Sahara Refund Portal: સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે? રજિસ્ટ્રેશન કરવાની રીત અને ક્યા દસ્તાવેજોની જરૂર પડશે? એક ક્લિકમાં જાણો તમામ વિગત

Sahara Refund Portal Registration: કેન્દ્રીય અમિત શાહે સહારા ગ્રૂપની 4 કંપનીના 1.7 કરોડ થાપણદારોને 5000 કરોડ રૂપિયા રિફંડ કરવાની ઘોષણા કરી છે. આની માટે સહારા ગ્રૂપના થાપણદારોએ એક વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Written by Ajay Saroya
Updated : July 21, 2023 16:23 IST
Sahara Refund Portal: સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે? રજિસ્ટ્રેશન કરવાની રીત અને ક્યા દસ્તાવેજોની જરૂર પડશે? એક ક્લિકમાં જાણો તમામ વિગત
Sahara Refund Portal CRCS : સહારા ગ્રૂપની 4 કંપનીઓમાં 10 કરોડ રોકાણકારોના નાણાં ફસાયેલા છે. (Express file photo)

Sahara Refund Portal Registration Link: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 18 જુલાઈના રોજ સહારા રિફંડ સંબંધિત વેબસાઇટ શરૂ કરી. આ પોર્ટલનો હેતુ સહારા ગ્રુપમાં ફસાયેલા નાણાં રોકામકારોને પરત કરવાનો છે. થાપણદારોએ તેની માટે સત્તાવાર CRCS સહારા રિફંડ પોર્ટલ વેબસાઇટ mocrefund.crcs.gov.in પર દાવો કરવાનો રહેશે. સહારા જૂથમાં ફસાયેલા નાણાં મેળવવા માટે થાપણદારોએ આવશ્યક વિગતો સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આખરે, ક્યાં થાપણદારો એટલે કે ડિપોઝિટરો નાણાં રિફંડ માટે દાવો કરી શકે છે. તમારા તમામ પ્રશ્નનોના જવાબ અહીં મળશે

રિફંડ ક્લેમના રજિસ્ટ્રેશન માટે કોઇ ચાર્જ કે ફ્રી નહીં

સહારા ગ્રુપમાં ફસાયેલા નાણાં પરત મેળવવા માટે ખાતેદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તેઓ તાજેતરમાં લૉન્ચ થયેલા પોર્ટલ પર ઑનલાઇન નોંધણી કરીને રિફંડનો દાવો કરી શકે છે. આ માટે કોઈ રજીસ્ટ્રેશન ફી કે ચાર્જ લેવામાં આવતો નથી.

રિફંડ માટે કોણ ક્લેમ કરી શકશે

સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં જેમના નાણા જમા છે તેવા થાપણદારો રિફંડ માટે દાવો કરી શકે છે. આ તમામ થાપણદારોએ CRCS સહારા રિફંડ પોર્ટલ વેબસાઇટ mocrefund.crcs.gov.in પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમને જણાવી દઈએ કે આ 4 સહકારી મંડળીઓમાં લગભગ 2.5 કરોડ થાપણદારોના 30,000 રૂપિયા સુધીની થાપણો ફસાયેલી છે.

સહારા ગ્રૂપની કઇ 4 કંપનીના થાપણદારોને રિફંડ કરાશે

  • સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ
  • સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ
  • હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ
  • સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ

જે થાપણદારોની પાસેથી સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં જે થાપણદારોના 22 માર્ચ, 2022 પહેલાના નાણાં જમા છે તેઓ રિફંડ માટે દાવો કરી શકે છે. ઉપરાંત 29 માર્ચ, 2023 પહેલા સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં નાણાં જમા કરાવનારા થાપણદારો પોર્ટલ તેમના નાણાં પરત મેળવવાનો દાવો કરી શકે છે.

થાપણદારોની ઓળખ વેરિફિકેશન માટે, તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. સહારાની આ ચાર સહકારી મંડળીઓ થાપણદારોના દાવા અને તેમના દ્વારા રજિસ્ટ્રેશન વખતે અપલોડ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરાશે.

સહારાના થાપણકારોને 45 દિવસમાં રિફંડ કરાશે

સહારા રિફંડ પોર્ટલ અનુસાર, થાપણદારોના નાણાં ઓનલાઈન ક્ઈમ કર્યાના 45 દિવસની અંદર તેમણે સૂચવેલા બેંક એકાઉન્ટમાં રિફંડ કરવામાં આવશે અને તેમના ક્લેમ સ્ટેટસની માહિતી અરજકર્તા થાપણદારોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સમયાંતરે મોકલવામાં આવશે.

સહારા ગ્રૂપ પાસેથી રિફંડનો ક્લેમ કરવા માટે ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે

  • મેમ્બરશીપ નંબર/ સભ્યપક નંબર
  • ડિપોઝિટ એકાઉન્ટ નંબર
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
  • ડિપોઝિટ સર્ટિફિકેટ અથવા પાસબુક
  • પાન કાર્ડ. જો થાપણદાર વતી 50000 રૂપિયાથી વધુની રકમનો દાવો કરવામાં આવે તો PAN જરૂરી રહેશે.

મહત્વની વાત એ છે કે આધારાની સાથે સાથે બેંક એકાઉન્ટ સાથે પણ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો નહીં હોય તો રિફંડ માટેનો દાવો કરી શકાશે નથી.

સહારા પાસેથી રિફંડની અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ CRCS સહારા રિફંડ mocrefund.crcs.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હવે હોમ પેજ પર દેખાતા “Depositor Login” પર ક્લિક કરો
  • હવે આધાર નંબરના છેલ્લા ચાર અંકો અને આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે “Get OTP” પર ક્લિક કરો અને મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
  • OTP વેરિફાઇ થયા બાદ, “Depositor Login” પેજ પર લોગ ઇન કરો અને જરૂરી દસ્તાવેજોની મદદથી રિફંડ ક્લેમ માટે રજિસ્ટ્રેશન કરો.

આ પણ વાંચોઃ સહારા ગ્રૂપના થાપણદારો માટે ખુશખબર, 45 દિવસમાં ફસાયેલા નાણાં રિફંડ મળશે, 

સહારા ગ્રૂપના 1.7 કરોડ થાપણદારોને 5000 કરોડ રૂપિયા પરત કરાશે

કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં દરેક ખાતેદારને 10,000 રૂપિયા પરત કરવામાં આવશે. આ માટે સહારા પોર્ટલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. સહારા ગ્રૂપના 1.7 કરોડ થાપણદારોને આ નાણાં 45 દિવસની અંદર પરત કરવાના છે. અમિત શાહે કહ્યું કે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC થાપણદારોને CRCS-સહારા રિફંડ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મદદ કરશે. તેમણે કહ્યું કે 5,000 કરોડ રૂપિયાનું ફંડ પ્રથમ તબક્કામાં 1.7 કરોડ થાપણદારોને રાહત આપવામાં સક્ષમ હશે. સરકારે આ વર્ષે 29 માર્ચે કહ્યું હતું કે 9 મહિનાની અંદર ચાર સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ