Rupee Record Low: ડોલર સામે રૂપિયો તળિયે, જાણો મોદી સરકારના 11 વર્ષમાં રૂપિયો કેટલો તૂટ્યો

Rupee Record Low Against Dollar: બજેટ 2025 પહેલા ડોલર સામે રૂપિયા 86.65 ઓલટાઇમ લો થયો છે. મોદી શાસનમાં રૂપિયાનું મૂલ્ય 30 ટકા ઘટી ગયું છે. બજેટમાં અને આરબીઆઈ દ્વારા રૂપિયામાં ઘટાડો રોકવા ક્યા પગલાં લેવાય તેના પર સૌની નજર છે.

Rupee Record Low Against Dollar: બજેટ 2025 પહેલા ડોલર સામે રૂપિયા 86.65 ઓલટાઇમ લો થયો છે. મોદી શાસનમાં રૂપિયાનું મૂલ્ય 30 ટકા ઘટી ગયું છે. બજેટમાં અને આરબીઆઈ દ્વારા રૂપિયામાં ઘટાડો રોકવા ક્યા પગલાં લેવાય તેના પર સૌની નજર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market: શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ તળિયે

Dollar VS Rupee Record Low: ડોલર સામે રૂપિયો રેકોર્ડ લો થયો છે. (Photo: Freepik)

Rupee Record Low Against Dollar: ડોલર સામે રૂપિયો સતત ઓલટાઇમ લો થઇ રહ્યો છે. બજેટ 2025 પહેલા ડોલર સામે રૂપિયો ઘટીને 86.65 થયો છે, જે રેકોર્ડ લો લેવલ છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી રોકાણકારો અને વેપારીઓ ઉદ્યોગજગતની ચિંતા વધી રહી છે. રૂપિયાને ઘટચો રોકવા માટે આરબીઆઈના હસ્તક્ષેપની ભલામણ થઇ રહી છે. રૂપિયો ઘટવાથી મોદી સરકાર સામે પણ સમસ્યા સર્જાઇ છે. મે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકારના શાસનમાં ડોલર સામે રૂપિયો કેટલો તૂટ્યો તેના પર એક નજર કરીયે

Advertisment

Rupee Record Low Against Dolla : રૂપિયો રેકોર્ડ લેવલ, ડૉલર ઇન્ડેક્સ 108.2 થયો

ડોલર સામે રૂપિયો સતત ઘટ રહ્યો છે. 31 જાન્યુઆરી 2025ના રોડ ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય 86.64 પ્રતિ ડોલર બોલાયું છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો દર છે. અગાઉ રૂપિયો 86.64 ઓલટાઇમ લો થયો હતો.

તો બીજી બાજુ સતત વધીને ડોલર ઇન્ડેક્સ 108.2 લેવલ પર પહોંચ્યો હતો, જે મોટાભાગની એશિયન કરન્સી પર દબાણ કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપાર નીતિઓમાં સંભવિત ફેરફારોની અટકળોએ ભારતીય રૂપિયા પર દબાણ ઉભું કર્યું છે. આરબીઆઈ એ ફોરેક્સ બજારમાં ડોલર સપ્લાય કરીને રૂપિયાના ઘટાડાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisment

મોદી સરકારમાં ડોલર સામે રૂપિયો અર્શ સે ફર્શ પર

મોદી સરકારના શાસનકાળમાં ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ભારતમાં મે 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થઇ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બની હતી. 1 મે, 2014ના રોજ ડોલર સામે રૂપિયાનો એક્સચેન્જ રેટ 60.31 રૂપિયા હતો. તો 31 જાન્યુઆરી, 2025ના રોજ ડોલર સામે રૂપિયો 86.65 રેકોર્ડ લો થયો છે. આમે મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં ડોલર સામે ભારતીય ચલણ 26.33 રૂપિયો ઘટ્યો. ટકાવારીમાં કહીયે તો ડોલર મોદી શાસનમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 30.38 ટકા ધોવાણ થયું છે. તમને જણાવી દઇયે કે, 31 જાન્યુઆરી 2015ના રોજ ડોલર સામે રૂપિયાનો બંધ ભાવ 63.26 રૂપિયા હતો.

આરબીઆઈ રૂપિયામાં ઘટાડો કેવી રીતે રોકશે?

આરબીઆઈ માટે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો રોકવો મુશ્કેલ કામ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી નાણાકીય નીતિની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના છે. આ નિર્ણય રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે અને રૂપિયા પર વધુ દબાણ લાવી શકે છે. આ દરમિયાન, આરબીઆઈ દ્વારા 30 જાન્યુઆરીના રોજ 5 બિલિયન ડોલરની 6 મહિનાનું ડોલર-રૂપી સ્વેપ ઓક્શન હાથ ધરવામાં આવ્યું હતું. બજાર વિશ્લેષકો માને છે કે આ સ્વેપ ઓક્શનમાં બેંકો અને કોર્પોરેટ્સની મજબૂત ભાગીદારી જોવા મળી હતી, જે રૂપિયાના ઘટાડાને રોકવામાં મદદ કરશે.

આરબીઆઇ બજેટ બિઝનેસ