Samsung : સેમસંગના બે સ્માર્ટફોન ગેલેક્સી એ35 અને ગેલેક્સી એ55 થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Samsung : ભારતમાં Samsung Galaxy A35ની શરૂઆતની કિંમત ₹ 28,999 પર રાખવામાં આવી છે. આ સેમસંગ ગેલેક્સી A35 બેઝ મોડલ છે જેમાં 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. વધુમાં અહીં વાંચો.

Samsung : ભારતમાં Samsung Galaxy A35ની શરૂઆતની કિંમત ₹ 28,999 પર રાખવામાં આવી છે. આ સેમસંગ ગેલેક્સી A35 બેઝ મોડલ છે જેમાં 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Samsung Galaxy A35 Galaxy A55 upcoming latest smartphone news in gujarati

Samsung Galaxy A35 Galaxy A55 upcoming latest smartphone : સેમસંગ ગેલેક્સી એ 35 એ 55 અપકમિંગ લેટેસ્ટ સ્માર્ટફોન ન્યુઝ (Image credits: Evleaks)

Samsung : સેમસંગ (Samsung) ફ્લેગશિપ ફીચર્સ, પાવરફુલ પરફોર્મન્સ અને પ્રીમિયમ ડિઝાઇન સાથે 11 માર્ચે ભારતમાં બે નવા ગેલેક્સી એ (Galaxy A) સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે. ટ્વિટર પરની એક પોસ્ટ દ્વારા કંપનીએ પ્રોડક્ટ નેમની જાહેરાત કરી છે. જેમાં Galaxy A35 અને Galaxy A55, જે તેના પહેલાના સ્માર્ટફોન વરઝ્ન કરતાં અનેક અપગ્રેડ ઓફર કરવાની પુષ્ટિ કરે છે.

Advertisment
Samsung Galaxy A35 Galaxy A55 upcoming latest smartphone news in gujarati
Samsung Galaxy A35 Galaxy A55 upcoming latest smartphone : સેમસંગ ગેલેક્સી એ 35 એ 55 અપકમિંગ લેટેસ્ટ સ્માર્ટફોન ન્યુઝ (Photo credit: Saurabh Singh/Financial Express)

પ્રેસ નોટ મુજબ, આગામી Galaxy A સિરીઝના સ્માર્ટફોનમાં પ્રીમિયમ ડિઝાઇન હશે. તેમાં સૂચવ્યું કે Galaxy A55 માં મેટલ ફ્રેમ હશે, જે તાજેતરમાં જાહેર કરાયેલી Galaxy S24 સિરીઝ જેવી જ છે, જ્યારે Galaxy A35 સ્માર્ટફોનમાં પ્લાસ્ટિક ફ્રેમ ઓફર થશે. આ ઉપંરાત બન્ને ડિવાઇસ IP67 રેટિંગ ઓફર કરશે, અને તેની પાસે ગોરિલા ગ્લાસ 5 કરતાં વધુ મજબૂત ગ્લાસ પ્રોટેક્શન હશે, જે દર્શાવે છે કે તેઓ કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ ધરાવે છે.

આ પણ વાંચો: Realme Smartphone : રિયલમી 12 અને રિયલમી 12 પ્લસ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ

Advertisment

જાણો કિંમત અને ફીચર્સ

સેમસંગે એ પણ પુષ્ટિ કરી છે કે આ ફોન "પાવરફુલ પ્રોસેસર" થી સજ્જ હશે.Galaxy A55 Exynos 1480 SoC દ્વારા સંચાલિત થશે અને Galaxy A35 માં પણ તે જ પ્રોસેસર હોવાની અપેક્ષા છે. બંને ફોનમાં ઓછામાં ઓછી 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ઓફર કરવાની અપેક્ષા છે.

ભારતમાં Samsung Galaxy A35ની શરૂઆતની કિંમત ₹ 28,999 પર રાખવામાં આવી છે. આ સેમસંગ ગેલેક્સી A35 બેઝ મોડલ છે જેમાં 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

બંને સ્માર્ટફોનમાં પુરોગામી ફોનની જેમ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપનો સમાવેશ થશે. જ્યારે Galaxy A55 માં 50 MPનો મુખ્ય કેમેરા, 12 MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 5 MP મેક્રો લેન્સનો સમાવેશ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, Galaxy A35 એ 50 MP પ્રાઈમરી કેમેરા, 8 MP અલ્ટ્રા-વાઇડ- એન્ગલ લેન્સ, અને 5 MP મેક્રો લેન્સ. જ્યારે Galaxy A55 32 MP સેલ્ફી કેમેરા સાથે આવવાની જાણ છે, Galaxy A35માં 13 MP સેલ્ફી કેમેરા હશે.

Samsung Galaxy A55 5G નેવી બ્લુ, લેમન, લિલાક અને આઇસ બ્લુ રંગોમાં આવે છે અને તેની કિંમત 8GB + 128GB વેરિઅન્ટ માટે 479 યુરો (USD 522 /₹ 43,190 અંદાજે) છે જ્યારે 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 529 યુરો છે. (આશરે USD 576 / ₹ 47,700 ).

આ પણ વાંચો: Xiaomi 14 Series : શાઓમી 14 સિરીઝ ભારતમાં ગુરુવારે થશે, જાણો કિંમત અને ફીચર્સ

બંને ફોન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે 120Hz ફ્લેટ પેનલ AMOLED સ્ક્રીન સાથે આવશે, અને તેમાં મોટી 5,000 mAh બેટરી શામેલ હોવાનું કહેવાય છે. તાજેતરમાં લૉન્ચ થયેલા Galaxy સ્માર્ટફોનની જેમ, રિટેલ બૉક્સમાં ચાર્જિંગનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે.આગામી Galaxy A સિરીઝના સ્માર્ટફોનને પાંચ વર્ષનો સોફ્ટવેર સપોર્ટ મળવાની પુષ્ટિ છે. કંપનીની હાલની પોલિસીને ધ્યાનમાં રાખી, Galaxy A35 અને Galaxy A55ને ચાર પેઢીના Android OS અપગ્રેડ અને પાંચ વર્ષના સિક્યોરિટી અપડેટ્સ પ્રાપ્ત મળવાની શક્યતા છે. અને આ સ્માર્ટફોન્સ એન્ડ્રોઇડ 14-આધારિત OneUI 6 સ્કીન સાથે આવે તેવી શક્યતા છે.

સ્માર્ટફોન ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ