Samsung Galaxy Book4 Ultra: સેમસંગ ગેલેક્સી બુક4 લેપટોપ લોન્ચ, AI સાથે પાવરફુલ ફીચર્સ, જાણો કિંમત

Samsung Galaxy Book4 Ultra Launch: સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રા લેપટોપ એઆઈ ફીચર્સ સાથે આવે છે. તેમા ઇન્ટેલ કોર અલ્ટ્રા 9 અને ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 પ્રોસેસર પસંદ કરવાનો વિકલ્પ મળે છે.

Written by Ajay Saroya
Updated : July 04, 2024 17:28 IST
Samsung Galaxy Book4 Ultra: સેમસંગ ગેલેક્સી બુક4 લેપટોપ લોન્ચ, AI સાથે પાવરફુલ ફીચર્સ, જાણો કિંમત
Samsung Galaxy Book 4 Ultra: સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રા લેપટોપ એઆઈ ફીચર્સ સાથે આવે છે. (Image: Samsung)

Samsung Galaxy Book 4 Ultra Launch in India: સેમસંગ દ્વારા ભારતમાં સૌથી પાવરફુલ લેપટોપ સેમસંગ ગેલેક્સી બુક 4 અલ્ટ્રા લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ ગત વર્ષે ગેલેક્સી બુક4 સિરીઝની ઘોષણા કરી હતી. આ સિરીઝ હેઠળ ગેલેક્સી બુક 4 પ્રો, ગેલેક્સી બુક4 પ્રો 360 અને ગેલેક્સી બુક4 360 ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. સેમસંગના લેટેસ્ટ લેપટોપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ફીચર્સ સાથે આવે છે. તેમા ઇન્ટેલ કોર અલ્ટ્રા 9/7 પ્રોસેસર સપોર્ટ મળે છે.

Samsung Galaxy Book4 Ultra Specifications: સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રા સ્પેસિફિકેશન

સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રા સ્પેશિફિકેશનની વાત કરીએ તો બુક4 અલ્ટ્રા પાવરફુલ લેપટોપ હોવાની સાથે સાથે સૌથી મોંઘુ લેપટોપ પણ છે. આ લેપટોપ 16 ઈંચ ડિસ્પ્લે સાથે આવે છે. તેમા એઆઈ ટેક્લોનોજી સાથે ઇન્ટિગ્રેટેડ ન્યૂરલ પ્રોસેસિંગ યુનિટ મળે છે. પાવરફુલ પર્ફોર્મન્સ માટે ઇન્ટેલના સૌથી લેટેસ્ટ કોર અલ્ટ્રા પ્રોસેસર જોડવામાં આવ્યું છે. ચાલો જાણીયે કિંમત અને સ્પેસિફિકેશન

Samsung Galaxy Book4 Ultra: પ્રોસેસર અને સ્ટોરેજ

સેમસંગ કંપનીએ દાવો કર્યો છે કે ગેલેક્સી બુક4 અલ્ટ્રા, અત્યાર સુધીનું સૌથી ઇન્ટેલિજન્ટ લેપટોપ છે. તેમા પોતાનું ઇન્ટેલ કોર અલ્ટ્રા 9 અને ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 પ્રોસેસર પસંદ કરવાનો વિકલ્પ મળે છે. લેપટોપના જબરદસ્ત પર્ફ્રોમન્સ માટે NVIDIA Geforce RTX ગ્રાફિક કાર્ડ સાથે મળે છે. આ લેપટોપ 32 જીબી સુધીની રેમ અને 1 ટીબી એસએસડી સ્ટોરેજ સાથે આવે છે.

Samsung Galaxy Book4 Ultra: ડિસ્પ્લે અને ફીચર્સ

સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રામાં 3K રિઝોલ્યુશન અને 400 નિટ્સ બ્રાઇટનેસ સાથે 16 ઇંચના ટચ AMOLED ડિસ્પ્લે મળે છે, જેનો 120Hz રિફ્રેશ રેટ છે. પાવર બેકઅપ માટે તમને 76wh બેટરી મળે છે, જેને 140W USB Type-C ચાર્જર થી ચાર્જ કરી શકાય છે.

ફીચર્સની વાત જરીયે તો સ્ટુડિયો ક્વોલિટીના ડ્યુઅલ માઇક્રોફોન, ડોલ્બી અટમોસ પ્લેબેક સાથે AKG ક્વાડ સ્પીકર અને હાઈ ડેફિનેશ વેબ કેમેરા મળે છે. કનેક્ટિવિટી માટે વાઈ ફાઈ 6ઇ, બ્લૂટૂથ 5.3, થંડરબોલ્ટ 4 અને HDMI 2.1 જેવા ઓપ્શન મળે છે.

આ પણ વાંચો | માત્ર 8999 રૂપિયામાં લોન્ચ થયો 50 MP કેમેરા અને 128 GB સ્ટોરેજ સાથે રિયલમી C63 સ્માર્ટફોન, જાણો ફીચર્સ

Samsung Galaxy Book 4 Ultra Price : કિંમત અને ઓફર

સેમસંગ ગેલેક્સી બુક4 અલ્ટ્રાની પ્રારંભિક કિંમત 233990 રૂપિયા છે. આ લેપટોપને તમે સેમસંગની સત્તાવાર વેબસાઇટ અને ઓફલાઈન સ્ટોર પરથી ખરીદી શકો છો. આ લેપટોપ તમને મૂનસ્ટોન ગ્રે ફિનિશમાં મળશે. એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હશે તો સેમસંગની વેબસાઇટ પર આ લેપટોપ પર 12000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. વેબસાઇટ પર એક્સચે્ન્જ બોનસ અને નો કોસ્ટ EMI વિકલ્પ પણ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ