Revolt RV400 : ઇ બાઇક રિવોલ્ટ આરવી400 હવે તમે ઘરે બેઠા ખરીદી શકશો, જાણો કિંમત રેન્જ અને ફિચર્સ

EV Revolt RV400 Bike: નવું ઇલેકટ્રીક બાઇક રિવોલ્ટ આરવી400 ઇવી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ કંપનીએ જાહેર કર્યું છે. નિયત કાર્ડ સાથે ખરીદી પર બેંક ઓફરનો લાભ મેળવી શકો છો. વધુમાં આ ઇવી હવે તમે ઘરે બેઠા બેઠા પણ ખરીદી કરી શકો છો.

Written by Haresh Suthar
August 11, 2023 11:15 IST
Revolt RV400 : ઇ બાઇક રિવોલ્ટ આરવી400 હવે તમે ઘરે બેઠા ખરીદી શકશો, જાણો કિંમત રેન્જ અને ફિચર્સ
Revolt RV400: રિવોલ્ટ આરવી400 નવું ઇ બાઇક

New EV Bike Revolts RV400 price feature: રિવોલ્ટ મોટર્સ હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર આવ્યું છે. ગ્રાહકો હવે નવું ઇલેકટ્રીક બાઇક રિવોલ્ટ આરવી400 ઓનલાઇન ખરીદી શકશે. કંપનીએ ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરાર કર્યા છે જેને પગલે ગ્રાહકો ઘરે બેઠા ઇ બાઇકનો ઓર્ડર કરી શકશે. ફ્લિપકાર્ટ સાથે ઓનલાઇન આ બાઇકનું વેચાણ શરૂ કરાયું છે. ફ્લિપકાર્ટ પરથી ઇલેકટ્રિક બાઇક રિવોલ્ટ આરવી400 ખરીદી કરવાથી ગ્રાહકોને સ્પેશિયલ ઓફર અને અન્ય લાભ પણ મળશે.

રિવોલ્ટ મોર્ટસ સમગ્ર દેશમાં પોતાની ઉપસ્થિતિ કાયમ રાખવા માટે દૂરના વિસ્તારોમાં પણ ગ્રાહકો સુધી ઇલેકટ્રિક બાઇક પહોંચાડવા માટે પોતાના લોજિસ્ટિકસ નેટવર્કનો ઉપયોગ કરશે. રતન એન્ટરપ્રાઇસના ચેરપર્સન અંજલિ રતને કહ્યું કે, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર રિવોલ્ટ મોટર્સના વેચાણ માટે અમે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી છે. રિવોલ્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલી સમજૂતી પર્યાવરણ અંગે જાગૃત ગ્રાહકોના વિશાળ સમૂહ સુધી પહોંચવા અને એમને સરળતાથી ઇવી ઇ બાઇક પુરૂ પાડવાનો પ્રયાસ છે. વધુમાં તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આ સમજૂતી કરારથી ઇલેકટ્રિક વાહન ખરીદીમાં વધારો અને તેજી લાવશે અને દેશમાં ઇવી મામલે સાચા અર્થમાં એક ક્રાંતિ આવશે.

Revolt RV400 Price – રિવોલ્ટ આરવી400 કિંમત

રિવોલ્ટ આરવી400 ઇલેકટ્રિક બાઇકની એક્સ શોરૂમ કિંમત 154950 રૂપિયા છે. ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ખરીદી કરતાં 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઇવી બાઇકની કિંમત 138950 રૂપિયા થશે. વધુમાં નિયત કરેલા કાર્ડથી ખરીદી કરવાથી વધુ 10 ટકા બેંક ઓફર અને 3500 રૂપિયા સુધી છૂટનો લાભ મળી શકે એમ છે. ફ્લિપકાર્ટ પરથી તમે ઇ બાઇક ખરીદી પર આ લાભ મેળવી શકો છો.

Revolt RV400 Range Charging – રિવોલ્ટ આરવી400 રેન્જ અને ચાર્જિંગ ટાઇમ

રિવોલ્ટ આરવી400 ઇલેકટ્રિક બાઇકમાં કંપનીએ 3.24 kWh કેપેસિટીની બેટરી લગાવી છે. જેમાં 3000W મિડ ડ્રાઇવ મોટર જોડવામાં આવી છે. આ બેટરી ચાર્જ કરવાને લઇને કંપનીનો દાવો છે કે નોર્મલ ચાર્જરથી આ બેટરી 3 કલાકમાં 0 થી 75 ટકા અને 4.5 કલાકમાં 100 ટકા ચાર્જ થઇ શકે છે. રેન્જને લઇને રિવોલ્ટ મોટર્સનો દાવો છે કે, ઇલેકટ્રિક બાઇક ફૂલ ચાર્જ કરતાં 150 કિલોમીટર ચાલે છે. જેમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડથી બાઇક દોડાવી શકાય છે.

Revolt RV400 Feature – રિવોલ્ટ આરવી400 ફિચર્સ

ઇવી બાઇક રિવોલ્ટ આરવી400 ફિચર્સની વાત કરીએ તો આ ઇ બાઇકમાં ફ્રંટ અને રિયર બંને વ્હિલમાં કંપનીએ 240 એમએમ ડિસ્ક બ્રેક આપી છે. જેની સાથે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ પણ જોડવામાં આવી છે. સસ્પેન્શન સિસ્ટમમાં આ ઇ બાઇકમાં ફ્રંટમાં અપસાઇટ ડાઉન ફોર્ક સસ્પેન્શન અને રિયરમાં મોનોશોક વિથ પ્રીલોડ એડજસ્ટેબલ શોક એબ્ઝોર્બર સસ્પેન્શન આપ્યા છે. રિવોલ્ટ આરવી400 ઇલેક્ટ્રિક બાઇકમાં ફાસ્ટ ચાર્જિંગ, બ્લૂટૂથ, વાઇફાઇ, ત્રણ રાઇડિંગ મોડ, નેવિગેશન, એલઇડી હેડ લાઇટ, એલઈડી ટેલ લાઇટ, એલઈડી ટર્ન સિગ્નલ લેમ્પ, ડિજિટલ સ્પિડોમીટર, ડિજિટલ ઓડોમીટર, રિમોટ, પુશ બટન સ્ટાર્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, જિયો ફેંસિંગ, એક્સટર્નલ સ્પિકર જેવા ફિચર્સ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ