ રહ્યું હતું કે એ સમયે મોંઘવારી કાબૂમાં રહી હતી.
ઉલ્લેખનીય છે કે છૂટક મોંઘવારી દરમાં પણ ઘટાડો આવ્યો છે. ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.77 ટકા થયો છે. જ્યારે સપ્ટેમ્બરમાં આ 7.41 ટકા થયો હતો. ઓગસ્ટ મહિનામાં આ 7 ટકા હો. એટલે કે છૂટક મોંઘવારી દર છેલ્લા ત્રણ મહિનામાં ન્યૂનમ સ્તર ઉપર છે. કેન્દ્ર સરકારે આરબીઆઈને માર્ચ 2026માં સમાપ્ત થનારી પાંચ વર્ષના સમયમર્યાદા માટે છૂટક મોંઘવારીને 4 ટકા પર 2 ટકાના માર્જીન સાથે બનાવી રાખવાનો આદેશ આપ્યો છે.
ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દરની સાથે હોલસેલ મોંઘવારી દરના આંકડામાં પણ ઘટાડો આવ્યો છે. સપ્ટેમ્બરની તુલનાએ આ ઓછો છે. ઓક્ટોબરમાં હોલસેલ મોંઘવારી દર 8.39 ટકા થયો છે. આવું 19 મહિના બાદ થયું છે જ્યારે હોલસેલ મોંઘવારી દરના આંકડા નીચે આવ્યા છે. સપ્ટેમ્બરમાં હોલસેલ મોંઘવારી દર 10.7 ટકા હતી જ્યારે ઓગસ્ટમાં 12.41 ટકા હતો.