ભારતમાં એઆઈ ફીચર્સ વાળું સ્માર્ટટીવી લોન્ચ, સેમસંગ Neo QLED 8K ટીવીની કિંમત જાણી ચોંકી જશો

Samsung AI-powered Neo QLED 8K smart TVs launched : સેમસંગ દ્વારા એઆઈ સંચાલિત Neo QLED 8K સ્માર્ટટીવી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો ચાલો આ સ્માર્ટટીવીના શાનદાર એઆઈ ફીચર્સ અને તેની કિંમત વિશે વિગતવાર જાણીયે.

Samsung AI-powered Neo QLED 8K smart TVs launched : સેમસંગ દ્વારા એઆઈ સંચાલિત Neo QLED 8K સ્માર્ટટીવી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો ચાલો આ સ્માર્ટટીવીના શાનદાર એઆઈ ફીચર્સ અને તેની કિંમત વિશે વિગતવાર જાણીયે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Samsung at smart tv | Samsung AI Powered Smart TV | Samsung smart tv | Samsung | samsung ai powered neo qled 8k smart tv | samsung neo qled 8k smart tv

સેમસંગ Neo QLED 8K 2024 સિરિઝના સ્માર્ ટીવી ઓન-ડિવાઈસ એઆઈ દ્વારા સંચાલિત છે (Image credit: Vivek Umashankar/The Indian Express)

Samsung AI-powered Neo QLED 8K smart TVs launched: સેમસંગ દ્વારા લેટેસ્ટ ફ્લેગશિપ OLED 4K અને નિયો ક્યુએલઇડી 8કે સ્માર્ટ ટીવી સિરીઝ (Neo QLED 8K Smart TV Series) લોન્ચ કરવામાં આવી છે. નવા સેમસંગ સ્માર્ટ ટીવીને NQ8 AI Gen3 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા ટેલિવિઝનમાં અપસ્કેલિંગ અને ઓડિયો એન્હાન્સમેન્ટ માટે ઓન-ડિવાઇસ એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે. બેંગલુરુમાં અનબોક્સ અને ડિસ્કવર 2024ની લોન્ચિંગ ઇવેન્ટમાં લેટેસ્ટ નવું સ્માર્ટ ટીવી રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisment

તમને જણાવી દઇયે કે, સેમસંગ દ્વારા ભારતમાં પ્રથમ વખત નિયો ક્યુએલઇડી 8કે સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે જે ઓન-ડિવાઇસ જનરેટિવ એઆઇ ફીચર્સ સાથે આવે છે. સેમસંગના જણાવ્યા અનુસાર, આ ટીવીમાં TizenOS આપવામાં આવ્યું છે અને તેમને ક્લાઉડ ગેમિંગ, એજ્યુકેશન હબ, સ્માર્ટ યોગ જેવા ફંક્શન્સ મળે છે. આ ફંક્શન્સ સ્માર્ટ ટીવી અને એઆઇ-સંચાલિત મેટ્સ દ્વારા અનુભવી શકાય છે.

સેમસંગ નિયો ક્યુએલઇડી 8કે સ્માર્ટ ટીવીની કિંમત (Samsung Neo QLED 8K Smart TV Price in india)

સેસમંગ નિયો ક્યુએલઇડી 8કે સ્માર્ટ ટીવીને 65, 75 અને 85 ઇંચ સ્કીન સાઇઝમાં બે વેરિએન્ટમાં - QN900D અને QN800D65 માં લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગ Samsung Neo QLED 8K ટીવીની કિંમત 319990 રૂપિયા છે. તો સેમસંગ Neo QLED 4K ટીવી 139990 અને સેમસંગ OLED ટીવી 164990 રૂપિયામાં ખરીદી શકાય છે.

Advertisment

સેમસંગ Neo QLED 8K, Neo QLED 4K અથવા ગ્લેયર ફ્રી OLED ટીવી નો પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને 79,990 રૂપિયા સુધીની સાઉન્ડબાર ફ્રી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 59,990 રૂપિયાની Freestyle અથવા 29,990 રૂપિયાની મ્યૂઝિક ફ્રેમ પણ ફ્રી મળશે. તમને જણાવી દઇયે કે, ફ્રીબીજના મોડેલના આધાર પર આપવામાં આવશે. પ્રી-ઓર્ડર ઓફર ફક્ત 30 એપ્રિલ 2024 સુધી જ ઉપલબ્ધ છે.

Samsung at smart tv | Samsung AI Powered Smart TV | Samsung smart tv | Samsung | samsung ai powered neo qled 8k smart tv | samsung neo qled 8k smart tv
સેસમંગ Neo QLED 8K અને OLED 4K સ્માર્ટ ટીવી (Image credit: Samsung)

તમને જણાવી દઇયે કે, સેમસંગ Neo QLED 48 ટીવીમાં 512 ન્યુરલ નેટવર્ક વાળું ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ સાથે NQ8 AI Gen3 આપવામાં આવ્યું છે, જે ઓન-ડિવાઇસ એઆઇ ક્ષમતા પ્રદાન કરે છે. તેની સાથે જ ટીવીમાં એઆઈ પિક્ચર ટેક્નોલોજી (AI Picture Technology), એઆઈ Upscaling Pro, AI મોશન એન્હાન્સર પ્રો (AI Motion Enhancer Pro), એઆઈ સાઉન્ટ ટેકનોલોજી (AI Sound Technology), એઆઈ ઓટો ગેમ મોડ (AI Auto Game Mode), એઆઈ કસ્ટમાઇઝેશન મોડ (AI Customization Mode) અને એઆઈ એનર્જી મોડ (AI Energy Mode) જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો | 15000 કરતા ઓછી કિંમતનો પાવરફુલ Vivo T3x 5G સ્માર્ટફોન લોન્ચ, શાનદાર ફીચર્સ અને કેમેરા

સેમસંગ નિયો QLED 4કે અને OLED ટીવી મોડલમાં કંપનીએ પાછલી જનરેશન વાળું NQ4 AI Gen2 પ્રોસેસર આપ્યું છે. સેમસંગનું OLED ટીવી દુનિયાનું પ્રથમ ગ્લેયર-ફ્રી OLED છે. નિયો QLED 4K ટીવી પણ QN85D અને QN90Dમાં બે મોડલ આવે છે અને તેને 55, 65, 75, 85 અને 98 ઇંચની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકાય છે. આ ટીવીની શરૂઆતની કિંમત 1,39,990 રૂપિયા છે. સેમસંગ દ્વારા QLED ટીવીને S95D અને S90D મોડલમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તે 55, 65, 77 અને 83 ઇંચની સ્ક્રીનમાં આવે છે. આ ટીવીની કિંમત 1,64,990 રૂપિયાથી શરૂ થાય છે.

ટેકનોલોજી બિઝનેસ