/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Samsung-Galaxy-A14-5G-Smartphone.jpg)
Samsung Galaxy A14 5G: સેમસંગ ગેલેક્સી એ14 5જી લોન્ચ થયો છે.
Samsung Galaxy A14 5G Launched: સેમસંગએ નવો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને તમે 15000થી પઓ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. સેમસંગે ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2023માં Galaxy A14 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2023માં હેન્ડસેટની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ફોન લોન્ચ સમયે ત્રણ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
હવે સાઉથ કોરિયન કંપનીએ ઉપકરણના નવા વેરિઅન્ટની જાહેરાત કરી છે. Galaxy A14 5G નું નવું વેરિઅન્ટ 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. નવા વેરિઅન્ટમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજનો વિકલ્પ છે. આવો અમે તમને નવા વેરિઅન્ટની કિંમત અને ફીચર્સ વિશે જણાવીએ...
સેમસંગ ગેલેક્સી એ14 5Gની કિંમત (Samsung Galaxy A14 5G Price)
Samsung Galaxy A14 5G ના નવા વેરિઅન્ટ વિશેની માહિતી સૌપ્રથમ ટેક આઉટલુક દ્વારા જાહેર કરવામાં આવી હતી. Galaxy A14 હવે 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વિકલ્પમાં પણ મેળવી શકાય છે. અગાઉ, ફોનનું બેઝ વેરિઅન્ટ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજમાં ઉપલબ્ધ હતું. નવા 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 14,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
હાલમાં, કંપનીએ સત્તાવાર વેબસાઇટ પર નવા 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને લિસ્ટ કર્યું નથી. આ ફોન ટૂંક સમયમાં દેશભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે.
સેમસંગ ગેલેક્સી એ14 5G (Samsung Galaxy A14 5G Features)
ફિચર્સ વિશે વાત કરીએ તો, Galaxy A14 5G સ્માર્ટફોનમાં 6.6 ઇંચની FullHD+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં Exynos 1330 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 128 જીબી સ્ટોરેજ વિકલ્પ સાથે 6 જીબી રેમ અને 8 જીબી રેમ વિકલ્પો પણ છે.
આ પણ વાંચો |રેડમીના નવા 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ; આ કાર્ડથી ખરીદી પર મેળવો 2000નું ડિસ્કાઉન્ટ
ઉપકરણને પાવર કરવા માટે, સેમસંગે 5000mAh બેટરી પ્રદાન કરી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. Samsung Galaxy A14 5G સ્માર્ટફોન Android 14 આધારિત OneUI 6.0 સાથે આવે છે. તેમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ વગેરે જેવી તમામ પ્રમાણભૂત કનેક્ટિવિટી સુવિધાઓ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us