/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Rules-Changes.jpg)
New Rules Changes: નવા નિયમ ફેરફાર. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
New Rules Changes From 1 April 2025: એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થઇ રહ્યું છે. 1 એપ્રિલથી ઘણા નિયમોમાં ફેરફાર થશે અને અમુક નવા નિયમ લાગુ થવાના છે. આ નિયમોની તમારા ખિસ્સા પર સીધી અસર થવાની છે. કારણ કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં કરેલી ઘોષણાઓ 1 એપ્રિલ, 2025થી લાગુ થવાની છે. એપ્રિલથી ટીડીએસ, ટીસીએસ, નાની બચત યોજનાઓ પરના વ્યાજદર સહિત ઘણી બાબત સંબંધિત નિયમ બદલાઇ રહ્યા છે, જે તમારા જાણવા જરૂરી છે.
ટીડીએસ કપાત મર્યાદા
બજેટ 2025-26માં સિનિયર સિટીઝન માટે ટીડીએસ કપાતની મર્યાદા 50,000 થી વધારી 1 લાખ રૂપિયા વાર્ષિક કરી છે. તેનાથી તેઓ વ્યાજ આવક પર વધારે કર બચત કરી શકશે. મકાન માલિકોને પણ મકાન ભાડાંની આવક પર કર રાહત મળશે. મકાન ભાડાની આવક પર ટીડીએસ કપાત મર્યાદા 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા વાર્ષિક કરવામાં આવી છે.
ફોરેન ટ્રાન્ઝેક્શન પર ટીસીએસ મર્યાદા વધી
વિદેશમાં પૈસા મોકલવા (Liberalized Remittance Scheme – LRS) પર ટીસીએસ કપાતની મર્યાદા 7 લાખ થી વધારી 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી વિદેશ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને રોકાણ કરનાર ભારતીયોને રાહત મળશે.
એજ્યુકેશન લોન પર ટીસીએસ નાબૂદ
જો કોઇ ખાસ શૈક્ષણિક સંસ્થા પાસેથી એજ્યુકેશન લોન મેળવે છે, તો તેના પર ટીસીએસ વસૂલવામાં આવશે નહીં. અગાઉ 7 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન પર 0.5 ટકા અને શિક્ષણ સંબંધિત નાણાકીય લેવડદેવડ પર 5 ટકા ટીસીએસ લાગુ પડતો હતો, જેને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ પર ટીડીએસ કપાત મર્યાદા વધી
ડિવિડન્ડ માંથી થતી આવક પર ટીડીએસ મર્યાદા 5000 થી વધારી 10000 રૂપિયા વાર્ષિક કરવામાં આવી છે. તો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ માંથી થતી આવક માટે ટીડીએસ મર્યાદા 5000 થી વધારી 10000 રૂપિયાકરવામાં આવી છે. ઉપરાંત ઇનામ સ્વરૂપે મળતી 10000 રૂપિયા સુધીની રકમ પર પણ ટીડીએસ વસૂલવામાં આવશે નહીં.
એલપીજી ગેસ સિલિન્ડર અને ATF - CNGની કિંમતમાં ફેરફાર
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સંશોધિત કરે છે. રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં વધઘટની ઘર થી લઇ હોટેલ અને રોસ્ટોરન્ટ માલિકોને સીધી અસર થાય છે. તેવી જ રીતે સીએનજી - પીએનજી અને વિમાન ઇંધણ (ATF)ની કિંમતમાં પણ 1 તારીખે ફેરફાર થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us