/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Mukesh-Ambani-Reliance-Industries.jpg)
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. (Photo - RIL.com)
Reliance Industries Share Price Jumps : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સુધારા તરફી માહોલ છે.ગુરુવારે આરઆઈએલ શેર લગભગ 1.5 ટકા ઉછળીને રૂ. 2958ની ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો, જ્યારે બુધવારે રૂ. 2911 પર બંધ થયો હતો. આ તેજી પાછળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિઝની સાથે મર્જર ડીલ છે. આ મર્જર ડીલથી 70,000 કરોડ રૂપિયાની અગ્રણી મીડિયા કંપની અસ્તિત્વમાં આવશે. માર્કેટ અને એક્સપર્ટ્સે આ ડીલને આવકારી છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આ ડીલથી RILનો બિઝનેસ મજબૂત થશે અને તેનાથી શેરમાં તેજી આવશે.
શેર બજાર બીએસઇ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ગુરુવારે 2958 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે અડધો ટકો વધીને 2924.75 રૂપિયા બંધ થયો હતો. આ બંધ ભાવે કંપનીની માર્કેટકેપ 19,78,794.25 કરોડ રૂપિયા હતી.
RIL શેર ખરીદવો કે નહીં?
બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલે ડિઝની મર્જર ડીલ અંગે પોઝિટિવ વ્યૂ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બાય નું રેટિંગ આપ્યું છે. આ સાથે શેર માં 3050 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની એ મર્જ ડીલ કરીને સંયુક્ત સાહસ રચવા બંધનકર્તા કરાર કર્ય છે.
રિલાયન્સ અને ડિઝનીનું મર્જર થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (Viacom18) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (Disney) એ આજે વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (જોઇન્ટ વેન્ચર) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની ઘોષણા કરી છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે વાયકોમ18ના મીડિયા સાહસને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SIPL)માં મર્જ કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Reliance-Disney-Merger-Deal.jpg)
રિલાયન્સ ઇન્ડસ્ડ્રીઝ 11,500 કરોડનું રોકાણ કરશે
મર્જરથી અસ્તિત્વમાં આવનાર આ સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 11,500 કરોડ રૂપિયા (1.4 અબજ ડોલર)નું રોકાણ કરશે. આ ટ્રાન્ઝેક્શનમાં, પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ), સંયુક્ત સાહસની વેલ્યૂએશન મૂલ્ય 70,352 કરોડ રૂપિયા (8.5 અબજ ડોલર) આંકવામાં આવ્યું છે.
નવા સંયુક્ત સાહસમાં રિલાયન્સ – ડિઝનીનો કેટલો હિસ્સો ?
ઉપરોક્ત તબક્કા પૂર્ણ થયા પછી, સંયુક્ત સાહસ RIL દ્વારા સંચાલિત અને નિયંત્રિત થશે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સનો 16.34 ટકા, વાયકોમ18નો 46.82 ટકા અને ડિઝનીનો 36.84 ટકા હશે. ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મીડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે. આ મર્જર ડીલમાં ટ્રાન્ઝેક્શન નિયમનકારી, શેરધારકો તેમજ ગ્રાહકોને લગતી મંજૂરીઓને આધિન છે અને કેલેન્ડર વર્ષ 2024ના છેલ્લા અથવા કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે.
આગામી 3 થી 5 વર્ષમાં મજબૂત વૃદ્ધિની સંભાવના
જેએમ ફાઇનાન્શિયલના જણાવ્યા અનુસાર, વાયાકોમ 18માં RILનો અસરકારક હિસ્સો 71 ટકા છે તે જોતાં, સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અસરકારક હિસ્સો 49.6 ટકા હોઈ શકે છે. તેથી આ સંયુક્ત સાહસમાં રિલાયન્સના શેરહોલ્ડિંગની વેલ્યૂ રૂ. 23400 કરોડ અથવા રૂ. 35/શેર હોઇ શકે છે (રૂ. 70400 કરોડના 49.6%, જે RIL દ્વારા કરવામાં આવનાર રોકાણ 11500 કરોડ રૂપિયાથી ઓછું છે). બ્રોકરેજ ફર્મનું માનવું છે કે, નેટવર્થની ચિંતા ઓછી છે, અને એ પણ કારણ કે રિલાયન્સ પાસે આગામી 3-5 વર્ષમાં 14-15% EPS CAGR ને મજૂર કરવા માટે બિઝનેસમાં મજબૂત ઉદ્યોગની અગ્રણી ક્ષમતાઓ છે.
દેવામાં ધીમે ધીમે ઘટાડો થશે
બ્રોકરેજ ફર્મ કહે છે કે, દેવા સંબંધિત ચિંતા છે. આરઆઈએલનું ચોખ્ખું દેવું નાણાકીય વર્ષ 2024માં ટોચ પર પહોંચશે અને પછી તે ધીમે ધીમે ઘટશે. કારણ કે કેપેક્સ માત્ર સાધારણ જ નહીં, પરંતુ આંતરિક રોકડ જનરેશનમાં ક્રમશઃ વધારા દ્વારા પણ સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવશે. વધુમાં, રિલાયન્સ હજુ પણ આગામી 3-5 વર્ષમાં મજબૂત 14-15% EPS CAGR નોંધાવી શકે છે, જ્યારે Jioનું ARPU નાણાકીય વર્ષ 2020-28માં 10% CAGR પર વધવાની ધારણા છે. ARPU (એવરેજ રેવન્યૂ પર યુઝર) ઇન્ડસ્ટ્રીઝ સ્ટ્રક્ચર, ભવિષ્યની રોકાણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા એક સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ પર છે. રિટેલ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ ચાલુ છે કારણ કે રિલાયન્સ તમામ ક્ષેત્રોમાં માં ઓમ્ની-ચેનલ ક્ષમતાઓને સંચાલિત કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/mukesh-ambani-nita-ambani.jpg)
વૈશ્વિક બ્રોકરેજ પણ રિલાયન્સ શેર માટે પોઝિટિવ
બ્રોકરેજ હાઉસ જેફરીઝે પણ મુકેશ અંબાણી ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને બાય રેટિંગ આપ્યું છે અને રૂ. 3140નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ કહે છે કે, ડિઝની-રિલાયન્સ-વાયાકોમ18 સંયુક્ત સાહસ ભારતમાં સૌથી વધુ આકર્ષક ક્રિકેટ રાઇટ્સ પ્રદાન કરશે. એવું કહેવામાં આવ્યું છે કે સંયુક્ત સાહસનો જાહેરાત બજારમાં 40 ટકા હિસ્સો હશે. બ્રોકરેજે જણાવ્યું હતું કે આ ભાગીદારી માત્ર એડવાન્સ્ડ એડ ઇન્વેન્ટરી મુદ્રીકરણ માટેની તકો પૂરી પાડતી નથી, પરંતુ તે ઓછી સ્પર્ધાને કારણે સામગ્રી ખર્ચમાં સંભવિત ઘટાડો પણ પરિણમશે.
આ પણ વાંચો | રિલાયન્સ – ડિઝનીના મર્જરને મંજૂરી, જાણો RIL કેટલું રોકાણ કરશે અને દર્શકોને શું ફાયદો થશે
(Disclaimer : શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે gujarati.indianexpress.comના અંગત મંતવ્ય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us