Sam Altman In OpenAI: સેમ ઓલ્ટમેનને સીઇઓ પદેથી બરતરફ કરનાર બોર્ડ મેમ્બરને જ ઓપનએઆઈ એ હટાવી દીધા

Sam Altman Returns OpenAI: સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટીના નાટકીય ઘટનાક્રમ બાદ તેઓ ઓપનઆઈમાં સીઇઓ પદે ફરી જોડાયા. તેની સાથે જ કંપનીના જૂના ડિરેક્ટર બોર્ડ મેમ્બરને હટાવી નવાની નિમણુંક કરવામાં આવી.

Written by Ajay Saroya
November 23, 2023 16:20 IST
Sam Altman In OpenAI: સેમ ઓલ્ટમેનને સીઇઓ પદેથી બરતરફ કરનાર બોર્ડ મેમ્બરને જ ઓપનએઆઈ એ હટાવી દીધા
ઓપનઆઈના સીઇઓ સેમ ઓલ્ટમેન (Photo : @sama)

Sam Altman Returns OpenAI : ઓપનએઆઈએ તાજેતરમાં જ હકાલપટ્ટી કરાયેલા સીઈઓ સેમ ઓલ્ટમેનને કંપનીમાં પરત કરવાની જાહેરાત કરી હતી. બુધવારના રોજ, OpenAIએ જણાવ્યું હતું કે હકાલપટ્ટી કરાયેલા CEO સેમ ઓલ્ટમેન કંપનીમાં પરત ફરી રહ્યા છે. ઓલ્ટમેનને કંપનીના CEO તરીકે હકાલપટ્ટી કરનાર બોર્ડને કર્મચારીઓના વિરોધને પગલે લગભગ સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યું છે.

આ નવા બોર્ડમાં ભૂતપૂર્વ સેલ્સફોર્સ કો-સીઈઓ બ્રેટ ટેલર, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ લેરી સમર્સ અને ક્વોરાના સીઈઓ એડમ ડી એન્જેલોનો સમાવેશ થશે. નવા બોર્ડના એકમાત્ર બાકી રહેલા ભૂતપૂર્વ સભ્ય Quora CEO એડમ ડી’એન્જેલો છે. કંપનીમાં વાપસી અને નવા બોર્ડની રચના સાથે, OpenAI ખાતે સેમ ઓલ્ટમેનની સ્થિતિ વધુ મજબૂત બની છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર સેમ ઓલ્ટમેન કે ઓપનએઆઈના સહ-સ્થાપક ગ્રેગ બ્રોકમેન, જેમણે ઓલ્ટમેનની બરતરફી બાદ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું, તેઓ બોર્ડમાં પાછા ફરશે,

ઓપનએઆઈ બોર્ડ અને સેમ ઓલ્ટમેન વચ્ચે ટક્કર

ઓપનએઆઈ બોર્ડ અને સેમ ઓલ્ટમેન વચ્ચેનો વિવાદ શુક્રવારે શરૂ થયો હતો, જ્યારે ઓલ્ટમેનને બોર્ડ દ્વારા અચાનક અસ્પષ્ટ કારણોસર બરતરફ કરવામાં આવ્યો હતો. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઓલ્ટમેનને બરતરફ કર્યા હતો કારણ કે તે બોર્ડ સાથેના તેમના વાર્તાલાપ સ્પષ્ટ ન હતા. બોર્ડે આ મામલે વધુ વિગતો આપી ન હતી. જૂના બોર્ડે બે નવા ચીફ એક્ઝિક્યુટિવ્સ મારફતે તેમને પરત લાવવાના પ્રયાસનો સખત વિરોધ કર્યો હતો. તેની પહેલા બોર્ડના ચારમાંથી ત્રણ સભ્યને મંગળવારે બરતરફ કરવામાં આવ્યા જેથી સેમ ઓલ્ટમેનની નાટકીય વાપસીનો માર્ગ ખોલી શકાય.

સેમ ઓલ્ટમેને ઓપનએઆઈમાં વાપસીની માહિતી આપી

બુધવારે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, સેમે ઓલ્ટમેન કહ્યું કે, “હું OpenAIને પ્રેમ કરું છું અને છેલ્લા કેટલાક દિવસોમાં મેં જે કંઈ કર્યું છે તે આ ટીમ અને તેના મિશનને સાથે રાખવાનો પ્રયાસ છે. જ્યારે મેં રવિવારની સાંજે Microsoft સાથે જોડાવાનું નક્કી કર્યું, ત્યારે તે મારા અને ટીમ માટે શ્રેષ્ઠ માર્ગ હતો. “હવે હું નવા બોર્ડ અને સત્ય નડેલાના સમર્થન સાથે OpenAI પર પાછા ફરવા અને Microsoft સાથે અમારી મજબૂત ભાગીદારી પર આગળ વધવા માટે ઉત્સુક છું.”

આ પણ વાંચો | સેમ ઓલ્ટમેનની ઘર વાપસી, OpenAIમાંથી હકાલપટ્ટીથી લઇ માઈક્રોસોફ્ટમાં જોડાવાની અટકળ સુધીના સમગ્ર ઘટનાક્રમ પર એક નજર

નોંધનીય છે કે ગયા શુક્રવારે કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “બોર્ડને હવે ઓપનએઆઈનું નેતૃત્વ કરવાની ઓલ્ટમેનની ક્ષમતા પર વિશ્વાસ નથી.” ઓપનએઆઈના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતીને તાત્કાલિક અસરથી વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સેમ ઓલ્ટમેનના માઈક્રોસોફ્ટમાં જોડાવાના સમાચાર આવ્યા હતા. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્ટ ટ્વિટરપર આ માહિતી શેર કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ