ભારતની AI કંપનીનો શેર દુનિયામાં સૌથી વધુ ઉછળ્યો, ₹ 15નો શેર ₹ 11000 થયો, શું તમારી પાસે છે આ Stock ?

RRP Semiconductor Share Price : આરઆરપી સેમિકન્ડક્ટર શેર એક વર્ષમાં 8000 ટકા જેટલો ઉછળ્યો છે. 20 મહિનામાં 15 રૂપિયાના શેરનો ભાવ 11900 રૂપિયાની ટોચે પહોંચ્યો છે. અવિરત તેજી બાદ સેબી અને બીએસઇ પર શેર ટ્રેડિંગ પર કડક પ્રતિબંધ લાદયા છે.

RRP Semiconductor Share Price : આરઆરપી સેમિકન્ડક્ટર શેર એક વર્ષમાં 8000 ટકા જેટલો ઉછળ્યો છે. 20 મહિનામાં 15 રૂપિયાના શેરનો ભાવ 11900 રૂપિયાની ટોચે પહોંચ્યો છે. અવિરત તેજી બાદ સેબી અને બીએસઇ પર શેર ટ્રેડિંગ પર કડક પ્રતિબંધ લાદયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market news | Stock Market News | Share Market Return In 2025

Share Market Return News : શેર બજાર રિટર્ન સમાચાર, પ્રતિકાત્મક તસવીર. (Photo : Freepik)

RRP Semiconductor Share Price : ભારતની એઆઈ ટેક્નોલોજી કંપનીનો શેર વર્ષ 2025નો બ્લોક બસ્ટર સ્ટોક બન્યો છે. આ કંપનીનો શેર દુનિયામાં સૌથી ઝડપી ઉછળ્યો છે. 20 મહિના પહેલા આ કંપનીના 1 શેરનો ભાવ માત્ર 15 રૂપિયા હતો, જે સતત ઉછળીને 10 નવેમ્બર, 2025ના રોજ 11902 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. એટલે કે 55000 ટકાથી વધુ તેજી નોંધાવી છે. જો કે અવરિત તેજીથી આ શેર બજાર નિયામક સેબી અને બીએસઇની નજરે ચઢ્યો છે.

Advertisment

RRP Semiconductor Share Price : આરઆરપી સેમિકન્ડક્ટર શેર દુનિયામાં સૌથી ઝડપી ઉછળો

આરઆરમી સેમિકન્ડક્ટર કંપનીના શેર હાલ ચર્ચામાં છે. 1 અબજ ડોલરથી વધુ માર્કેટકેપ ધરાવતી દુનિયાની તમામ કંપનીઓમાં સૌથી વધુ રિટર્ન આ કંપનીએ આપ્યું છે. સેબી અને બીએસઇ દ્વારા કડક પ્રતિબંધ મૂકાયા બાદ છેલ્લે 18 ડિસેમ્બર, 2025ના રોજ આરઆરપી સેમિકન્ડક્ટર શેરનો ભાવ 112 રૂપિયા ઘટી 11094 રૂપિયા બંધ થયો છે. વર્ષ પહેલા 16 ડિસેમ્બર, 2024ના રોજ આ કંપનીના શેરનો બાવ 149.50 રૂપિયા હતો. તો 10 નવેમ્બર, 2025ના રોજ તેનો શેર ભાવ 11902 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. એટલે કે 1 વર્ષમાં છપ્પરફાડ 7,987 ટકા રિટર્ન મળ્યું છે. જો કે ઓલટાઇમ હાઇ થયા બાદ આ શેર 7 ટકા જેટલો ઘટ્યો છે.

RRP Semiconductor Share Price : આરઆરપી સેમિકન્ડક્ટર શેર પર સેબીનો સકંજો

Advertisment

શેર ભાવમાં સતત તેજીથી સેબીએ આ શેરમાં ઉછાળાની તપાસ શરૂ કરી છે. BSE એ આ કંપનીને કડક સર્વેલન્સના દાયરામાં મૂકવાની સાથે ટ્રેડિંગ પર કડક નિયંત્રણો લાદ્યા છે. હવે આ શેરમાં માત્ર 1 ટકા પ્રાઇસ બેન્ડ સાથે અઠિવાડિયામાં માત્ર 1 દિવસ જ શેર ટ્રેડિંગની મંજૂરી આપી છે.

પાછલા વર્ષ 10 સપ્ટેમ્બર થી 7 નવેમ્બર 2025 સુધી કૂલ 289 ટ્રેડિંગ સેશન માંથી 287 સેશનમાં આ શેર વધ્યો છે, માત્ર બે વખત શેર ભાવ કોઇ ફેરફાર વગર બંધ થયો છે. ઓક્ટોબર 2024થી આ શેર પર બે ટકા સર્કિટ લિમિટ લાદી હતી, જે ઓક્ટોબર 2025 સુધી લાગુ હતી. 11 ઓક્ટોબર બાદ તેને એડિશનલ સર્વેલન્સ દાયરામાં મૂક્યો હતો.

કંપની પ્રમોટર્સ પાસે 98 ટકાથી વધુ શેર

આરઆરપી સેમિકન્ડક્ટર કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ 98 ટકા જેટલા ઇક્વિટી શેર પ્રમોટર રાજેન્દ્ર ચોડણકર અને અન્ય પ્રમોટર પાસે છે. પબ્લિક પાસે બહુ ઓછા શેર છે. રાજેન્દ્ર ચોડણકર આરઆરપી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ છે, તેઓ ડિફેન્સ, ઇલેક્ટ્રો, ઓપ્ટિકસ સેક્ટરમાં કંપનીને લીડ કરે છે.

કંપનીના કાર્યક્રમમાં સચિન તેંદુલકરની હાજરથી રોકાણકારો અંજાયા

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2024માં આરઆરપી કંપનીના નવા યુનિટ ઇલેક્ટ્રોનિક્સના ઉદઘાટન કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ક્રિકેટ સચિન તેંદુલકરે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા એવી અટકળો વહેતી થઇ હતી, કે કંપનીમાં તેંદુલકરે પણ રોકાણ કર્યું છે અને મહારાષ્ટ્ર સરકારે પ્લાન્ટ માટે કંપનીને જમીન આપી છે. ઉપરાંત દુનિયામાં સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં ઉછાળાથી પણ આરઆરપી કંપનીએ રોકાણકારોને આકર્ષિત કર્યા હતા.

જો કે કંપનીએ ઘણા એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યુ છે કે, તેણે અત્યાર સુધી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યુ નથી. સરકારી યોજના હેઠળ કોઇ અરજી કરી નથી અને કોઇ સેલિબ્રિટી સાથે સંબંધ નથી.

ટેકનોલોજી બિઝનેસ શેર બજાર