Retirement : 50 લાખમાં રિટાયરમેન્ટ પ્લાન કેવી રીતે બનાવશો? દર વર્ષે નિયમિત અને વધતી આવક માટે ક્યાં રોકાણ કરવું

Retirement Investment Plan : 50 લાખની મૂડીમાંથી નિયમિત અને સતત વધતી આવક મેળવવા માટે, તમારે તમારા ભંડોળને યોગ્ય રીતે અને વધુ સારી વ્યૂહરચના સાથે વિવિધ સંપત્તિઓમાં રોકાણ કરવું પડશે. આ કરતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે

Written by Kiran Mehta
July 10, 2024 17:07 IST
Retirement : 50 લાખમાં રિટાયરમેન્ટ પ્લાન કેવી રીતે બનાવશો? દર વર્ષે નિયમિત અને વધતી આવક માટે ક્યાં રોકાણ કરવું
રિટાયરમેન્ટ રોકાણ પ્લાન

How to Plan for Retirement with Rs 50 Lakh Corpus | રૂ. 50 લાખ મૂડી સાથે નિવૃત્તિ માટેની યોજના કેવી રીતે કરવી : નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે રૂ. 50 લાખનું ભંડોળ એ મોટી રકમ નથી. પરંતુ જો રોકાણનું આયોજન, જો યોગ્ય રીતે કરવામાં આવે તો, આટલા ભંડોળ સાથે પણ યોગ્ય નિયમિત આવકની વ્યવસ્થા કરી શકાય છે. નિવૃત્તિનું આયોજન કરતી વખતે, ધ્યાનમાં રાખો કે, કિંમતો અને તમારા માસિક ખર્ચ સમય સાથે વધશે. તેથી, નિવૃત્તિ પછી તમારી નિયમિત આવક પણ તે મુજબ વધતી હોવી જોઈએ. આ ઉપરાંત, એ પણ મહત્વનું છે કે, નિવૃત્તિ પછી તમારા પર દેવાનો કોઈ બોજ ન હોવો જોઈએ.

યોગ્ય વ્યૂહરચના બનાવીને રોકાણ કરો

50 લાખની મૂડીમાંથી નિયમિત અને સતત વધતી આવક મેળવવા માટે, તમારે તમારા ભંડોળને યોગ્ય રીતે અને વધુ સારી વ્યૂહરચના સાથે વિવિધ સંપત્તિઓમાં રોકાણ કરવું પડશે. આ કરતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે :

તમારી નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કાઢો

નિવૃત્તિ યોજના બનાવવા માટે, પ્રથમ તમારે પહેલા તમારી નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કાઢવો પડશે. પ્રથમ તમારૂ માસિક ખર્ચ ઉમેરો. આમાં, દૈનિક અન્ય ખર્ચ, દવાઓ અને સારવારના ખર્ચ સહિત તમામ પ્રકારના ખર્ચ ઉમેરવા જરૂરી છે. એકવાર તમે તમારા માસિક ખર્ચનો અંદાજ લગાવી લો, પછી તમે તમારા વાર્ષિક ખર્ચને 12 વડે ગુણાકાર કરીને ગણતરી કરી શકો છો. આમાં ઓછામાં ઓછા 10 ટકા આકસ્મિક ખર્ચ પણ ઉમેરો.

વધારાની આવકની પણ ગણતરી કરો

જો તમે નિવૃત્તિ પછી ભાડા અથવા અન્ય કોઈપણ માધ્યમથી કોઈ વધારાની આવક મેળવવા જઈ રહ્યા છો, તો તેની પણ ગણતરી કરો. આનાથી તમને એ જાણવામાં મદદ મળશે કે, તમારા નિવૃત્તિ પછીના કેટલા ખર્ચાઓ તમારે તમારા રોકાણોમાંથી આવરી લેવાના છે.

રોકાણ માટે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવો

તમારી રૂ. 50 લાખની બચતનું યોગ્ય રીતે રોકાણ કરવા માટે તમારે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવો પડશે. આ માટે તમારે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ એસેટ્સ બંનેમાં સંતુલન જાળવીને રોકાણ કરવું પડશે. આ માટે તમે તમારા રોકાણને આ રીતે પણ વિભાજિત કરી શકો છો:

તમારા ફંડનો અડધો ભાગ એટલે કે, રૂ. 25 લાખનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં કરો

ઈન્ડેક્સ ફંડ્સને તમારા ડાઈવર્સિફાઈડ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં પર્યાપ્ત જગ્યા આપવી જોઈએ, કારણ કે, તે ઓછા ખર્ચે છે અને લાંબા ગાળામાં સ્થિર વળતર આપવા માટે જાણીતા છે.

ઇન્ડેક્સ ફંડ્સ ઉપરાંત, તમે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સમાં પણ રોકાણ કરી શકો છો.

50 લાખના ફંડનો બાકીનો અડધો ભાગ, એટલે કે રૂ. 25 લાખ, તમારે નિશ્ચિત આવકની સંપત્તિમાં રોકાણ કરવું જોઈએ.

આ માટે તમે સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો.

આ સિવાય, તમે ટૂંકા ગાળાના ડેટ ફંડ્સમાં પણ કેટલીક રકમનું રોકાણ કરી શકો છો, જે તમને મધ્યમ વળતરની સાથે તરલતા પ્રદાન કરશે.

એક વર્ષમાં 6% થી વધુ રકમ ઉપાડ કરશો નહીં

તમે તમારા માસિક ખર્ચને પહોંચી વળવા દર વર્ષે તમારા કોર્પસના 5 થી 6 ટકા ઉપાડી શકો છો. 50 લાખના નિવૃત્તિ ભંડોળ માટે, આ રકમ એક વર્ષમાં 2.5 થી 3 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ દરે પૈસા ઉપાડવાથી તમને નિયમિત આવક મળતી રહેશે અને મૂળ રકમ પણ વધતી રહેશે. ઈક્વિટીમાં રોકાણ તમારી મૂડી વધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે, જેના કારણે તમે દર વર્ષે વધતી જતી ફુગાવાની અસરનો સામનો કરી શકશો.

પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરતા રહો

વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તમારા પોર્ટફોલિયોને રિ-બેલેન્સ કરતા રહો. જો ઇક્વિટી રોકાણમાં ઝડપી વૃદ્ધિને કારણે, સમગ્ર પોર્ટફોલિયોમાં તેનો હિસ્સો 50 ટકાથી વધી જાય, તો ત્યાંથી કેટલાક પૈસા ઉપાડો અને તેને નિશ્ચિત આવકની સંપત્તિમાં રોકાણ કરો. આ ફક્ત તમારા રોકાણનું સંતુલન જાળવશે નહીં, પરંતુ તમને બજારની તેજી દરમિયાન વેચવા અને નીચલા સ્તરે ખરીદી કરવાનો લાભ પણ આપશે. આ સિવાય વ્યાજ દરો અને બજારના વાતાવરણમાં થતા ફેરફારો અનુસાર જરૂર જણાય તો પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરી શકાય છે. આ માટે તમે પ્રોફેશનલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની પણ મદદ લઈ શકો છો.

ઉદાહરણ સાથે ગણતરી સમજો

ધારો કે, તમે 2014 માં તમારા રૂ. 50 લાખના નિવૃત્તિ ફંડને 50:50 ના ગુણોત્તરમાં ઇક્વિટી અને નિશ્ચિત આવકની સંપત્તિમાં વિભાજીત કરીને રોકાણ કર્યું છે. જો તમે દર વર્ષે તમારા ખર્ચ માટે 6 ટકા રકમ ઉપાડી લો છો, તો વર્ષ-દર વર્ષે તેની ગણતરી આ પ્રમાણે હોઈ શકે છે:

પ્રથમ વર્ષ: રૂ. 3 લાખ ઉપાડો (રૂ. 50 લાખના 6%)

બીજું વર્ષ: પોર્ટફોલિયો વધીને રૂ. 52 લાખ થયો. વાર્ષિક ઉપાડ રૂ. 3.12 લાખ

ત્રીજું વર્ષ: પોર્ટફોલિયો વધીને રૂ. 55 લાખ થયો. વાર્ષિક ઉપાડ રૂ. 3.30 લાખ

ચોથું વર્ષ: પોર્ટફોલિયો વધીને રૂ. 58 લાખ થયો. વાર્ષિક ઉપાડ રૂ. 3.48 લાખ

10 વર્ષ પછી: પોર્ટફોલિયો વધીને રૂ. 75 લાખ થયો, વાર્ષિક ઉપાડ રૂ. 4.5 લાખ થયો.

આ પણ વાંચો – Budget 2024 |બજેટ 2024 : ટેક્સમાં છૂટ મળશે તો 8.5 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે, જાણો શું થઈ શકે છે ફેરફાર

આ ગણતરીમાં, પોર્ટફોલિયોમાં મોટાભાગની વૃદ્ધિ ઇક્વિટીમાં રોકાણ કરાયેલી રકમના 50 ટકાથી આવવાની ધારણા છે, જે 10 વર્ષ પછી રૂ. 75 લાખના કુલ ભંડોળમાંથી રૂ. 37.5 લાખ હોવી જોઈએ. આ ઉદાહરણ બતાવે છે કે. કેવી રીતે સંતુલિત પોર્ટફોલિયો તમને વર્ષ-દર-વર્ષે સારી નિયમિત આવક પ્રદાન કરી શકે છે, જ્યારે તમારા મુદ્દલને વધવા દે છે, જેથી તમે ફુગાવાને સમાયોજિત કર્યા પછી પણ તમારા ખર્ચાઓને પહોંચી વળવા. એટલે કે, જો તમે રૂ. 50 લાખના કોર્પસમાંથી નિયમિત આવક મેળવવા માટે સારી નિવૃત્તિ યોજના બનાવવા માંગતા હો, તો ડેટ અને ઇક્વિટીનું યોગ્ય સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ