scorecardresearch

રૂપે ક્રેડિટ કાર્ડથી ₹ 2000 સુધીના UPI પેમેન્ટ પર કોઇ ચાર્જ નહીં લાગે

RuPay credit card UPI payments : રૂપી ક્રેડિટ કાર્ડ (RuPay credit card)થી થતા બે હજાર રૂપિયા સુધીના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ( online transaction) માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. NPCIએ આ અંગે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે જે તાત્કાલિક લાગુ થશે.

રૂપે ક્રેડિટ કાર્ડથી ₹ 2000 સુધીના UPI પેમેન્ટ પર કોઇ ચાર્જ નહીં લાગે

રૂપે ક્રેડિટ કાર્ડ (RuPay credit card)થી ઓનલાઇન પેમેન્ટ (online payments) કે યુપીઆઇ પેમેન્ટ (UPI payments) કરનાર માટે ફાયદાના સમાચાર આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ RuPay ક્રેડિટ કાર્ડ વડે ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને મોટી રાહત આપતા 2,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ન વસૂલવાની જાહેરાત કરી છે. એટલે કે, રૂપી ક્રેડિટ કાર્ડથી થતા બે હજાર રૂપિયા સુધીના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ પ્રકારનો વધારાન ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

એનપીસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે RBIના નિર્દેશો અનુસાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર RuPay ક્રેડિટ કાર્ડ દ્વારા 2,000 રૂપિયા સુધીના ઓનલાઇન ટ્રાન્ઝેક્શનસ (online transaction) માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

છેલ્લા કેટલાક સમયથી દેશના બેંકિંગ સિસ્ટમમાં RuPay કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. દેશની તમામ મોટી બેંકો દ્વારા RuPay ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી કરવામાં આવે છે. આ કાર્ડ્સનો કોમર્શિયલ અને રિટેલ સેક્ટરમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. એનપીસીઆઇ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે, પેમેન્ટ એપ્લિકેશન્સ પર બોર્ડિંગ દરમિયાન ડિવાઇસ બાઇન્ડિંગ અને યુપીઆઇ પિન સેટિંગ પ્રક્રિયામાં તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે કસ્ટમર્સની સંમતિ હશે અને માનવામાં આવશે.

NPCIએ આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરવા માટે એપ્લિકેશનની હાલની પ્રક્રિયાને ક્રેડિટ કાર્ડ્સ સુધી પણ વિસ્તૃત કરવામાં આવશે. શૂન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) આ કેટેગરી માટે રૂ. 2,000 થી ઓછી અને એટલી આટલા સુધીની રકમ સુધીના ટ્રાન્ઝેક્શન માટે લાગુ થશે. MDR એ જ્યારે પણ તેમના સ્ટોરમાં ચુકવણી માટે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વેપારી દ્વારા તેના ગ્રાહકો પાસેથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી સ્વીકારવા માટે બેંકને ચૂકવવામાં આવતો ખર્ચ છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ટ્રાન્ઝેક્શનની રકમની ટકાવારીમાં હોય છે.

નોટિફિકેશનમાં જણાવ્યુ છે કે “આ નિર્ણય નોટિફિકેશન જારી થયાની તારીખથી લાગુ થશે. આ અગાઉ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી રવિ શંકરે કહ્યું હતું કે, “યુપીઆઈ સાથે ક્રેડિટ કાર્ડને લિંક કરવાનો મૂળ ઉદ્દેશ્ય ગ્રાહકને પેમેન્ટ ઓપ્શન્સની વ્યાપક પસંદગી પ્રદાન કરવાનો છે. હાલમાં, UPI ડેબિટ કાર્ડ મારફતે સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ સાથે જોડાયેલા છે.

Web Title: Rupay credit card upi payments charge npci

Best of Express