Samsung Galaxy A17 5G Price in India: સેમસંગ ગેલેક્સી એ17 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. ભારતમાં સેમસંગે આ 5જી સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સપોર્ટ સાથે રજૂ કર્યો છે અને તેમા AI ફીચર્સ આપવામાં આવે છે. આ ફોન સેમસંગે ચાલુ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરેલા Galaxy A16 5Gનું અપગ્રેડ વર્ઝન છે. આ મીડ બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનની કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત અહીં વાંચો
Samsung Galaxy A17 5G Price : સેમસંગ ગેલેક્સી એ17 5જી કિંમત
સેમસંગ ગેલેક્સી એ17 5જી સ્માર્ટફોન ભારતમાં 3 વેરિયન્ટ – 6GB RAM + 128GB, 8GB RAM + 128GB और 8GB RAM + 256GB માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની રેમ અને સ્ટોરેજ વધારી શકાય છે. સેમસંગ ગેલેક્સી એ17 5જી સ્માર્ટફોનના 6GB RAM + 128GB વેરિયન્ટની કિંમત 18,999 રૂપિયા છે. તો 8GB RAM + 128GB વેરિયન્ટ 20,499 રૂપિયા અને 8GB RAM + 256GB વેરિયન્ટ 23,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સેમસંગ સ્માર્ટફોન 3 કલર ઓપ્શન – બ્લૂ, બ્લેક અને ગ્રે કલરમાં ખરીદી શકાય છે.
Samsung Galaxy A17 5G Features : સેમસંગ ગેલેક્સી એ17 5જી ફીચર્સ
સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન ફોનમાં 6.7 ઇંચની FHD+ Infinity U સુપર AMOLED ડિસ્પ્લે આવે છે, જેનો રિઝોલ્યુશન 1080 x 2340 પિક્સલ છે. ફોનની ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ ફીચર્સ સપોર્ટ કરે છે. આ ફોનને પાણી અને ધૂળ સામે પ્રતિકાર ક્ષમતા માટે IP54 રેટિંગ મળ્યું છે. સેમસંગનો આ સસ્તો સ્માર્ટફોન Galaxy AI ફીચર્સથી સજ્જ છે અને Android 15 પર બેઝ્ડ OneUI 7 પર કામ કરે છે.
સેમસંગ Galaxy A17 5G માં Exynos 1330 પ્રોસેસર આવે છે. તેમા સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે, જે પાવર બટન સાથે ઇન્ટિગ્રેટ છે. ફોનના બેંકમાં ડ્યઅલ કેમેરા સેટઅપ છે, જેમા 50MPનો મેઇન અને 2MP સેકન્ડરી મેક્રો કેમેરા આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
આ 5જી સ્માર્ટફોનમાં 5000mAh બેટરી સાથે 25W USB Type C ચાર્જિંગ ફીચર આવે છે. સેમસંગના આ ફોનમાં કનેક્ટિવિટી માટે 5G/4G નેટવર્ક, બ્લૂટૂથ 5.3, વાઇફાઇ અને USB Type C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.