Royal Enfield Scram 440 Launch: રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક લોન્ચ, આકર્ષક સ્ટાઇલ અને એડવાન્સ ફીચર્સ, જાણો કિંમત

Royal Enfield Scram 440 Launch: રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક બે વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. બાઇકમાં 443સીસીનું ઓઇલ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે. નવી રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકનો મુકાબલો Yezdi Scrambler અને Triumph Scrambler 400X સાથે છે.

Royal Enfield Scram 440 Launch: રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક બે વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. બાઇકમાં 443સીસીનું ઓઇલ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે. નવી રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકનો મુકાબલો Yezdi Scrambler અને Triumph Scrambler 400X સાથે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Royal Enfield | Royal Enfield Scram 440 Launch | Royal Enfield Scram 440 Price | Royal Enfield Scram 440 features | Royal Enfield Scram 440 Engine | new Royal Enfield Scram 440 bike | Royal Enfield bike | auto news

Royal Enfield Scram 440 Launch in India: રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 નવા અવતારમાં લોન્ચ થઇ છે. રોયલ એનફિલ્ડ બાઇક ભારત સહિત દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. બાઇક લવર્સ માટે રોયલ એનફિલ્ડ બાઇક પહેલી પસંદ છે. રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઈક બે વેરિયન્ટ અને 5 કલરમાં લોન્ચ થઇ છે, જે શાનદાર ફીચર્સ અને પાવરફુલ પાવર સાથે આવે છે. નવી રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકનો મુકાબલો Yezdi Scrambler અને Triumph Scrambler 400X સાથે છે. જો તમે રોયલ એનફિલ્ડ બાઇક ખરીદવા વિચારો છો તો અહીં કિંમત થી લઇ એન્જિન અને ફીચર્સ સહિત તમામ વિગત તમને મદદરૂપ થશે.

Advertisment

Royal Enfield Scram 440 Price : રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક કિંમત

રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક બે વેરિયન્ટ - ટ્રેઇલ (Trail) અને ફોર્સ (Force)માં લોન્ચ કરવામાં આવી છે. જેમા રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 ટ્રેઇલ વેરિયન્ટની કિંમત 2.8 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. તો રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 ફોર્સ વેરિયન્ટ 2.15 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમત પર ઉપલબ્ધ છે. બંને વેરિયન્ટની કિંમત વચ્ચે વધારે ફરક નથી. જો કે બંને વેરિયન્ટમાંથી ફોર્સ વેરિયન્ટમાં વધારે પ્રીમિયમ ફીચર્સ અને આકર્ષક લુક મળે છે.

નવી રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકમાં રોયલ એનફિલ્ડ સ્કેમ 441ની સાઇઝ એક જેવી જ છે. જો કે અમક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમા નવી એલઇડી હેડલાઇટ, મોટી ફ્યુઅલ ટેન્ક, એક નવી સીટ અને નવી ટેલ લાઇટ સામેલ છે. આ બાઇક પહેલા કરતા વધારે સ્લીમ દેખાય છે.

Royal Enfield Scram 440 Engine : રોયલ એનફિલ્ડ સ્કેમ 440 એન્જિન અને પાવર

Advertisment

રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકના એન્જિનની વાત કરીયે તો 443સીસીનું ઓઇલ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન આવે છે, જે 25.4 PS નું પાવર અને 34 Nm ટોર્ક જનરેટ કરે છે. પાવર અને ટોર્ક પહેલા કરતા વધુ છે. ઉપરાંત એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે, જ્યારે પાછલા મોડલમાં 5 સ્પીડ ગિયરબોક્સ આવતા હતા.

https://twitter.com/royalenfield/status/1881951857339515151

Royal Enfield Scram 440 Features : રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇક ફીચર્સ

રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકમાં લેટેસ્ટ નવી LED હેડલાઇટ, નવા ઇ્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, નવી સિંગલ પીસ સીટ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ટ્રિપર નેવિગેન પોડ અને ગોળ રિયલ વ્યૂ મિરિર સામેલ છે. દમદાર બ્રેકિંગ સિસ્ટમ નવી રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 બાઇકમાં ઉત્કૃષ્ઠ બેકિંગ માટે તેના ફ્રન્ટમાં 300 એમએમ ડિસ્ક અને પાછળની બાજુ 240 એમએમ ડિસ્ક બ્રેક આવે છે.

આ પણ વાંચો | મારૂતિ ઇ વિટારા અને હ્યુન્ડાઇ ક્રેટા ઇવી બંને માંથી ઇલેક્ટ્રિક કાર પાવરફુલ? જાણો અહીં

તેમા ડ્યુઅલ ચેનલ ABS પણ આપવામાં આવી છે. બાઇકમાં 19 ઇંચના ફ્રન્ટ ટાયર અને 17 ઇંચના રિયલ ટાયર આવે છે, જેમા 100 સેક્શનના ફ્રન્ટ અને 120 સેક્શનના રિયર બ્લોક પેટર્ન ટાયરનો ઉપોયગ કરવામાં આવ્યો છે. ટ્રેલ વેરિયન્ટમાં સ્પોક વ્હીલ અને ટ્યૂબ વાળા ટાયર આવે છે.

Auto news બિઝનેસ