સેમસંગ ગેલેક્સી A05s : 50MP ટ્રિપલ કેમેરા અને 5000mAh બેટરીવાળો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 15000 રૂપિયાથી ઓછી

Samsung Galaxy A05s Launched : સેમસંગ ગેલેક્સી એ05એસ સ્માર્ટફોનો ભારતમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 15000 રૂપિયાથી ઓછી કિંમતના સેમસંગના સ્માર્ટફોનની ખાસિયતો અને ફિચર્સ વિશે વિગતવાર જાણો

Written by Ajay Saroya
October 18, 2023 20:05 IST
સેમસંગ ગેલેક્સી A05s : 50MP ટ્રિપલ કેમેરા અને 5000mAh બેટરીવાળો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત 15000 રૂપિયાથી ઓછી
Samsung Galaxy A05 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે

Samsung Galaxy A05s Launched In India : સેમસંગે આખરે ભારતમાં તેનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A05s લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી A05 લૉન્ચ કરવામાં આવ્યો હતો. Galaxy A05Sમાં Qualcomm Snapdragon 680 પ્રોસેસર, 6.7 ઇંચ LCD ડિસ્પ્લે, 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી જેવા ફિચર્સ છે. જાણો શું છે આ સેમસંગ સ્માર્ટફોનમાં ખાસ…

સેમસંગ ગેલેક્સી A05sની કિંમત અને લોન્ચ ઑફર્સ (Samsung Galaxy A05s Price And Offers)

સેમસંગ ગેલેક્સી A05S સ્માર્ટફોન લાઈટ ગ્રીન, લાઈટ વાયોલેટ અને બ્લેક કલરમાં આવે છે. હેન્ડસેટના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ભારતમાં 14,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. દેશમાં સેમસંગ શોપ દ્વારા લેટેસ્ટ A-સિરીઝ ફોન ખરીદી શકાય છે. આ લોન્ચ ઓફર હેઠળ, આ સેમસંગ ફોનને એસબીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ ટ્રાન્ઝેક્શનથી 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવાની તક છે.

સેમસંગ ગેલેક્સ A05s સ્પેસિફિકેશન (Samsung Galaxy A05s Specifications)

સેમસંગ ગેલેક્સી A05Sમાં 6.7 ઇંચની PLS LCD ડિસ્પ્લે છે. સ્ક્રીન ફૂલએચડી+ (1080 × 2400 પિક્સેલ્સ) રિઝોલ્યુશન આપે છે. ડિસ્પ્લે Infinity-U નોચ સાથે આવે છે. સેમસંગના સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 680 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે Adreno 610 GPU આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6 GB ઈનબિલ્ટ રેમ છે. હેન્ડસેટમાં 6 જીબી સુધી એક્સ્ટેન્ડેડ રેમનો વિકલ્પ છે. ડિવાઇસમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

સેમસંગ ગેલેક્સી A05s અપડેટ (Samsung Galaxy A05s Updates)

સેમસંગનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 આધારિત OneUI 5.1 કોર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટને એન્ડ્રોઇડ 14 અને એન્ડ્રોઇડ 15 પર અપગ્રેડ કરવામાં આવશે. ફોનમાં 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ મળશે.

સેમસંગ ગેલેક્સી A05sના ફિચર્સ (Samsung Galaxy A05s Features)

સેમસંગ ગેલેક્સી A05s માં અપાર્ચર એફ/1.8ની સાથે 50MP પ્રાઈમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર મળશે. સેમસંગ ફોનની બેક પેનલ પર LED ફ્લેશ આપવામાં આવી છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ઉપકરણમાં 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Galaxy A05s ને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન USB Type-C પોર્ટ સાથે આવે છે. સુરક્ષા માટે આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી A05sનું ડાયમેન્શન 168.0 × 77.8 × 8.8mm અને વજન 194 ગ્રામ છે. સેમસંગના આ ફોનમાં 3.5mm ઓડિયો જેક અને ડોલ્બી એટમોસ ઓડિયો સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે, આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ-સિમ, 4G, Wi-Fi 802.11 a/b/g/n/ac, બ્લૂટૂથ 5.1, USB 2.0, GPS જેવા ફીચર્સ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ