50MP કેમેરા, 256GB સ્ટોરેજવાળા સેમસંગ Galaxy A34 5G ની કિંમતમાં 6000નો ઘટાડો, જાણો નવી કિંમત

Samsung Galaxy A34 5G : સેમસંગે ભારતમાં પોતાના એ સીરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એ34 5જીની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે

Samsung Galaxy A34 5G : સેમસંગે ભારતમાં પોતાના એ સીરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એ34 5જીની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Samsung Galaxy A34 5G, Samsung Galaxy, Samsung

Samsung Galaxy A34 5G : સેમસંગે ભારતમાં પોતાના એ સીરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એ34 5જીની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો (તસવીર - સોશિયલ મીડિયા)

Samsung Galaxy A34 5G : સેમસંગે ભારતમાં પોતાના એ સીરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એ34 5જીની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. સેમસંગ ગેલેક્સી એ 34 5જી સ્માર્ટફોનને વધારાની બેંક અને પેમેન્ટ ડિસ્કાઉન્ટ ઓફર સાથે લઈ શકાય છે. Galaxy A34 5Gમાં મીડિયાટેક ડિમેન્સિટી 1080 પ્રોસેસર, 5000mAhની બેટરી અને 50MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ સેમસંગના નવા ફોનની કિંમત અને ફિચર્સ વિશે.

Advertisment

સેમસંગ ગેલેક્સી A34 5Gની કિંમતમાં ઘટાડો

સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 24,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ફોનને 30,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે જ સમયે ફ્લિપકાર્ટ પરથી 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને લોન્ચ સમયે 32,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. એટલે કે હાલ આ વેરિયન્ટની કિંમતમાં 6500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - કયો મોબાઈલ પ્લાન સૌથી સસ્તો? નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની+ હોટસ્ટાર પર અનલિમિટેડ મનોરંજન

સેમસંગના આ ફોનને દર મહિને 4073 રૂપિયાની નો-કોસ્ટ ઇએમઆઇ પર લઇ શકાય છે. દર મહિને 1187 રૂપિયાના સ્ટાન્ડર્ડ ઈએમઆઈ પર ફોન ખરીદવાની પણ તક છે. જણાવી દઈએ કે આ પહેલા કંપનીએ ગેલેક્સી એ34 5જી પર 3500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું.

Advertisment

સેમસંગ ગેલેક્સી A34 5G ફીચર્સ

Galaxy A34 5G સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. ફોનમાં 6.6 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડાઇમેંસિટી 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી A34 5Gમાં એલઇડી ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ઓઆઇએસ સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલ સેકન્ડરી અને 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી A34 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોન IP67 સર્ટિફિકેશન સાથે આવે છે.

ટેકનોલોજી સેમસંગ સ્માર્ટફોન