RupPay ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ યુઝર્સ હવે CVV શેર કર્યા વિના ઈ-કોમર્સ ઑનલાઇન પેમેન્ટ કરી શકશે. જો કે, તે માત્ર ટોકનાઇઝ્ડ કાર્ડને જ લાગુ પડશે.
RuPayએ તેના તમામ કાર્ડધારકો માટે વધુ સારી સુરક્ષાની ખાતરી કરવા હેતુ તેના ડોમેસ્ટિક ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન માટે RBIની માર્ગદર્શિકા અનુસાર 2021માં કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશન લાઇવ કર્યુ હતું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આજે એક નિવેદનમાં જણાવ્યું કે, સગડવતા વધારવા માટે RuPay એ તેના ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડધારકો માટે CVV (કાર્ડ વેરિફિકેશન વેલ્યુ) ફ્રી પેમેન્ટ એક્સપિરિયન્સની રજૂઆત કરી છે જેમણે મર્ચન્ટ એપ્લિકેશન અથવા વેબપેજ પર તેમના કાર્ડનું ટોકનાઇઝ્ડ કર્યું છે.
NPCI મુજબ, ટોકનાઇઝેશન એ મર્ચન્ટ્સ / વેપારીઓ સાથે સ્પષ્ટ અથવા કાર્ડની વાસ્તવિક વિગતો શેર કર્યા વગર કાર્ડ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટેની એક સરળ ટેકનોલોજી છે.
તે કેવી રીતે કામગીરી કરે છે
NPCI એ જણાવ્યું હતું કે જ્યારે કોઈ કાર્ડધારક સ્થાનિક ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન માટે તેમના કાર્ડને સુરક્ષિત રાખવાનું પસંદ કરે છે, ત્યારે તેઓ કાર્ડની વિગતો (કાર્ડ નંબર, CVV, કાર્ડની સમાપ્તિ તારીખ) દ્વારા ટ્રાન્ઝેક્શનને વન-ટાઇમ એક્ટિવિટી તરીકે પ્રમાણિત કરે છે અને ત્યારબાદ OTP (ટુ – ફેક્ટર ઓથોન્ટિફિકેશન) દાખલ કરે છે. આ વિગતો પછી ટોકનાઇઝ કરવામાં આવે છે અને મર્ચન્ટ્સ પાસે સાચવવામાં આવે છે. તે ગ્રાહકના કાર્ડની વિગતોને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખે છે કારણ કે વાસ્તવિક વિગતો વેપારી – મર્ચન્ટ્સ પાસે સાચવવામાં આવતી નથી.
NPCIએ જણાવ્યું હતું કે, CVV-લેસ પેમેન્ટ માટે મર્ચન્ટ તૈયાર રહે છે, ત્યારબાદના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહક CVV અથવા અન્ય કાર્ડ વિગતો ફરીથી દાખલ કરવાની ઝંઝટ વગર માત્ર OTP દાખલ કરીને ચુકવણી પૂર્ણ કરી શકે છે.
ગ્રાહકોના મોબાઇલ જેવા ઉપકરણો પર ઓટો-રીડ OTP ફિચર્સ સક્ષમ થવાથી, આ પેમેન્ટ એક્સપિરિયન્સને અગાઉ કરતા વધુ સરળ બનશે.
Rapido, Porter વગેરે જેવા મર્ચન્ટ્સ માટે RazorPay સાથે નવી CVV-લેસ પેમેન્ટ ફિચર્સ લાઇવ કરવામાં આવ્યું છે. RuPay આ ફિચર્સને અન્ય મર્ચન્ટ્સ સુધી વિસ્તારવા માટે PayU, CyberSource, Firstdata, Paytm વગેરે જેવા મુખ્ય એગ્રીગેટર્સ/ગેટવે સાથે પણ કામગીરી કરી રહ્યું છે, એવું NPCIએ જણાવ્યું હતું.
નવા ફીચર પર નિવેદન આપતા RuPayના હેડ ડેની થોમસે જણાવ્યું હતું કે, “કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશનના અમલીકરણ માટે પેમેન્ટ ઉદ્યોગ સાથે વ્યાપકપણે કામ કર્યા બાદ, જે કાર્ડની સંવેદનશીલ માહિતીની અત્યંત સુરક્ષાની ખાતરી કરે છે, હવે અમે ટોકનાઇઝ્ડ કાર્ડ સીમલેસ પેમેન્ટ એક્સપિરિયન્સ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. .”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ગ્રાહકે આ સુવિધાને સપોર્ટ કરતા ઈ-કોમર્સ વેપારી પર તેમનું કાર્ડ સેવ (ટોકનાઇઝ્ડ) કર્યું હશે તો આ નવો CVV-લેસ એક્સપિરિયન્સ તેની ખાતરી કરશે કે કાર્ડધારકે તેમના વૉલેટ સુધી પહોંચવાની જરૂર રહેશે નહીં અથવા કાર્ડની કોઈપણ વિગતોને યાદ રાખવાની જરૂર રહેશે નહીં.
તેમણે માત્ર OTP દાખલ કરવો પડશે અથવા તેમનું ડિવાઇસ સ્થાનિક ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન દરમિયાન OTPને ઓટો- પોપ્યુલટ કરશે અને પેમેન્ટ કરવામાં આવશે.
Disclaimer: આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.