/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-54.jpg)
સેમસંગ ગેલેક્સી એ55 5જી અને ગેલેક્સ એ35 5જી આકર્ષક 4 કલરમાં ઉપલબ્ધ છે. (Photo - Social Media)
Samsung Galaxy A55 5G, Galaxy A35 5G Launchecd : સેમસંગે ભારતમાં બે નવા એ-સિરીઝ 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. સેમસંગ ગેલેક્સી A35 5G અને સેમસંગ ગેલેક્સી A55 5G કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન છે. ગેલેક્સી એ35 અને એ55 સ્માર્ટફોનને 120હર્ટ્ઝ એમોલેડ ડિસ્પ્લે, 12 જીબી સુધીની રેમ અને 50MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જાણો સાઉથ કોરિયન કંપનીના બંને નવા સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન
સેમસંગ ગેલેક્સી એ55, ગેલેક્સી એ35 5જી કિંમત (Samsung Galaxy A55 5G, Galaxy A35 5G Price)
સેમસંગ ગેલેક્સી એ35 5જી અને એ55 5જીનું વેચાણ 14 માર્ચથી દેશમાં બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોનને સેમસંગ શોપ, સેમસંગ સ્ટોર્સ અને અન્ય રિટેલ આઉટલેટ્સ પરથી ખરીદી શકાય છે. કંપનીએ હજુ સુધી ભારત માટે ગેલેક્સી એ35 અને ગેલેક્સી એ55ની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ ફોન ચાર કલર - ઓસમ નેવી, ઓસમત લેમન અને ઓસમ આઇસ બ્લૂ અને ઓસમસ બ્લૂ કલરના વિકલપ્ ઉપલબ્ધ છે.
સેમસંગ ગેલેક્સી એ55 5જી, ગેલેક્સી એ35 5જી ફીચર્સ (Samsung Galaxy A55 5G, Galaxy A35 5G Features)
સેમસંગ ગેલેક્સી એ55 સ્માર્ટફોનમાં મેટલ ફ્રેમ સાથે ગ્લાસ સેન્ડવિચ ડિઝાઇન આપવામાં આવી છે. સાથે જ Galaxy A35 ગ્લાસ બેક પેનલ અને પ્લાસ્ટિક ફ્રેમથી બનાવવામાં આવી છે.
સેમસંગ ગેલેક્સી એ55 5જી ફીચર્સ (Samsung Galaxy A55 5G Features)
સેમસંગ ગેલેક્સી એ55 5Gમાં 6.6 ઇંચની ફુલએચડી + (2340 x 1080 પિક્સલ) સુપર એમોલેડ ઇન્ફિનિટી-ઓ એચડીઆર ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ + પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સેમસંગના આ ફોનમાં 2.75 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર એક્સીનોસ 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોનમાં 8 જીબી અને 12 જીબી રેમ ઓપ્શન સાથે 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજના વિકલ્પ આપવામાં આવ્યા છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા ૧ ટીબી સુધી વધારી શકાય છે. Galaxy A55 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત સેમસંગ વન યુઆઇ 6.1 પર ચાલે છે. હેન્ડસેટમાં હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એ55 5જીમાં ઓઆઇએસ સાથે એપર્ચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, એપર્ચર એફ / 2.2 સાથે 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને 5-મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપાર્ચર એફ/ 2.2 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એ55 5જીનું ડાયમેન્શન 161.1 x 77.4 x 8.2 એમએમ છે અને તેનું વજન 213 ગ્રામ છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સાથે આવે છે. હેન્ડસેટને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ આઇપી67 રેટિંગ મળે છે. કનેક્ટિવિટી માટે 50 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
સેમસંગ ગેલેક્સી એ35 5જી ફીચર્સ (Samsung Galaxy A35 5G Features)
સેમસંગ ગેલેક્સી એ35 5જી સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીયે તો 6.6 ઇંચની ફુલએચડી+ (2340 x 1080 પિક્સલ) સુપર એમોલેડ ઇન્ફિનિટી-ઓ એચડીઆર ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ છે. આ ફોનમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર એક્સીનોસ 1380 પ્રોસેસર અને Mali - G68 MP5 આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 6 અને 8 જીબી રેમ સાથે 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારીને 1 ટીબી કરી શકાય છે.
સેમસંગનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત સેમસંગ વન યુઆઇ 6.1 સાથે આવે છે. ફોન હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, એપર્ચર એફ/ 2.2, અને 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો |Xiaomi 14 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, માત્ર 31 મિનિટમાં 100% ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ
સેમસંગ ગેલેક્સી A35 5Gમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ડસ્ટ અને વોચર રેઝિસ્ટન્ટ IP67 રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસ 161.7 x 78 x 8.2 એમએમ અને તેનું વજન 209 ગ્રામ છે. આ સ્માર્ટફોન માં પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us