Royal Enfield Scram 440 : રોયલ એનફિલ્ડે નવી સ્ક્રેમ 440ના લોન્ચિંગ સાથે જ એડવેન્ચર મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. તેની કિંમત 2.08 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ ચેન્નઈ) છે અને 2025 મોડલ બે વેરિઅન્ટ – ટ્રેલ અને ફોર્સમાં ઉપલબ્ધ છે, જે વર્તમાન સ્ક્રેમ 411 નું સ્થાન લેશે. પોતાના અપડેટેડ વેરિએન્ટ્સની સાથે, સ્ક્રેમ 440 એક મોટા અને વધુ શક્તિશાળી એન્જિન સાથે આવે છે. નવા સ્ક્રેમ 440 વિશે વિગતવાર માહિતી અહીં જણાવી રહ્યા છીએ.
રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 અપગ્રેડેડ એન્જીન
સ્ક્રેમ 440માં લોંગ સ્ટ્રોક 443 સીસી એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 6,250 rpm પર 25.4 bhp અને 3,400 rpm પર 34 Nm ટોર્ક આપે છે. સ્ક્રેમ 411ની સરખામણીમાં આ નવું એન્જિન 4.5 ટકા વધુ પાવર અને 6.5 ટકા વધુ ટોર્ક આપે છે. બોરની સાઇઝમાં 3 મિમીનો વધારો કરવામાં આવ્યો છે, જે લાઇનની બહાર આવવા પર ઓછા rpm પર ટોર્ક ડિલિવરીમાં સુધારો થયો છે.
આ ઉપરાંત સ્ક્રેમ 440 અગાઉના 5-સ્પીડ યુનિટના સ્થાને હવે એક નવા 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ અપગ્રેડમાં લાઇટવેઇટ ક્લચનો સમાવેશ થાય છે, જે રાઇડની ગુણવત્તા અને ઉપયોગમાં સરળતામાં સુધારો કરે છે. આ અપડેટ્સ સાથે સ્ક્રેમ 440 સક્ષમ સવારી અનુભવનું વચન આપે છે.
રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 440 સ્પેસિફિકેશન્સ એન્જિન 443 cc પાવર 25.4 bhp @ 6,250 rpm ટોર્ક 34 Nm @ 4,000 rpm ગિયરબોક્સ 6-સ્પીડ
રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 440 હાર્ડવેર
નવા સ્ક્રેમ 440માં હાર્ડવેર સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 19 ઇંચનું ફ્રન્ટ ટાયર (100/90 પ્રોફાઇલ) અને 17 ઇંચનું રિયર ટાયર (120/90 પ્રોફાઇલ) સામેલ છે. બ્રેકિંગ સિસ્ટમમાં 300 મીમીની ફ્રન્ટ ડિસ્ક અને 240 મીમીની પાછળની ડિસ્ક સામેલ છે.
સસ્પેન્શન સેટઅપમાં 190 એમએમ વ્હીલ ટ્રાવેલ સાથે 41 એમએમનો ફ્રન્ટ ફોર્ક અને ટ્રાવેલ આપનારો રિયર મોનોશોક સામેલ છે, જે વિવિધ વિસ્તારમાં આરામદાયક સવારી પૂરી પાડે છે. સ્ક્રેમ 440માં ડ્યુઅલ પર્પઝ ટાયર્સ આપવામાં આવ્યા છે, જે ટ્યૂબ અથવા ટ્યૂબલેસ ઓપ્શનમાં ઉપલબ્ધ છે અને તેમાં ડ્યુઅલ ચેનલ એબીએસ આપવામાં આવ્યું છે. ખાસ કરીને, પાછળનું એબીએસ સ્વિચેબલ છે, જે ઓફ-રોડ સાહસો દરમિયાન વધુ સારું નિયંત્રણ પૂરું પાડે છે. આ ફીચર તમામ વેરિએન્ટમાં સ્ટાન્ડર્ડ છે.
રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 440 ડાયમેંશન લંબાઈ 2165 મીમી પહોળાઈ 840 મીમી ઊંચાઈ 1170 મીમી વ્હીલબેઝ 1460 મીમી ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 200 મીમી સીટની ઊંચાઈ 795 મીમી કર્બ વેટ 187 કિલોગ્રામ
આ પણ વાંચો – Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઇ દેશની પ્રથમ સોલર પાવર કાર, કેવા છે ફિચર્સ
રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 મુખ્ય અપડેટ
સ્ક્રેમ 440માં ઓલ-એલઇડી હેડલાઇટ અને ટેલલાઇટ સહિત અનેક મહત્વના અપડેટ્સ મળે છે. જોકે ઇન્ડીકેટરમાં હેલોજન બલ્બ્સ આપવામાં આવ્યા છે. તે સ્ટાન્ડર્ડ એનાલોગ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલથી સજ્જ છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે ટ્રિપર પોડ ઉમેરવાનો વિકલ્પ છે. વધારાના ફીચર્સમાં યુએસબી ટાઇપ-એ ચાર્જિંગ પોર્ટ અને ફરીથી ડિઝાઇન કરેલ સિંગલ-પીસ સેડલ સામેલ છે.
સ્ક્રેમ 440 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – ટ્રેલ અને ફોર્સ પાંચ કલર ઓપ્શનમાં છે. બ્લુ અને ગ્રીનમાં આપવામાં આવતા ટ્રેલ વેરિઅન્ટમાં ટ્યુબ વાળા સ્પોક વ્હીલ્સ અને ટ્યુબ ટાયર્સ છે. જ્યારે બ્લુ, ગ્રે અને ટીલ કલરમાં ઉપલબ્ધ ફોર્સ વેરિઅન્ટ્સ ટ્યુબલેસ એલોય વ્હીલ્સ સાથે આવે છે. જે વધારે આધુનિક અને સુવિધાજનક સેટઅપની શોધ કરનાર રાઇડર્સ માટે છે.
રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 440 કિંમત
વેરિએન્ટ કલર કિંમત એક્સ-શોરૂમ ચેન્નઈ ટ્રેલ બ્લૂ, ગ્રીન 2.08 લાખ ફોર્સ બ્લૂ, ગ્રે, ટિલ 2.15 લાખ





