Royal Enfield Bullet 650 Launch : રોયલ એનફિલ્ડ બુલેટ 650 આખરે રજૂ કરવામાં આવી છે. કંપનીએ EICMA 2025માં રોયલ એનફિલ્ડ બુલેટ 650ની પ્રથમ ઝલક દેખાડી છે. રોયલ એનફિલ્ડ ની નવી 5650 સીસી એન્જિન બાઇકમાં બુલેટ 350 ની ઘણી ડિઝાઇન એલિમેન્ટ આવરી લીધી છે. જો કે બંને બાઈક અલગ દેખાય તેની માટે ઘણા ફેરફાર પણ કર્યા છે. RE 650 બુલેટ બે કલર વિકલ્પ – બેટલશિપ બ્લૂ અને કેનન બ્લેક માં ઉપલબ્ધ છે.
Royal Enfield Bullet 650 : ડિઝાઇન
650 સીસી નવી RE બુલેટ 650 માં સિગ્નેચર સર્કુલર LED હેડલાઇટ, ક્રોમ હેન્ડલબાર્સ, સ્પોક વ્હીલ્સ, બોક્સી રિયર ફેન્ડર, એડજસ્ટેબલ બ્રેક, ક્લચ લીવર અને એક કન્ટૂર્ડ સિંગલ પીસ સીટ સામેલ છે. ટિયર ડ્રોપ શેપની ફ્યુઅલ ટેન્ક, ફેન્ડર્સ અને સાઇડ પેનલ પર ગોલ્ડ પિનસ્ટ્રાઇપ ડિટેલિંગ તેના સ્પોર્ટી હાજરીને વધુ આકર્ષક બનાવે છે.
Royal Enfield Bullet 650 : ફીચર્સ
RE બુલેટ 650 ફીચર્સ તેની સમકક્ષ 350cc બાઇક જે, RE બુલેટ 650માં એક સેમી ડિજિટલ કોન્સોલ છે, જેમા એનાલોગ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ, ગિયર પોઝિશન ઇન્ડિકેટર, ઓડોમીટર અને ટ્રિપમીટર સાથે એક ડિજિટલ ઇનસેટ સામેલ છે. નવી બુલેટ બાઇકમાં ટ્રિપર નેવિગેશન પણ સ્ટાન્ડર્ડ વર્ઝનમાં ઉપલબ્ધ છે.
Royal Enfield Bullet 650 : એન્જિન સ્પેસિફિકેશન
રોયલ એન્ફિલ્ડ બુલેટ 650ને પાવર આપવા માટે 647.95cc એન્જિન, ટ્વિન સિલિન્ડર, ઇનલાઇન, 4 સ્ટ્રોક SOHC એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 650cc ટ્વિન મોડલને પણ પાવર આવે છે. તે એર/ ઓઇલ કૂલ્ડ મોટર 7,250rpm પર મહત્તમ 47bhp પાવર અને 5,150rpm પર 52.3Nm ટોર્ક જનરેટ કરે છે. તેમા 6 સ્પીડ કોન્સ્ટેટ મેશ અને વેટ મલ્ટી પ્લેટ ક્લચ છે.
Royal Enfield Bullet 650 : કિંમત સંભવિત
રોયલ એનફિલ્ડ બુલેટ 650 સત્તાવાર લોન્ચિંગની તારીખ નવેમ્બરના અંતમાં અને કિંમતની ઘોષણા મોટોવર્સ 2025માં કરવામાં આવી શકે છે. તે વાર્ષિક મોટરસાઇકલ ઇવેન્ટ 21 થી 23 નવેમ્બર 2025 સુધી વાગાટોર, ગોવામાં યોજવામાં આવશે. બાઈકની કિંમત લગભગ 3.40 લાખ રૂપિયાથી શરૂ થવાની સંભાવના છે.
આ પણ વાંચો | નવી હ્યુન્ડાઇ વેન્યુ ભારતમાં લોન્ચ, કિંમત 7.90 લાખથી શરૂ, જાણો ફિચર્સ, એન્જિન અને માઇલેજ
રોયલ એનફિલ્ડે ઘોષણા કરી છે કે, યુરોપ અને નોર્થ અમેરિકામાં હાલ માત્ર કેનન બ્લેક વેરિયન્ટ વેચવામાં આવશે. તેની કિંમત યુકેમાં 6749 પાઉન્ડ (લગભગ 7.81 લાખ રૂપિયા) અને અમેરિકામાં 7499 ડોલર (લગભગ 6.65 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. તેનું વેચાણ 2026થી શરૂ થશે.





