Samsung : સેમસંગના આ સ્માર્ટફોનમાં Galaxy AI ફીચર્સ મેળવવા આટલું કરવું પડશે કામ

Samsung : સેમસંગે (Samsung)પુષ્ટિ કરી છે કે ગેલેક્સી એસ23 સીરીઝ (Galaxy S23 series), ગેલેક્સી એસ23 એફઇ (Galaxy S23 FE), ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 (Galaxy Z Fold 5) અને ફ્લિપ 5 (Flip 5) અને ગેલેક્સી ટેબ એસ9 સીરીઝ OneUI 6.1 અપડેટ દ્વારા ગેલેક્સી AIની કેટલીક સુવિધાઓ મેળવશે, જે દર્શાવે છે કે, જૂન 2024 પહેલા ઓછામાં ઓછા છ સ્માર્ટફોન અને ત્રણ ટેબલેટ Galaxy AI ફીચર્સ મેળવશે.

Written by shivani chauhan
January 19, 2024 08:30 IST
Samsung : સેમસંગના આ સ્માર્ટફોનમાં Galaxy AI ફીચર્સ મેળવવા આટલું કરવું પડશે કામ
Galaxy AI ફીચર્સ OneUI 6.1 અપડેટ દ્વારા સેમસંગના સ્માર્ટફોનમાં જોવા મળશે, આ રહી લિસ્ટ ((ઇમેજ ક્રેડિટ: સેમસંગ)

Samsung : સેમસંગ (Samsung) ના નવા લોન્ચ કરાયેલા સ્માર્ટફોનની ગેલેક્સી એસ24 (Galaxy S24) સિરીઝ ગેલેક્સી એઆઈ (Galaxy AI) ફીચર્સ માટે લેટેસ્ટ OneUI 6.1 અપડેટ સાથે મોકલવામાં આવી છે અને કંપનીએ પુષ્ટિ કરી છે કે આમાંના કેટલાક ફિચર્સ વર્ષ 2024 ના સ્ટાર્ટિંગમાં જૂની ગેલેક્સી એસ સિરીઝ અને ગેલેક્સી ઝેડ સિરિઝના સ્માર્ટફોન્સમાં આવી જશે.

એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ , સેમસંગે પુષ્ટિ કરી છે કે ગેલેક્સી એસ23 સીરીઝ (Galaxy S23 series), ગેલેક્સી એસ23 એફઇ (Galaxy S23 FE), ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5 (Galaxy Z Fold 5) અને ફ્લિપ 5 (Flip 5) અને ગેલેક્સી ટેબ એસ9 સીરીઝ OneUI 6.1 અપડેટ દ્વારા ગેલેક્સી AIની કેટલીક સુવિધાઓ મેળવશે, જે દર્શાવે છે કે, જૂન 2024 પહેલા ઓછામાં ઓછા છ સ્માર્ટફોન અને ત્રણ ટેબલેટ Galaxy AI ફીચર્સ મેળવશે.

આ પણ વાંચો: WhatsApp : વોટ્સએપ ચેનલ પર હવે વૉઇસ અપડેટ્સ, પોલિંગ અને અન્ય ફીચર્સ ઉમેરાશે

OneUI 6.1 અપડેટ દ્વારા Galaxy AI પ્રાપ્ત કરવા માટે પુષ્ટિ થયેલ ફોનની લિસ્ટ

  • સેમસંગ ગેલેક્સી એસ23 એફઈ (Samsung Galaxy S23 FE (Exynos 2200)
  • સેમસંગ ગેલેક્સી એસ23 (Samsung Galaxy S23 (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી એસ23 પ્લસ (Samsung Galaxy S23+ (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા (Samsung Galaxy S23 Ultra (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 (Samsung Galaxy Z Flip5 (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 (Samsung Galaxy Z Flip5 (Snapdragon
  • 8 Gen) (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 (Samsung Galaxy Tab S9 (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 પ્લસ (Samsung Galaxy Tab S9+ (Snapdragon 8 Gen 2)
  • સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 અલ્ટ્રા (Samsung Galaxy Tab S9 Ultra (Snapdragon 8 Gen 2)

આ પણ વાંચો: જીઓએ પ્રજાસત્તાક દિવસના અવસરે ખાસ વાર્ષિક રિચાર્જ પ્લાનની કરી જાહેરાત

આ સૂચવે છે કે Galaxy AI એ Galaxy S24 વિશિષ્ટ સુવિધા રહેશે નહીં, અને ઓછામાં ઓછી કેટલીક સુવિધાઓ જૂની સેમસંગ ફ્લેગશિપ પર એવેલબલ કરાવવામાં આવશે. Galaxy S24 સિરીઝ પર, કેટલીક સુવિધાઓ ઓન-ડિવાઈસ જનરેટિવ AI ક્ષમતાઓ દ્વારા સંચાલિત છે, જે કદાચ જૂના ફોનમાં નહીં આવે, જ્યારે અન્ય, જેને ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરવો જરૂરી છે તે સેમસંગની વિશાળ સિરીઝના ફ્લેગશિપ સ્માર્ટફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત, નોટ કરો કે OneUI 6.1 અપડેટ બધા Galaxy સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે અવેલેબલ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે જે OneUI 6 અપડેટ માટે પાત્ર છે. જો કે, OneUI 6.1 અપડેટ કર્યા છતાં એન્ટ્રી-લેવલ (M સિરીઝ, F સિરીઝ), અને મધ્ય-શ્રેણી (A સિરીઝમાં) કદાચ Galaxy AI ફીચર્સ મેળવી શકશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ